________________
નમસ્કાર છે, તે આ ગ્રંથને સ્વીકાર કરે, પછી તેમાં કાંઈ કોલું ઘેલું લખ્યું હશે તે પણ સ્વીકારને કારણે પસાર થઈ જશે. સજજનેએ તેને સ્વીકાર કરવાની વાત તેટલા માટે મહત્ત્વની છે.
યત્કિંચિદપિ પ્રકાશતાં–જરા જેટલી, સાર વગરની વસ્તુ હશે તે પણ. ભલે વાત બરાબર છણાયેલી ન હોય કે સામાન્ય બાબત હોય, પણ જે સજજન પુરુષે તેને સ્વીકાર કરશે તે તે પ્રસિદ્ધિને પાત્ર થશે. તેથી સજજનેને મારી વિજ્ઞપ્તિ છે કે, તેઓએ આ જેવી તેવી રીતે લખાયેલું પુસ્તક સ્વીકારી લેવું, તેમ કરીને તેની મહત્તા વધારવી. આટલી મારી સજજનેને પ્રાર્થના છે, અને તેના સમર્થનમાં એક લેકપ્રસિદ્ધ દાખલે આપે છે.
મલિને હરિણમેલે ઘેલે હરણું પ્રાચીન કાળમાં એવી માન્યતા હતી કે ચંદ્રમાં હરણ છે; અત્યારના વૈજ્ઞાનિકે એને પર્વતની હારમાળા કહે છે. આપણે આ પ્રાચીન માન્યતાને દૃષ્ટાંત તરીકે સમજવા યત્ન કરીએ.
પૂર્ણ ચંદ્રસ્થા—પૂનમને દિવસે આખી રાત પૂર્ણચંદ્ર જાગે, તેમાં રહેલ મલિન હરણિયું પણ પ્રકાશ પામે છે, તેવી રીતે જે સન્મનુષ્ય આ ગ્રંથને સ્વીકાર કરે, તે તે પણ પ્રસિદ્ધિને પામે, એટલા માટે તેમના સ્વીકાર માટે હું પ્રાર્થના કરું છું. સજજન પુરુષના આ ગ્રંથના સારી રીતે સ્વીકારવાથી મારી મહેનત લેખે લાગશે. તેથી, તેઓના સ્વભાવ અનુસાર, તેઓ આ પુસ્તકને સ્વીકાર કરે એમ હું (ઉમાસ્વાતિ) પ્રાર્થના કરું છું. તે જે સજજન પુરુષે આ ગ્રંથને પકડી લેશે, તે તેની મહત્તા થશે. મારી વિજ્ઞપ્તિ તે એક જ છે કે આપ સજ્જન પુરુષે આ ગ્રંથને સ્વીકાર કરે, પછી બધા સારા વાન થઈ રહેશે, કારણ કે મને સજન પુરુષની સજજનતાની ખાતરી છે. માટે મારી વિજ્ઞપ્તિ આપ માને. ચંદ્રમાં પર્વત, ડુંગર કે જંગલ છે કે હરણિયું છે, તેની આ ચર્ચા કરવાનું સ્થાન નથી. અહીં તે પ્રાચીન માન્યતા ઉપર રૂપક આપવામાં આવે છે. (૧૦) બાળકનું કાલું વચન
बालस्य यथा वचनं काहलमपि शोभते पितृसकाशे।
तद्वत् सज्जनमध्ये प्रलपितमपि सिद्धिमुपयाति ॥११॥ અર્થ–બચ્ચાઓનું વચન કાલુંઘેલું હોય તે માબાપની પાસે જેમ શોભાને પામે છે. તે પ્રમાણે સજજન પુરુષમાં અર્થ વગરની બેલાયેલી વાત પણ ખ્યાતિ પામે છે. (૧૧)
વિવેચન-સજનની પાસે આ ગ્રંથને સ્વીકાર કરાવવામાં શું લાભ છે, તેની તે જ વાત બીજા દાખલાથી સિદ્ધ કરે છે. મતલબ, સજજનને પ્રાર્થના અને તે માટેની ગ્રંથકર્તાની વિજ્ઞપ્તિ આ ગાથામાં પણ ચાલુ જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org