SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વ પ્રકરણ ટીકાર્થ :- (૧) અજ્ઞાન=વિપરીત બોધ, (૨) ક્રોધ-કોપ, (૩) મદ-જાતિ, લાભ, કુલ, ઐશ્વર્ય, બલ, રૂપ, તપ, શ્રત - આ આઠ પ્રકારનો છે. (૪) માન-દુરાગ્રહ, (૫) લોભ=ગૃદ્ધિ. અહીં પ્રાણાતિપાતાદિ ચાર પ્રકાર મુખ્યતા વડે જ કહેવાયેલા છે, પરંતુ પરિગ્રહ કહેવાયેલો નથી. તેથી આ પરિગ્રહ ગૃદ્ધિનાં સ્વભાવવાળો હોવાથી અહીં જ જાણી લેવો. (૩) માયા=શઠપણું, (૭) રતિ=ઈષ્ટ એવા શબ્દાદિ વિષયની પ્રાપ્તિમાં મનનો આનંદ, (૮) અરતિ=અનિષ્ટ એવા શબ્દાદિ વિષયની પ્રાપ્તિમાં મનનો ખેદ, (૯) નિદ્રા, (૧૦) શોક, (૧૧) ખોટું વચન, (૧૨) ચોરી, (૧૩) મત્સર બીજાના ગુણોને સહન ન કરવા. એટલે કે બીજાનાં ગુણો પ્રત્યે દ્વેષ કરવો, (૧૪) ભય=આલોક ભય, પરલોક ભય, આદાનભય, અકસ્માતુભય, આજીવિકાભય, મરણભય, અપયશભય - આ સાત પ્રકારનો છે, (૧૫) પ્રાણીવધ=પ્રાણીઓનો મન-વચન અને કાયા વડે નાશ કરવો, (૧૬) પ્રેમ=સ્નેહ અથવા રાગ, (૧૭) કીડા પ્રસંગ=અબ્રહ્મનું સેવન, (૧૮) હાસ્ય=વિસ્મયાદિમાં મુખને વિકસ્વર કરવું, ‘વ' સમુચ્ચય અર્થમાં છે, બાકીનો ગાથાર્થ સ્પષ્ટ છે. “આવા સ્વરૂપવાળા દેવ, તેનાથી વિપરીત તે અદેવ; એ પ્રમાણે નિશ્ચિત મતિથી પ્રાણીઓને દેવાધિદેવનાં નામોને કહે છે.” तस्स पुणो नामाइं, तिनि जहत्थाई समयभणियाइं । अरिहंतो अरहंतो, अरुहंतो भावणीयाई ।।११।। ગાથાર્થ :- દેવાધિદેવનાં ત્રણ નામો શાસ્ત્રમાં કહેલા છે. અરિહંત, અરહંત અને અરુહંત તે ભાવવા યોગ્ય છે. “નામોનું યથાર્થપણું બતાવતા કહે છે ” अट्ठविहं पि य कम्मं, अरिभूयं होइ सव्वजीवाणं । तं कम्ममरिहंता, अरिहंता तेण वुञ्चति ।।१२।। ગાથાર્થ :- આઠ પ્રકારનાં કર્મો જ સર્વ જીવોને શત્રુભૂત છે. તે કર્મરૂપી શત્રુને હણનારા હોવાથી અરિહંત કહેવાય છે. अरहंति वंदणनमंसणाई अरहंति पूयसक्कारं । सिद्धिगमणं च अरहा, अरहंता तेण वुचंति ।।१३।। ગાથાર્થ :- વંદન-નમસ્કારાદિને યોગ્ય છે. પૂજા-સત્કારને યોગ્ય છે અને સિદ્ધિગમનને પણ યોગ્ય છે. આથી પરમાત્માને અરહંત કહેવાય છે. ટીકાર્ય :- વંદન-નમસ્કારને યોગ્ય છે, ત્યાં વંદન સ્તવન, નમસ્કાર=પ્રણામ તથા પૂજા-સત્કારને યોગ્ય છે, ત્યાં પૂજા એટલે વસ્ત્ર, માલાદિ વડે કરાતી પૂજા અને સત્કાર=અભ્યત્થાનાદિ, સિદ્ધિગમનને યોગ્ય - એ પ્રમાણે અહીં પ્રતિ ઉપસર્ગ અધ્યાહારથી લીધો છે. એટલે કે સિદ્ધિગમનની પ્રતિ યોગ્ય છે, તેથી તેઓ અહત કહેવાય છે. અહીં વારંવાર ક્રિયાપદ લખ્યું છે, તે પરમાત્માના અતિશયને જણાવવા માટે છે.
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy