________________
૧૧૨
પાતંજલયોગસૂત્ર ભાગ-૨
કૈવલ્યપાદ | સૂત્ર-૩
પરિણામ પ્રાપ્ત થયો તેમ કહી શકાય, પરંતુ પૂર્વમાં બંધાયેલી સારી જાતિનું પ્રતિબંધક એવી આ ભવની ખરાબ જાતિ આદિ દૂર થવાથી સારી જાતિની પ્રકૃતિઓનું કે પૂર્વમાં બંધાયેલી ખરાબ જાતિનું પ્રતિબંધક એવી સારી જાતિ આદિ દૂર થવાથી ખરાબ જાતિની પ્રકૃતિઓનું આપૂરણ થાય છે તેમ કઈ રીતે કહી શકાય ? તેથી કહે છે .
=
સૂત્ર :
निमित्तमप्रयोजकं प्रकृतीनां वरणभेदस्तु ततः क्षेत्रिकवत् ॥४-३॥
સૂત્રાર્થ :
નિમિત્ત=ધર્માદિ, તે પ્રકૃતિના તે તે પ્રકૃતિના અર્થાતર પરિણામમાં, અપ્રયોજક છે. વળી તેનાથી=ધર્માદિ નિમિત્તથી, ક્ષેત્રિકથી જેમ વરણભેદ છે. II૪-૩||
ટીકા :
'निमित्तमिति' - निमित्तं=धर्मादि तत्प्रकृतीनामर्थान्तरपरिणामे न प्रयोजकम्, न हि कार्येण कारणं प्रवर्तते, कुत्र तर्हि तस्य धर्मादेर्व्यापार इत्याह- वरणभेदस्तु ततः क्षेत्रिकवत् । ततस्तस्मादनुष्ठीयमानाद्धर्माद्वरणमावारकमधर्मादि तस्यैव विरोधित्वाद्भेदः क्षयः क्रियते, तस्मिन् प्रतिबन्धके क्षीणे प्रकृतयः स्वयमभिमतकार्याय प्रभवन्ति । दृष्टान्तमाह- क्षेत्रिकवत्, यथा क्षेत्रिक: कृषीवलः केदारात् केदारान्तरं जलं निनीषुर्जलप्रतिबन्धकवरणभेदमात्रं करोति, तस्मिन् भिन्ने जलं स्वयमेव प्रसरद्रूपं परिणामं गृह्णाति न तु जलप्रसरणे तस्य कश्चित् प्रयत्न एवं धर्मादेर्बोद्धव्यम् ॥४-३ ॥
ટીકાર્ય :
निमित्तं પ્રયોજ્ઞમ્ । નિમિત્ત-ધર્માદિ, તે પ્રકૃતિના અર્થાતરના પરિણામમાં અર્થાત્ પૂર્વમાં બંધાયેલ મનુષ્યાદિભવની પ્રકૃતિના દેવભવયોગ્ય ફળ આપવા રૂપ અર્થાતર પરિણામમાં પ્રયોજક નથી.
*****
નિમિત્ત એવા ધર્માદિ મનુષ્યાદિ ભવની પ્રકૃતિનાં દેવાદિભવરૂપ અર્થાતરના પરિણામમાં કેમ પ્રયોજક નથી. તે સ્પષ્ટ કરતાં કહે છે
―
न हि પ્રવર્તતે, કાર્યથી=પૂર્વભવમાં બંધાયેલા કર્મના કાર્યરૂપ ધર્માદિથી, કારણ પ્રવર્તતું નથી=મનુષ્યાદિ ભવને અનુરૂપ પ્રકૃતિ અર્થાંતર પરિણામ પામે એ રીતે કારણ પ્રવર્તતું નથી, માટે ધર્માદિ તે પ્રકૃતિનાં અર્થાતર પરિણામમાં પ્રયોજક નથી એમ અન્વય છે.
*****
*****
कुत्र • કૃત્યારૢ -- તો તે ધર્માદિનો શેમાં વ્યાપાર છે ? અર્થાત્ નંદીશ્વરાદિએ કરેલા ધર્માદિનો વ્યાપાર તે પ્રકૃતિના અર્થાતરપરિણામમાં નથી તો તે ધર્માદિનો વ્યાપાર શેમાં છે ? તેથી હે છે –