________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૧-૨ ટીકાર્થ :
રેશે ...૩ખ્યતે, નાભિચક્ર અને નાસાગ્રાદિ દેશમાં ચિત્તનો બંધ=વિષયાંતરના પરિહારપૂર્વક જે સ્થિરીકરણ, તે ચિત્તની ધારણા કહેવાય છે.
મયમર્થ: - આ અર્થ છે – મૈચાર્િ .... #ર્તવ્યપતિ મૈત્રાદિ દ્વારા ચિત્તના પરિકર્મથી વાસિત એવા અંત:કરણવાળા, યમ અને નિયમવાળા, જીતી લીધેલ આસનવાળા, ત્યાગ કરાયેલ પ્રાણના વિક્ષેપવાળા, પ્રત્યાહત ઇન્દ્રિયોના સમૂહવાળા સ્પર્ધાદિ ઇન્દ્રિયોના વિષયોથી ઇન્દ્રિયોના સમૂહને પાછી ખેંચનારી અવસ્થાવાળા, નિબંધ પ્રદેશમાં સરળ કાયાવાળા, જીતી લીધેલ કંઠવાળા એવા યોગી વડે નાસાના અગ્રભાગાદિમાં સંપ્રજ્ઞાતસમાધિના અભ્યાસ માટે ચિત્તનું સ્થિરીકરણ કરવું જોઈએ. તિ શબ્દ સૂત્રના કથનની સમાપ્તિસૂચક છે. ll૩-૧||
ભાવાર્થ :
(૬) પાતંજલમતાનુસાર અષ્ટાંગયોગમાં છઠ્ઠા યોગાંગરૂપ ધારણાનું સ્વરૂપ :
જે યોગીઓ યોગમાર્ગમાં પ્રવેશ કરવા અર્થે ચિત્તને મૈયાદિ ભાવોથી પરિકર્ષિત કરે છે, તેથી સર્વ જીવો સાથે તેમનું ચિત્ત ઉચિત પ્રવૃત્તિ કરનારું બને છે, યમ અને નિયમોનું સેવન કરીને યોગની પ્રાથમિક ભૂમિકાવાળું બને છે, પદ્માસનાદિ આસનમાં બેસીને સ્થિરપ્રકૃતિવાળા બને છે, પ્રાણાયામનો અભ્યાસ કરીને પ્રાણના વિક્ષેપનો પરિહાર કરનારા બને છે અને ઇન્દ્રિયોના પ્રત્યાહારરૂપ યોગાંગના સેવનથી પોતાની ઇન્દ્રિયોને વશ કરનારા બને છે તેવા યોગીઓ બાધા વગરના પ્રદેશમાં બેસીને, કાયાને શિથિલ કરીને, રાગ-દ્વેષ, રતિ-અરતિરૂપ કંદોને જીતીને સંપ્રજ્ઞાતસમાધિનો અભ્યાસ કરવા માટે યત્ન કરે છે તેવા યોગીઓ ચિત્તને નાસિકાના અગ્રભાગમાં કે નાભિચક્રમાં કે અન્ય કોઈ ઉચિત સ્થાને સ્થિર કરે છે તે ચિત્તનો એક દેશમાં સ્થિરીકરણરૂપ બંધ છે તે ધારણા નામનું છઠું યોગાંગ છે. ll૩-૧ી.
અવતરણિકા :
धारणामभिधाय ध्यानमभिधातुमाह - અવતરણિકાર્ય :
ધારણાને કહીને ધ્યાનને કહેવા માટે પતંજલિઋષિ કહે છે –
સૂત્ર :
तत्र प्रत्ययैकतानता ध्यानम् ॥३-२॥