________________
૨૨
સમ્યક્ત્વ પ્રકરણ
એ પ્રમાણે પોતાના ચિત્ત વડે વિચારીને પુત્ર રાજ્ય માટે સમર્થ હોવા છતાં ઉદાયન રાજાએ ભાણેજ કેશીને રાજ્ય આપ્યું. (૪૪૬) સ્થિતિ પ્રમાણે સામંત, પ્રધાનાદિને સ્થાપીને ત્યારે દારિદ્રનો ઘાત કરનાર મહાદાનને આપીને, વિસ્તૃત એવા સામ્રાજ્યને છોડીને શુદ્ધ બુદ્ધિવાળા ઉદાયન રાજાએ શ્રીવીર પ્રભુના હસ્તકમલ વડે સ્વયં પ્રવ્રજ્યાને ગ્રહણ કરી. (૪૪૭-૪૪૮) શ્રી જિનેન્દ્રની આજ્ઞા વડે સુધર્માસ્વામીની પાસે અંતિમ રાજર્ષિએ બે પ્રકારની શિક્ષાને જલદીથી ગ્રહણ કરી. (૪૪૯) વિશિષ્ટ બુદ્ધિના વૈભવવાળા એવા તે અગિયાર અંગ ભણ્યા અને સૂત્રાર્થ બંનેના જ્ઞાનથી ક્રમ વડે ગીતાર્થ થયા. (૪૫૦) હવે પ્રભુની અનુજ્ઞા વડે એકાકી વિહારને સ્વીકારીને મહા પરાક્રમી તે એકલા પણ (સહાયની અપેક્ષા વિનાના) પૃથ્વીને અલંકૃત કરતા વિહરતા હતા. (૪૫૧) મહાતપસ્વી એવા તે અનેક દુષ્કર તપોને તપતા હતા. દુઃસહ પણ પરિષહરૂપી સેનાને રાજર્ષિ સહન કરતા હતા. (૪૫૨) હવે આ બાજુ ભાણેજને રાજ્ય આપીને ઉદાયન રાજા દીક્ષા ગ્રહણ કરતે છતે પુત્ર અભીચિએ ચિત્તમાં આ પ્રમાણે વિચાર્યું. (૪૫૩) રાજ્યના અધિકારી, રાજ્યમાં સમર્થ, ન્યાયી અને પોતાના પુત્ર એવા પણ મને અયોગ્યની જેમ પિતાએ રાજ્ય ન આપ્યું. (૪૫૪) વળી આ ભાણેજ એવા પણ કેશીને રાજ્ય આપ્યું. તેથી પિતા શું લોકના આચારને પણ જાણતા નથી. (૪૫૫) વિવેકી એવા પણ પિતા વડે જો આવા પ્રકારનું કરાયું તો ઉદાયનનો પુત્ર એવો હું આનો સેવક કેવી રીતે થાઉં ? (૪૫૬) પોતાની પત્નીની જેમ બીજા વડે ભોગવાતી આ રાજ્યલક્ષ્મીને જોવા માટે હું શું શક્તિમાન છું ? (૪૫૭) એ પ્રમાણે વિચારીને અભિમાનરૂપી મહાન ધનવાળો અભીચિ માસીના પુત્ર કુણિક રાજાની પાસે ગયો. (૪૫૮)
એક વખત ઉદાયન રાજર્ષિને વ્યાધિ થયો. તેના વડે કૃશ થતા તે હિમઋતુના સૂર્યની જેમ ક્ષીણ તેજવાળા થયા. (૪૫૯) જેમ શાકિની વડે તેમ અંદર વધતા તે રોગ વડે પીડિત, તપથી કૃશ બનેલા પણ રાજર્ષિ ક્રમથી અત્યંત કુશ બન્યા. (૪૬૦) દેહને વિષે ઉત્પન્ન થયેલા રોગને જાણવા છતાં પણ શરીરને વિષે ગયેલી સ્પૃહાવાળા વૈદ્યને બતાવતા ન હતા અને તે રાજર્ષિ ઔષધને પણ કરતા ન હતા. (૪૬૧) એક દિવસ સ્વયં કોઈપણ વૈઘે તે રોગ સહિતના મુનિને જોઈને કહ્યું. હે ભગવન્ ! શલ્ય સહિતની જેમ તમારો દેહ રોગ સહિત છે. (૪૬૨) મુનિએ કહ્યું, હે મહાભાગ ! અહો, શ૨ી૨માં બીજું શું હોય ? કર્મ સહિતના પ્રાણીઓને ખરેખર શરીર રોગમય જ હોય. (૪૬૩) વૈદ્યે પણ કહ્યું, આ પ્રમાણે છે. પરંતુ વર્તતો આ રોગ ઉપેક્ષા ન કરાય. ખરેખર ઉપેક્ષા કરાયેલો આ વૈરીની જેમ દુઃસાધ્ય અને દેહને હ૨ણ ક૨ના૨ છે. (૪૬૪) દેહ જ મુનિઓને પહેલું ધર્મસાધન છે, અને તમે ધર્મના અર્થી છો, તેથી દેહને નિરોગી કરનાર ઔષધને કરો. (૪૬૫) એ પ્રમાણે અત્યંત સ્વજનની જેમ થઈને તેની વ્યાધિ અને વ્યાધિની ચિકિત્સાને જાણીને મુનિ કહેવાયા. (૪૬૬) અનેક ઊકાળા અને પથ્યભોજનાદિ વડે આ રોગ સર્વથા ઉચ્છેદ કરાય છે. પરંતુ મુમુક્ષુ એવા તમને આ ક૨વું તે યોગ્ય નથી. (૪૬૭) તેથી મુનિને વ્યાધિની વૃદ્ધિને અટકાવવા માટે નિર્વાહ યોગ્ય, નિરવઘ એવું આ દહીં કેવલ ખાવા યોગ્ય છે. (૪૬૮) દહીંના પથ્યને ખાનાર રાજર્ષિએ હવે ગોકુલોમાં વિહાર કર્યો. જેથી ત્યાં દહીં સુપ્રાપ્ય છે, જેમ ખાણમાં ઉત્પન્ન થતી વસ્તુ ખાણમાં સુપ્રાપ્ય છે તેમ. (૪૬૯) એક વખત ઉદાયન રાજર્ષિ વિહાર કરતા વીતભય નગરમાં ગયા. ખરેખર મુનીન્દ્રો સૂર્યની જેમ મહિને-મહિને સંક્રમણ (વિહાર) કરે છે. (૪૭૦) ત્યાં ઉદાયન રાજાએ કરેલો કેશી નામનો રાજા છે. કાષ્ટની અંદર રહેલા કીડાઓ વડે જેમ કાષ્ટને તેમ પ્રધાનો વડે રાજ્ય ગ્રસ્ત કરાયું. (૪૭૧) પ્રધાનોના તે વૃત્તાંતને જાણવા છતાં પણ પોતાના મામાને વિષે અતિ ભક્તિવાળા કેશી મામાએ કરેલા પ્રધાનોને મામાની જેમ જ જોતાં કાંઈ પણ બોલતા નથી. (૪૭૨)