________________
સમ્યકત્વ પ્રકરણ
શું પૌરુષપણું ? (૩૪૦) બળવાન ચોરો વડે પણ ગ્રહણ કરાયેલું મહાબળવાળાઓ પાછુ ખેંચે છે. રાવણ વડે હરણ કરાયેલી સીતાને રામે શું પાછી ન લીધી ? (૩૪૧) એ પ્રમાણે સાંભળીને ક્રોધિત થયેલા તેણે પોતાના મનુષ્યોને કહ્યું, આ દૂતને કાજલ વડે લેપીને ગળામાં પકડીને ખરાબ પુરુષની જેમ બહાર કાઢો. (૩૪૨) તેઓ વડે આ પ્રમાણે સન્માનિત કરાયેલો તે દૂત પોતાના સ્વામીની પાસે ગયો. ઉદાયન પણ તેવા પ્રકારના દૂતને જોઈને પુષ્ટ થયો. (૩૪૩) યુદ્ધની ખણજ રૂપ થઈ છે ભુજાદંડ જેની એવા તેણે ત્યાર પછી અવંતિ રાજાને બોલાવવા માટે જલદીથી યુદ્ધની ભેરી વગડાવી. (૩૪૪)
હાથી, ઘોડા, રથ અને સૈનિકો રૂ૫ ચતુરંગી સેનાવડે યુક્ત, મૂકેલી મર્યાદાવાળો શૂરવીરતારૂપી સમુદ્રવાળો ઉદાયન રાજા ચાલ્યો. (૩૪૫) તે રાજાની સાથે પ્રત્યક્ષ જાણે દિકુપાલ ન હોય તેવા ધારણ કરેલા મુગટવાળા બીજા દશ રાજાઓ ચાલ્યા, (૩૪૬) ત્યારે પ્રાપ્ત થયેલા યૌવનવાળો, પોતાની ગરમી વડે અગ્નિની પણ અવહેલના કરતો ગ્રીષ્નકાલ પ્રગટ થયો. (૩૪૭) જાણે રાજા રૂપી ઉનાળાનાં મહાયોધારૂપી સૂર્ય બાણો રૂપી કિરણો વડે સમસ્ત મનુષ્યોને શત્રુની જેમ હણતો હતો. (૩૪૮) ત્યારે તાપથી જાણે અત્યંત તૃષ્ણાથી વિહ્વલ થયેલો સૂર્ય હજારો કિરણો વડે જલસ્થાનોને પીતો સૂકવતો હતો. (૩૪) પરસેવાથી પલળી ગયેલા સર્વ અંગવાળો ધાતુમય જન ત્યારે ગ્રીષ્મ ઋતુના ધમણથી જાણે જમેલો ન હોય તેમ પ્રવાહી રૂપ જેવો થયો. (૩૫૦) ઉનાળાની ગરમીથી તપી ગયેલી રેતીવાળી, ભ્રષ્ટીભૂત (અગ્નિના ભઠ્ઠારૂ૫) થયેલી પૃથ્વી પણ માર્ગમાં રહેલા પ્રાણીઓને ચણાની જેમ પકવે છે, (૩૫૧) ત્યાં મરૂદેશની અટવીમાં ગયેલું તે ઉદાયનરાજાનું સૈન્ય-મૃગતૃષ્ણા (ઝાંઝવાના જળ) વડે આકર્ષીને વિલનું કરાયું. (૩૫૨) અને સ્કૂલના પામતા, પડતા, આળોટતા એવા સૈનિકો તૃષાની પીડા વડે મૂઢ ચેતનાવાળા જાણે મરવાની ઈચ્છાવાળા થયા (૩૫૩) ત્યારે ઉદાયને તરસ વડે પીડિત સૈન્યને જોઈને જલદીથી કરેલા સંકેતવાળા પ્રભાવતીદેવને યાદ કર્યો. (૩૫૪) સ્મરણ કરવા માત્રથી જ તે દેવ સાધેલા વેતાલની જેમ પ્રાપ્ત થયો અને સ્મરણના કારણને પૂછ્યું, રાજાએ પણ તૃષાની વ્યથાને કહી. (૩૫૫) હવે તે દેવે ક્ષણવારમાં જ સૈન્યની આદિમાં, મધ્યમાં અને
અંતે ત્રણ કુંડને કરીને દિવ્ય પાણી વડે પૂર્યા. (૩૫૩) ત્યારપછી તે પાણી વડે સ્નાનપાનાદિને કરતું તે સઘળું સૈન્ય અમૃત વડે જેમ જીવિત થાય, તેમ ક્ષણવારમાં જાણે જીવિત થયું. (૩૫૭) તે કુંડો ત્રિપુષ્કર એ પ્રમાણે
ખ્યાતિને પામ્યા, તે જ પ્રકારે હજુ પણ પાણીના નિધાનની જેમ તે છે, (૩૫૮) એ પ્રમાણે તે પ્રભાવતીદેવ સૈન્યને શ્રેષ્ઠ આશ્વાસન આપીને રાજાને પૂછીને પોતાના કલ્પમાં (દેવલોકમાં) ગયો. (૩૫૯)
હવે પ્રસરતા અભિમાન વડે દુર્ધર એવા ઉદાયન રાજાએ માર્ગના રાજ્યોને સાધતા માલવદેશને પ્રાપ્ત કર્યો. (૩૦૦) ચતુરંગી સેનાથી પરિવરેલો માલવદેશનો રાજા પણ આવતા એવા તેને સાંભળીને જલદીથી શત્રુની સન્મુખ થયો. (૩૬૧) હવે, પોતપોતાના સ્વામીના વિજયની ઈચ્છાવાળા તે બંનેના પણ સૈન્યો ક્રોધના ઉત્કર્ષવાળા યુદ્ધમેદાનમાં સામસામા થયા (મળ્યા). (૩૬૨) ત્યાં ધનુષ્યની દોરીના અવાજ વડે પુષ્ટ રણના વાજિંત્રનો અવાજ જાણે શબ્દ અદ્વૈત મતને સ્થાપતો હતો. (૩૬૩) બાણો વડે કરાયેલા યુદ્ધમાં પ્રવૃત્ત થયેલા ભટો વડે પોતાના સ્વામીના યુદ્ધમાં જયરૂપી લક્ષ્મીના વિવાહ માટે બાણોનો મંડપ કર્યો. (૩૬૪) બીજા કેટલાક વૈરીરૂપી હાથીના કુંભસ્થળને ભેદીને જયરૂપી લક્ષ્મીના આભરણ કરવા માટે જાણે મુક્તાફલના ઢગલાઓને ખેંચતા હતા (૩૬૫) અને કેટલાક દોલાયમાન જયલક્ષ્મીને વશ કરવા માટે શત્રુને ઉખેડવા હાકોટાઓ વડે જાણે મંત્રજાપને કરતા હતા. (૩૯૭) એ પ્રમાણે યુદ્ધ વધતે છતે અનેક મનુષ્યના ક્ષયને