________________
સમ્યકત્વ પ્રકરણ
ટીકાર્થ :- (૧) અજ્ઞાન=વિપરીત બોધ, (૨) ક્રોધ-કોપ, (૩) મદ-જાતિ, લાભ, કુલ, ઐશ્વર્ય, બલ, રૂપ, તપ, શ્રત - આ આઠ પ્રકારનો છે. (૪) માન-દુરાગ્રહ, (૫) લોભ=ગૃદ્ધિ. અહીં પ્રાણાતિપાતાદિ ચાર પ્રકાર મુખ્યતા વડે જ કહેવાયેલા છે, પરંતુ પરિગ્રહ કહેવાયેલો નથી. તેથી આ પરિગ્રહ ગૃદ્ધિનાં સ્વભાવવાળો હોવાથી અહીં જ જાણી લેવો. (૩) માયા=શઠપણું, (૭) રતિ=ઈષ્ટ એવા શબ્દાદિ વિષયની પ્રાપ્તિમાં મનનો આનંદ, (૮) અરતિ=અનિષ્ટ એવા શબ્દાદિ વિષયની પ્રાપ્તિમાં મનનો ખેદ, (૯) નિદ્રા, (૧૦) શોક, (૧૧) ખોટું વચન, (૧૨) ચોરી, (૧૩) મત્સર બીજાના ગુણોને સહન ન કરવા. એટલે કે બીજાનાં ગુણો પ્રત્યે દ્વેષ કરવો, (૧૪) ભય=આલોક ભય, પરલોક ભય, આદાનભય, અકસ્માતુભય, આજીવિકાભય, મરણભય, અપયશભય - આ સાત પ્રકારનો છે, (૧૫) પ્રાણીવધ=પ્રાણીઓનો મન-વચન અને કાયા વડે નાશ કરવો, (૧૬) પ્રેમ=સ્નેહ અથવા રાગ, (૧૭) કીડા પ્રસંગ=અબ્રહ્મનું સેવન, (૧૮) હાસ્ય=વિસ્મયાદિમાં મુખને વિકસ્વર કરવું, ‘વ' સમુચ્ચય અર્થમાં છે, બાકીનો ગાથાર્થ સ્પષ્ટ છે.
“આવા સ્વરૂપવાળા દેવ, તેનાથી વિપરીત તે અદેવ; એ પ્રમાણે નિશ્ચિત મતિથી પ્રાણીઓને દેવાધિદેવનાં નામોને કહે છે.”
तस्स पुणो नामाइं, तिनि जहत्थाई समयभणियाइं ।
अरिहंतो अरहंतो, अरुहंतो भावणीयाई ।।११।। ગાથાર્થ :- દેવાધિદેવનાં ત્રણ નામો શાસ્ત્રમાં કહેલા છે. અરિહંત, અરહંત અને અરુહંત તે ભાવવા યોગ્ય છે. “નામોનું યથાર્થપણું બતાવતા કહે છે ”
अट्ठविहं पि य कम्मं, अरिभूयं होइ सव्वजीवाणं ।
तं कम्ममरिहंता, अरिहंता तेण वुञ्चति ।।१२।। ગાથાર્થ :- આઠ પ્રકારનાં કર્મો જ સર્વ જીવોને શત્રુભૂત છે. તે કર્મરૂપી શત્રુને હણનારા હોવાથી અરિહંત કહેવાય છે.
अरहंति वंदणनमंसणाई अरहंति पूयसक्कारं ।
सिद्धिगमणं च अरहा, अरहंता तेण वुचंति ।।१३।। ગાથાર્થ :- વંદન-નમસ્કારાદિને યોગ્ય છે. પૂજા-સત્કારને યોગ્ય છે અને સિદ્ધિગમનને પણ યોગ્ય છે. આથી પરમાત્માને અરહંત કહેવાય છે.
ટીકાર્ય :- વંદન-નમસ્કારને યોગ્ય છે, ત્યાં વંદન સ્તવન, નમસ્કાર=પ્રણામ તથા પૂજા-સત્કારને યોગ્ય છે, ત્યાં પૂજા એટલે વસ્ત્ર, માલાદિ વડે કરાતી પૂજા અને સત્કાર=અભ્યત્થાનાદિ, સિદ્ધિગમનને યોગ્ય - એ પ્રમાણે અહીં પ્રતિ ઉપસર્ગ અધ્યાહારથી લીધો છે. એટલે કે સિદ્ધિગમનની પ્રતિ યોગ્ય છે, તેથી તેઓ અહત કહેવાય છે. અહીં વારંવાર ક્રિયાપદ લખ્યું છે, તે પરમાત્માના અતિશયને જણાવવા માટે છે.