________________
દેવતત્ત્વ
૨૫
રોગરહિત, મલ અને પરસેવા રહિત સુગંધી શરીર, અરિહંતોનું હોય છે. શ્વાસોચ્છવાસ કમળની સુગંધ જેવો, રુધિર અને માંસ શ્વેત , આહાર અને નિહાર ચર્મચક્ષુથી જોઈ ન શકાય તેવા આ ચાર અતિશયો જન્મથી માંડીને હોય છે. યોજન પ્રમાણ ભૂમિમાં અસંખ્ય દેવતાદિ સમાય છે. વાણી યોજન પ્રમાણ સંભળાય તેવી, સાંભળનારને પોતપોતાની ભાષામાં સમજાય તેવી”, પ્રભુના પાછળના ભાગમાં સૂર્યના મંડલને પણ જીતે તેવું ભામંડલ', સવાસો યોજન સુધીમાં મારિ", દુષ્કાળ, કલહ, વૈર, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, રોગ ન થાય. આ અગિયાર વાતિકર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલા અતિશયો છે.
૧ - દુંદુભિ, ૨ - ચામર, ૩ - ત્રણ છત્ર, ૪ - રત્નમય ધ્વજ, ૫ - પાદપીઠ સહિત સિંહાસન, ૩ - આકાશમાં આગળ ચાલતું ધર્મચક્ર, ૭ - સુવર્ણના કમળ પર ચરણને સ્થાપન કરે, ૮ - કાંટા પણ અવળા મુખવાળા થાય, ૯ - ત્રણ ગઢ, ૧૦ - અશોકવૃક્ષ, ૧૧ - ચતુર્મુખ, ૧૨ - વૃક્ષો નમન કરે, ૧૩ - દાઢી, મૂછ, નખો વૃદ્ધિ ન પામે, ૧૪ - પક્ષીઓ પણ પ્રદક્ષિણા આપે, ૧૫ - ઈન્દ્રિયોના વિષયને અનુકૂળ છ ઋતુઓ સમકાળે ફળે, ૧૭ - સુગંધી પાણીની વૃષ્ટિ થાય, ૧૭ - રાત્રિમાં પણ ક્રોડ દેવો પાસે રહે, ૧૮ - પવન અનુકૂળ વાય, ૧૯ - પુષ્પવૃષ્ટિ થાય. આ દેવોએ કરેલા ઓગણીસ અતિશયો છે. આ પ્રમાણે બધા મળીને ચોત્રીસ અતિશયો છે. હવે પ્રાતિહાર્યોનું વર્ણન કરે છે” -
कंकिल्लि कुसुमवुट्ठी, दिव्वज्झुणि चामरासणाई च ।
भावलय भेरिछत्तं, जयंति जिणपाडिहेराइं ।।८।। ગાથાર્થ :- 'અશોકવૃક્ષ, કુસુમવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર, “આસન, ભામંડલ, દુંદુભિ, “છત્ર - જિનેશ્વરનાં આ પ્રાતિહાર્યો જય પામે છે.
ટીકાર્ય - અર્થ સ્પષ્ટ છે. પરંતુ દિવ્યધ્વનિ એટલે મનુષ્ય, દેવ, તિર્યંચો પોતપોતાની ભાષામાં સમજી શકે એવો, યોજન સુધી સંભળાય એવો સ્વામીની દેશનાનો ધ્વનિ, દ્વારપાળ (પ્રતિહાર)નું જે કર્મ તે પ્રાતિહાર્ય. જેમ દ્વારપાળ હંમેશાં રાજાની પાસે હોય, તેમ સમવસરણના અભાવમાં પણ પ્રાતિહાર્યો હંમેશાં પ્રભુની પાસે જ હોય છે. આથી અતિશયોની અંદર કહેલા હોવા છતાં પણ અહીં જુદા કહ્યા છે. અહીં પ્રાકૃત હોવાથી દરેક જગ્યાએ વિભક્તિનો લોપ કરેલો છે. “હમણાં દોઢ ગાથા વડે અઢાર દોષોને કહીને તેનાથી રહિત સ્વામીને બે ગાથા વડે નમસ્કાર કરે છે.”
अन्नाणकोहमयमाणलोहमायारई य अरई य । निद्दासोयअलियवयणचोरियामत्सरभयाई ।।९।। पाणिवहपेमकीडापसंगहासा य जस्स इइ दोसा ।
अट्ठारस वि पणट्ठा, नमामि देवाहिदेवं तं ।।१०।। ગાથાર્થ :- અજ્ઞાન, ક્રોધ, મદ, માન, લોભ, માયા, રતિ, અરતિ, નિદ્રા, શોક, ખોટું વચન, ચોરી, મત્સર, ભય, પ્રાણીવધ, પ્રેમ, અબ્રહ્મનું સેવન, હાસ્ય જેના આ અઢાર દોષ નાશ થઈ ગયેલા છે. તે દેવાધિદેવને હું નમસ્કાર કરું છું.