________________
૧૦૨
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૨૨ શંકાકાર પ્રતિબિંબના સ્વરૂપને જાણતો નથી તેથી આ પ્રમાણે કહે છે. કેમ શંકાકાર પ્રતિબિંબના સ્વરૂપને જાણતો નથી ? તેથી પ્રતિબિંબનો અર્થ સ્પષ્ટ કરે છે – પ્રતિબિંબનો અર્થ :
જે બુદ્ધિમાં અભિવ્યંગ્ય ચિશક્તિ છે તે પુરુષના સાંનિધ્યથી અભિવ્યક્ત થાય છે અને તે અભિવ્યંગ્ય ચિતશક્તિની અભિવ્યક્તિ જ પ્રતિબિંબ શબ્દથી કહેવાય છે અર્થાત્ પુરુષગત ચિશક્તિ છે, તેવી જ છાયા આવિર્ભાવ પામે છે, તેથી જેમ મલિન એવું મુખ નિર્મળ એવા દર્પણમાં મલિનરૂપે આવિર્ભાવ પામી શકે છે, તેમ જેવી પુરુષની નિર્મળતર ચિછાયા છે તેવી જ નિર્મળતર ચિછાયા બુદ્ધિમાં આવિર્ભાવ પામી શકે છે. નિર્મળપણાથી અપકૃષ્ટ એવા જલાદિમાં સૂર્ય આદિ પ્રતિબિંબ પામે છે તેની જેમ પુરુષથી અનિર્મળ એવી બુદ્ધિમાં પુરુષનો પ્રતિસંક્રમ :
વળી શંકાકારે કહેવું કે પુરુષ અત્યંત નિર્મળ છે, તેનાથી બુદ્ધિ અપકૃષ્ટ નિર્મળ છે, તેથી અપકૃષ્ટ નિર્મળ એવી બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ કઈ રીતે પડી શકે ? તે કથન પણ સંગત નથી; કેમ કે સૂર્ય વગેરે અતિનિર્મળ છે અને જલાદિ અપકૃષ્ટ નિર્મળ છે, છતાં જલાદિમાં અતિનિર્મળ એવા સૂર્યાદિનો પ્રતિસંક્રમ થાય છે, તેમ બુદ્ધિમાં પણ પુરુષનો પ્રતિસંક્રમ સ્વીકારી શકાય છે. વ્યાપક એવા આકાશની દર્પણ આદિમાં પ્રતિસંક્રાંતિની જેમ બુદ્ધિમાં પુરુષના પ્રતિબિંબદર્શનની સંગતિ :
વળી પૂર્વપક્ષીએ કહેલ કે દર્પણમાં નિયતપરિણામવાળી વસ્તુનું પ્રતિબિંબ થઈ શકે પરંતુ વિશાળ એવું નગરાદિનું પ્રતિબિંબ થઈ શકે નહીં તે કથન અસંગત છે; કેમ કે ઉપરમાં દેખાતું આકાશ ઘણું વિશાળ છે, છતાં દર્પણમાં તેનું પ્રતિબિંબ પડે છે તેમ વ્યાપક પણ આત્માનું બુદ્ધિમાં પ્રતિબિંબ પડે છે માટે બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ સ્વીકારવામાં કોઈ અસંગતિ નથી. આ પ્રકારનો ટીકાકારનો આશય છે. ટીકાઃ
ननु सात्त्विकपरिणामरूपे बुद्धिसत्त्वे पुरुषसन्निधानादभिव्यङ्ग्यायाश्चिच्छक्तेर्बाह्याकारसङ्क्रान्तौ पुरुषस्य सुखदुःखरूपो भोग इत्युक्तं तदनुपपन्नम्, तदेव चित्तसत्त्वं प्रकृतावपरिणतायां कथं सम्भवति किमर्थश्च तस्याः परिणामः । अथोच्येत-पुरुषस्यार्थोपभोगसम्पादनं तया कर्तव्यम्, अतः पुरुषार्थकर्तव्यतया तस्या युक्त एव परिणामः, तच्चानुपपन्नं, पुरुषार्थकर्तव्यताया एवानुपपत्तेः, पुरुषार्थो मया कर्तव्य इत्येवंविधोऽध्यवसायः, पुरुषार्थकर्तव्यतोच्यते जडायाश्च प्रकृतेः कथं प्रथममेवैवंविधोऽध्यवसायः, अस्ति चेदध्यवसायः कथं जडत्वम्, अत्रोच्यते, अनुलोमप्रतिलोमलक्षणपरिणामद्वये सहजं