________________
દેવતત્ત્વ
अचंतं दÎमि, बीयंमि न अंकुरो जहा होइ ।
'
दडुंमि कम्मबीए, न रुहइ भवअंकुरो वि तहा ।। १४ ।।
ગાથાર્થ :- અત્યંત બળી ગયેલા બીજથી જેમ અંકુરો ફુટતો નથી, તેમ બળી ગયેલા કર્મરૂપી બીજથી ભવરૂપી અંકુરો પણ ઉગતો નથી.
ટીકાર્થ :- સ્પષ્ટ છે. કેવલ બળી ગયેલા કર્મબીજથી ફરીથી ભવમાં આરોહણ થતું નથી અર્થાત્ ભવમાં ભટકવાનું રહેતું નથી. આથી તે ૫૨માત્માને અરુહંત કહેવાય છે.
“હમણાં આ ભગવાન જ સર્વ પ્રકારે આરાધવા યોગ્ય છે, તેનો ઉપદેશ આપતા કહે છે.”
तं नमह तं पसंसह, तं झायह तस्स सरणमल्लियह ।
माहि कयमुलेण पित्तलं इत्तियं भणिमो ।। १५ ।।
ગાથાર્થ :- તે પરમાત્મને જ નમસ્કાર કરો. તેમની જ પ્રશંસા કરો, તેમનું જ ધ્યાન કરો, તેમનાં જ શરણનો આશ્રય કરો. સુવર્ણના મૂલ્ય વડે કરીને પિત્તળ સમાન અન્યને ન ખરીદો, એ પ્રમાણે અમે કહીએ છીએ.
૨૭
ટીકાર્થ :- તે અરિહંતને અર્હતને અથવા અરુહંતને મસ્તક વડે તમે નમસ્કાર કરો. વચન વડે તેની સ્તુતિ કરો. પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ, રૂપાતીતપણા વડે મનથી તેનું ધ્યાન કરો. ‘તસ્સ’ એ પ્રમાણે ષષ્ઠી વિભક્તિ દ્વિતીયા વિભક્તિના સ્થાને કરેલી છે અને તેથી રાગાદિ વડે ભય પામેલા તમે રક્ષણ કરનાર એવા શરણભૂત તેમનો આશ્રય કરો. વારંવાર તત્ શબ્દનો પ્રયોગ છે એટલે કે આવા પરમાત્માને વિષે જ દેવબુદ્ધિ કરવા યોગ્ય છે એ પ્રમાણે આદર જણાવવા માટે છે. શા માટે આ પ્રમાણે કહેલું છે ? તો કહે છે કે, સુવર્ણના મૂલ્ય વડે તમે પિત્તળને ખરીદો નહીં, એમ અમે કહીએ છીએ. અહીં કહેવાનો ભાવ એમ છે કે, વસ્તુના નામ, વર્ણાદિ સમાન હોવા છતાં પણ બન્નેની વચ્ચે અંતર મહાન છે. તેથી ભ્રમથી સુવર્ણના મૂલ્ય સમાન નમન, પ્રશંસા અને ધ્યાનાદિ વડે પિત્તળ તુલ્ય સરાગી દેવોને આરાધો નહીં. એ પ્રમાણે ઉપદેશ છે તથા કહેલું છે કે –
આકડાનું વૃક્ષ અને સુગંધી વૃક્ષ, પરાક્રમી અને કાયર, રત્નો અને પથ્થર, વળી એરંડ વૃક્ષ અને કલ્પવૃક્ષ બન્નેમાં મોટું અંતર છે. ૧
પંથ સમાન કુપંથો છે, સુવર્ણ સમાન પિત્તળ છે, તેમ ધર્મ સમાન અધર્મ છે,
તેથી મતિનો વિભ્રમ કરવા યોગ્ય નથી. ।।૨। આ પ્રમાણે ગાથાર્થ છે.
તેને નમસ્કાર કરો, એ પ્રમાણે જે કહેવાયું અને તે નમનાદિક ૫૨મપદમાં રહેલા ભગવાનની પ્રતિમાને વિષે જ છે. આલંબન સહિત તે પ્રતિમા મંદિરમાં સ્થાપવા યોગ્ય છે. આ પ્રમાણે તેને બનાવવાના ઉપદેશને કહે છે.
मेरुव्व समुत्तुंगं, हिमगिरिधवलं लसंतधवलधयं ।
भवणं कारेयव्वं, विहिणा सिरिवीयरायस्स ।।१६।।
.
ગાથાર્થ :- મેરુની જેમ ઊંચુ, હિમગિરિની જેમ શ્વેત ચમકતી ધજાવાળું એવું શ્રી વીતરાગ પરમાત્માનું ભવન વિધિ વડે કરાવવું જોઈએ.
ટીકાર્થ : સરળ છે. “વિધિ વડે કરાવવું જોઈએ, એ પ્રમાણે કહેલું છે. આથી હવે વિધિને કહે છે.”