________________
અષ્ટાપદ વક્તવ્યતા
૩૫
ચિત્રા, ચિત્રકનકા શતેરા તથા સૌત્રામણી આ ચાર વિદિશાના રુચક પર્વતથી આવીને દીપક છે હાથમાં જેઓને એવી તે વિદિશાઓમાં રહી. II૩૩॥ રુચક દ્વીપથી પણ રૂપા, રૂપાસિકા, સુરૂપા અને રૂપકાવતી આ ચાર દિકુમારીકા આવી. તેણીઓએ પ્રભુના નાલને કાપીને સઘળું સૂતિકર્મ કર્યું. દેવદૂષ્ય અને અલંકારાદિ વડે પ્રભુને અને માતાને વિભૂષિત કરીને હવે તે બંનેને રક્ષાપોટલીને બાંધીને જિનની પાસે પર્વત જેવા આયુષ્યવાળા થાઓ, એ પ્રમાણે કહીને પથ્થરના ગોળાને અફળાવતી અરિહંતની ભક્તિના વિધાનથી ઉત્પન્ન થયેલી પ્રીતિવાળી, મનોહર વાણીવાળી પ્રભુના ગુણોને ગાતી છપ્પન દિકુમારીકાઓ રહી. II૩૬-૩૭ll
અને ત્યારે ચલાયમાન થયેલા આસનવાળા અરિહંતના જન્મને અવધિજ્ઞાનથી જાણીને સર્વે પણ ઈન્દ્રો પરિવાર સહિત ત્યાં આવ્યા. ॥૩૮॥ ભગવંતને ગ્રહણ કરીને તેઓએ મેરુ પર્વતના શિખર પર અત્યંત ઉત્સવ વડે પ્રભુનો જન્માભિષેક કર્યો. ।।૩૯।। માતાની પાસે પ્રભુને મૂકીને હવે નંદિશ્વર દ્વીપમાં જઈને તેઓએ ત્યાં અષ્ટાહ્નિકા મહોત્સવને કરીને સર્વે પોતપોતાના સ્થાનમાં ગયા. II૪ll પુત્રના સાથળમાં ઋષભના ચિહ્નને અને સ્વપ્નમાં પણ પહેલા ઋષભને જોયો હતો, તેથી માતા-પિતાએ તેનું નામ ઋષભ કર્યું. II૪૧॥ તથા યુગ્મથી ઉત્પન્ન થયેલી પુત્રીનું નામ સુમંગલા કર્યું. હવે બાલ એવા સ્વામી પોતાના અંગૂઠામાં શક્ર વડે સ્થાપન કરાયેલી સુધાને પીતા હતા. I॥૪૨॥
એક વખત સ્વામીએ બાળપણામાં ઈન્દ્રના હાથમાંથી શેરડીને ગ્રહણ કરી, ત્યાર પછી ઈન્દ્ર વડે પ્રભુનો ઈશ્વાકુવંશ સ્થાપન કર્યો. II૪૩॥ અંગૂઠામાં સ્થાપન કરાયેલ અમૃતપાનની અવસ્થા પસાર થયે છતે અન્ય જિનેશ્વરો મનુષ્ય સંબંધી આહારને ભોગવે છે. આ પ્રભુ વળી દેવ સંબંધી આહાર વડે વૃદ્ધિ પામ્યા. ॥૪૪॥ એક વખત બાલમિથુન કોઈક તાલવૃક્ષના નીચે રહેલું હતું, તે મિથુનનો પુરુષ કાકતાલીય ન્યાયથી તાલવૃક્ષનું ફળ પડવાથી મૃત્યુ પામ્યો. I॥૪॥ આલંબન રહિતની તે મિથુનની બાલા હવે બીજાઓ વડે નાભિરાજાને અર્પણ કરાઈ. તે નાભિ રાજાએ પણ આ બાલા પણ ઋષભની જ થાઓ, એ પ્રમાણે તેણીને ગ્રહણ કરી. ||૪૬॥ હવે ત્રણ જગતના સ્વામીના વિવાહ માટેના સમયને જાણીને પરિવાર સહિત સૌધર્મેન્દ્ર દેવલોકમાંથી આવીને આ અવસર્પિણીમાં પ્રથમ સંપૂર્ણ વિધિપૂર્વક સુમંગલા અને સુનંદાને સ્વામી સાથે પરણાવી. II૪૭૪૮॥ ત્યારથી માંડીને લોકમાં સર્વત્ર તે પાણિગ્રહણના મહોત્સવની સ્થિતિ પ્રવર્તી અથવા કોણ સન્ક્રિયાને ન કરે. ૪૯॥ જે કારણથી સાતાવેદનીય કર્મ પણ ભોગવ્યા વિના ક્ષય થતું નથી, તે કારણથી તે બંને પત્નીની સાથે અનાસક્ત એવા પણ જગત્પતિ વિલાસ કરતા હતા. ॥૫॥
એક વખત સમય પ્રાપ્ત થયે છતે સુમંગલા મહાદેવીએ ચૌદ મહાસ્વપ્નથી સૂચિત ગર્ભને ધા૨ણ કર્યો. ।।૫૧૫ વર્ષાઋતુમાં વીજળી સહિતના મેઘની જેમ સમય થયે છતે બ્રાહ્મી સહિત ભરત પુત્રને જન્મ આપ્યો. ૫૨॥ સુનંદાએ સુંદરી અને બાહુબલિને જન્મ આપ્યો અને વળી પહેલીએ જ ઓગણ પચાસ પુત્રયુગ્મને ક્રમથી જન્મ આપ્યો. ૫૩) હવે પ્રભુએ પહેલાં પુત્રોને કલાના સમૂહનો આદેશ કર્યો. બ્રાહ્મીને માતૃકાદિ લિપીનો અને સુંદરીને અંકમાલિકા (આંકની શ્રેણી) શીખવાડી. ।।૫૪॥ અને એ પ્રમાણે કાલ પસાર થયે છતે કાલના દોષ વડે યુગલીયાઓમાં કાંઈક કાંઈક અપન્યાયમાં પ્રવૃત્તિ થઈ. ॥૫૫॥ હાકારાદિ નીતિને આશંકા રહિત કોઈપણ માનતું નથી. તેથી શ્રેષ્ઠ યુગલિકોએ આવીને સ્વામીને વિજ્ઞપ્તિ કરી. ૫૬॥ ત્રણ જ્ઞાનવાળા જાતિસ્મરણવાળા ભગવાને તેઓને આ પ્રમાણે કહ્યું. લોકોના અન્યાયને નિવારણ કરનાર રાજા થાય