________________
સમ્યક્ત્વ પ્રકરણ
IIકા પવિત્ર ચિત્તવાળા બીજાઓ આ પ્રમાણે બોલ્યા. રાજા વડે આ યુક્ત જ કરાયું, જેથી આ લોકો આ પ્રમાણે દંડ કરાયા. I૭૦ના અન્યથા અન્ય લોકોને પણ અન્યાય કરતા શંકા પણ ન થાત અને સ્વચ્છંદપણું થાય. ||૭૧| જો આ લોકોથી થતી આજ્ઞાનો લોપ રાજાએ સહન કર્યો હોત તો કામદેવથી પણ કોમળ તે આજ્ઞા નિચ્ચે થાત. ll૭૨// વળી આ લોકોને કરેલા આવા પ્રકારના દંડથી આજથી માંડીને ભયભીત થયેલા કોઈપણ લોકો કોપ સહિતની સર્પિણીની જેમ આજ્ઞાનું ઉલ્લંઘશે નહીં. ૭૩ll
તે સર્વે છૂપા પુરુષો વડે રાજાની આગળ લવાયા અને તેઓએ કહેલું સર્વે જેવું હતું તેવું સમસ્ત નિવેદન કરાયું. li૭૪ોત્યારપછી યુક્તિને જાણનાર રાજાએ અપરાધીની વ્યથાથી પીડિત એવા પહેલા લોકોને તે અપરાધીઓની સાથે જ મેળવી આપ્યા. ll૭૫ll વળી હરણ કરાયેલા સર્વસ્વવાળા બીજાઓને દેશનો ત્યાગ કરાવ્યો. જે કારણથી ન્યાયને જાણનાર બીજાને અધિક દંડ કરતા નથી. ૭કા વળી ન્યાયને ગ્રહણ કરનાર ત્રીજા લોકોને ઉચિતને જાણનાર રાજાએ વસ્ત્ર દાનાદિ વડે સત્કાર કરીને વિસર્જન કર્યા. ૭ી અને અહીં આ ઉપનય છે. ખરેખર જે રાજા તે તીર્થકર છે, રાગરહિત તે સ્વામી મોક્ષમાં આનંદ પામે છે. ll૭૮ી ભક્ત અને અભક્ત પ્રાણીઓને તે અનુગ્રહ અને નિગ્રહ કરતા નથી, પરંતુ તે પ્રાણીઓ કર્મના દોષથી સ્વયં જ અનુગ્રહ અને નિગ્રહને મેળવે છે. ll૭૯lી જેમ શીતઋતુમાં અગ્નિની આરાધના કરનાર મનુષ્યોને ઠંડીની પીડા દૂર જાય છે અને અગ્નિની વિરાધના કરનાર ઠંડી વડે પીડાય છે. l૮ll જેમ ચિંતામણિથી અથવા તો તેની સેવા કરનાર મનુષ્યો ઈચ્છિતને મેળવે છે. વળી તેની અવજ્ઞા કરનાર અન્ય મનુષ્યો ઈચ્છિતને મેળવતા નથી. II૮૧|| અને ત્યારપછી દુર્દીત શ્રેષ્ઠીપુત્રોની ઉપમાવાળા જે જિનાજ્ઞાનો લોપ કરનાર છે. તેઓ અનંત સંસારનાં ભ્રમણ સ્વરૂપ મહાદંડને મેળવે છે. I૮૨// જેઓ પોતાના વૈરી એવા અજ્ઞાનપણાથી આજ્ઞાભંગનો પક્ષપાત કરે છે. તેઓ પણ આજ્ઞાભંગના વલ્લભપણા વડે આજ્ઞાભંગ કરનારની જ ગતિને પામે છે. II૮૩ વળી જેઓ જિનાજ્ઞાનો ભંગ કરનારને વિષે માધ્યસ્થપણું ધારણ કરે છે, તેઓ ધર્મના સર્વસ્વની હાનિ વડે ભવજંગલમાં ભમે છે. ll૮૪ વળી જેઓ જિનાજ્ઞાના ભંગથી કુષ્ઠરોગ વડે દૂષિત થયેલાની જેમ સુષના આડંબરવાળાઓને દૂરથી ત્યજે છે, હા, તેઓ બિચારા સંસારના અનંતપણારૂપ દંડને પ્રાપ્ત કરશે. હા, તેઓ દુર્ગતિરૂપ પિશાચી વડે ગળાશે (ગ્રહણ કરાશે). ll૮૫-૮l
જિનાજ્ઞાનો લોપ કરનારા પાપી પોતાના પાતથી પડશે, તેઓની ક્રિયાથી પરાભુખ થયેલા તેઓનો જેઓ આ પ્રમાણે શોક કરે છે અને સ્વયં જિનાજ્ઞા વડે હંમેશાં પૃથ્વી પર વિચરે છે, તે સુસાધુઓ આ લોકમાં પણ જગત્પર્ય થાય છે અને વળી પરલોકમાં તેઓને કાર્પણ વડે પણ દુ:ખે કરી પ્રાપ્ત કરી શકાય તેવી સ્વયંવરા સ્વર્ગ અને મોક્ષથી ઉત્પન્ન થયેલી લક્ષ્મી સામે આવે છે. ll૮૭-૮૮-૮૯
તેથી જિનાજ્ઞાની વિરાધનાનું ફળ સંસાર અને આરાધનાનું ફળ મોક્ષને જાણીને સંસારથી ભય પામેલા વડે અને મોક્ષને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળાઓ વડે સતત જિનાજ્ઞા આરાધવા યોગ્ય છે. ll૯૦ના હમણાં પ્રસ્તુત જિનમંદિરના અધિકારીને બતાવતા કહે છે.
अहिगारी उ गिहत्थो, सुहसयणो वित्तसंजुओ कुलजो । अक्खुद्दो धिइबलिओ, मइमं तह धम्मरागी य ।।२१।।