________________
૧૬૩
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૨૧ સૂત્રાર્થ :
અપ્રતિસંક્રમવાળી ચિતિથી તદાકારની પ્રાપ્તિ થયે છતે બુદ્ધિને ચેતનાના આકારની પ્રાપ્તિ થયે છતે અર્થાત બુદ્ધિ ચેતના જેવી થયે છતે, સ્વને પુરુષને, બુદ્ધિનું સંવેદન થાય છે. II૪-૨૧II ટીકા :
'चितेरिति'-पुरुषश्चिद्रूपत्वाच्चितिः साऽप्रतिसङ्क्रमा न विद्यते प्रतिसङ्क्रमोऽन्यत्र गमनं यस्याः सा तथोक्ता, अन्येनासङ्कीर्णेति यावत् । यथा गुणा अङ्गाङ्गिभावलक्षणे परिणामेऽङ्गिनं गुणं(गुणिनं?) सङ्क्रामन्ति तद्रूपतामिवाऽऽपद्यन्ते, यथा वाऽलोकेपरमाणवः प्रसरन्तो विषयमारूपयन्ति नैवं चितिशक्तिस्तस्याः सर्वदैकरूपतया स्वप्रतिष्ठितत्वेन व्यवस्थितत्वात्, अतस्तत्सन्निधाने यदा बुद्धिस्तदाकारतामापद्यते चेतनेवोपजायते, बुद्धिवृत्तिप्रतिसङ्क्रान्ता च यदा चिच्छक्तिर्बुद्धिवृत्तिविशिष्टतया संवेद्यते तदा बुद्धेः स्वस्याऽऽत्मनो वेदनं भवतीत्यर्थः ॥४-२१॥ ટીકાર્થ:
પુરુષ: યાવત્ ા પુરષ ચિદ્રપ હોવાથી ચિતિ છે અને પુરુષરૂપ ચિતિ અપ્રતિસંદ છે અન્યત્ર ગમનરૂપ પ્રતિસંક્રમ જેને વિદ્યમાન નથી તે તેવી કહેવાય છે અર્થાત્ અપ્રતિસંક્રમા કહેવાય છે-અન્ય દ્વારા અસંકીર્ણ કહેવાય છે.
કેવા પ્રકારની ચિતિ અપ્રતિસંક્રમ કહેવાય છે તે સ્પષ્ટ કરે છે –
યથી .... નાવતીર્થ: // જે પ્રમાણે ગુણો અંગ-અંગીભાવસ્વરૂપ પરિણામમાં અંગી એવા ગુણિને સંક્રમણ કરે છે તદ્રુપતાની જેમ અર્થાત્ અંગીના સ્વરૂપની જેમ પ્રાપ્ત થાય છે, અથવા જે પ્રમાણે આલોક્ના પરમાણુઓ પ્રસરણ પામતાં વિષયને વ્યાપ્ત થાય છે એ પ્રમાણે અર્થાત્ ગુણો જેમ અંગીભાવરૂપે થાય છે અને પ્રકાશના પરમાણુ જે રીતે વિષયોને વ્યાપ્ત થાય છે એ પ્રમાણે, ચિતિશક્તિ વિષયોને વ્યાપ્ત થતી નથી; કેમ કે તેનું ચિતિશક્તિનું, સર્વદા એકરૂપપણાથી સ્વપ્રતિષ્ઠિતપણારૂપે વ્યવસ્થિતપણું છે. આથી તેના સંનિધાનમાં ચિતિશક્તિના સંનિધાનમાં, જ્યારે બુદ્ધિ તદાકારપણાને પ્રાપ્ત કરે છે=બુદ્ધિ ચેતના જેવી થાય છે, અને જ્યારે બુદ્ધિની વૃત્તિમાં પ્રતિસંક્રાંત થયેલ ચિતિશક્તિ બુદ્ધિની વૃત્તિના વિશિષ્ટપણાથી સંવેદન પામે છે ત્યારે સ્વને પુરુષને, બુદ્ધિનું વેદના થાય છે. l/૪-૨૧TI. ભાવાર્થ : પાતંજલમતાનુસાર પરપ્રકાશક એવી બુદ્ધિ દષ્ટા એવા પુરુષથી પ્રકાશ્ય હોવાથી બાહ્ય વિષયોના બોધની પ્રાપ્તિ :
પાતંજલમત પ્રમાણે પુરુષરૂપ ચિતિશક્તિ છે, અને આ ચિતિશક્તિ પરિણામ-પરિણામીભાવ દ્વારા