________________
પ્રશમરતિ વિવેચન સહિત - દોષમલિન–દોષથી મલિન થયેલી વસ્તુ, સદેષ વસ્તુ સજ્જન માણસે તે સદેષ વસ્તુમાંથી પણ રહસ્ય-સારતત્ત્વ ગ્રહણ કરે છે. ખરાબમાંથી પણ સાર શેધે એવી સજજનની રીત હોય છે. રસ્તે મરેલા કૂતરું જોયું તે, કૃણે તેના મૃત શરીર પર મુખ ન મચકડ્યું, પણ તેની સરસ દૂતપંક્તિનાં વખાણ કર્યા “અહો ! આની દાંતની હાર કેવી સુંદર છે?” એમ મડદામાંથી પણ કૃષ્ણ સાર શોધી કાઢ્યો.
સારગ્રહણ–દોષવાળી વસ્તુમાંથી પણ સાર કે તત્વ ગ્રહણ કરવામાં તેઓ ઘણું કાબેલ હોય છે.
કુદરતી રીતે સારી બુદ્ધિ હોય કે ગમે તેવું બોલનાર હોય તે પણ તેઓ ખરાબમાંથી સારી વાતને ગ્રહણ કરે, એ જ આ પુસ્તક લખવાનું નિમિત્ત છે. મારે કઈ નામપ્રસિદ્ધિ મેળવવી નથી. પણ મારી સજન માણસેને વિજ્ઞપ્તિ છે કે, તેમણે આવા સાધારણ ગ્રંથમાંથી પણ, તેઓના સ્વભાવ પ્રમાણે, સાર ગ્રહણ કરે; એમ કરવું એ એમને સ્વભાવ છે, અને મારી વિનંતી છે કે, તેઓએ પિતાની દક્ષતાને આ ઉપગ કરે. આ રીતે, નિમિત્ત કારણું બતાવવા દ્વારા પણ, ગ્રંથકર્તાએ (ઉમાસ્વાતિ વાચકે પિતાની નમ્રતા બતાવી છે. આવી રીતે નમ્રતા બતાવવી એ સાધારણ વાત નથી. માણસ કે લેખક પિતાનાં ગુણગાન અને પ્રશંસા કરવા લલચાઈ જાય છે, તેને બદલે આ ગ્રંથના લેખકે બીજી જ નીતિ સ્વીકારી છે, એ અત્યંત આનંદપ્રદ છે. (૯) સજજન-સ્વીકાર એટલે જ પ્રકાશ–
सद्भिः सुपरिगृहीतं यत्किञ्चिदपि प्रकाशतां याति ।
मलिनोऽपि यथा हरिणः प्रकाशते पूर्णचन्द्रस्थः ॥१०॥ - અથ–સારા માણસો (સજીને)એ સારી રીતે સ્વીકારેલ હોય, તે ગમે તેવું હોય તે પણ, તે જાહેરાતમાં જરૂર આવે છે, દાખલા તરીકે હરણિયું મેલુંઘેલું હોય, પણ પૂરેપૂરા ચંદ્રમાં રહેલું હોય તે જેમ પ્રકાશ-જાહેરાત પામે છે, શોભે છે તેમ. (૧૦) - વિવરણ–પિતાનું પુસ્તક સજ્જને સ્વીકારે તે વધારે સારું, એ જે ચાલુ માગણી કર્તાની છે, તેના સમર્થનમાં વાત કરે છે.
સુપરિગ્રહિત–સારી રીતે સ્વીકારેલું. સજ્જનની પાસે પિતાને ગ્રંથ પસાર કરાવવા આટલી વિજ્ઞપ્તિ કરે છે. તે સહેતુક છે. એને દાખલ પણ અત્ર આવે છે. ગ્રંથ સારો હોવો જોઈએ. અને સજજનેએ તેને સારા ગ્રંથ તરીકે ખૂબ સ્વીકાર કર્યો હોય તે, જેવી તેવી ગાંડીઘેલી વાત હોય તે પણ, અન્ય તેને સ્વીકાર કરે છે અને પુસ્તકની જાહેરાત થાય છે. વાત એ છે કે, વાત ગમે તેવી ગ્રંથમાં લખેલ હોય, તેના પર આધાર નથી, પણ સજજન સંત પુરુષોએ તેને સારી રીતે અંગીકાર કરવો જોઈએ. તમે સજજન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org