________________
૨૨૩
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૩૩ આત્મત્વજાતિનો યોગ આકાશાદિ સર્વને થઈ શકતો હોવાથી આત્માનું સર્વ જાતિઓથી વિલક્ષણપણું અને તે વિલક્ષણપણું તે અધિષ્ઠાતૃપણુંઃ
નૈયાયિકનું આ કથન બરાબર નથી; કેમ કે આત્મત્વજાતિનો યોગ આકાશાદિ બધાને થઈ શકે છે, આથી સર્વ જાતિઓથી વિલક્ષણપણું આત્માનું અવશ્ય સ્વીકારવું જોઈએ અને તે વિલક્ષણપણું અધિષ્ઠાતૃપણું છે.
સાંખ્યદર્શનકારનો આશય એ છે કે આત્મત્વજાતિનો યોગ આત્મામાં સમવાયસંબંધથી થાય છે અને આત્મત્વજાતિ નિત્ય છે, તે રીતે ઘટમાં ઘટત્વજાતિનો પણ યોગ સમવાયસંબંધથી થાય છે અને ઘટત્વજાતિ નિત્ય છે તેમ તૈયાયિકો માને છે અને જયારે ઘટ ઉત્પન્ન થાય છે ત્યારે સમવાયસંબંધથી ઘટત્વજાતિનો યોગ થાય છે. વળી ઘટત્વજાતિ કે આત્મત્વજાતિ વગેરે સર્વ જાતિ સર્વવ્યાપી છે, તેથી જયાં જયાં ઘટ ઉત્પન્ન થાય છે તે ઘટમાં ઘટવજાતિ સમવાયસંબંધથી સંબંધિત થાય છે અને આ ઘટવજાતિ ભૂતકાળના ઘટમાં હતી અને ભવિષ્યમાં થનારા ઘટમાં પણ સંબંધિત થશે માટે નિત્ય છે આ પ્રકારે તૈયાયિકો માને છે, તેથી સાંખ્યદર્શનકાર તેને કહે છે –
જેમ આત્મત્વજાતિનો આત્મા સાથે સમવાય સંબંધથી યોગ થયો તેમ આકાશાદિ સાથે પણ આત્મત્વજાતિનો સંબંધ થઈ શકે છે; કેમ કે જેમ આકાશ નિત્ય અને વ્યાપક છે તેમ આત્મત્વજાતિ પણ નિત્ય અને વ્યાપક છે, તેથી જેમ આત્માની સાથે આત્મત્વજાતિનો સંબંધ થાય છે તેમ આકાશાદિની સાથે પણ આત્મત્વજાતિનો સંબંધ થવામાં કોઈ બાધક નથી; કેમ કે સમવાયસંબંધ સર્વત્ર વિદ્યમાન છે, તેથી તે સમવાયસંબંધ જેમ આત્મામાં આત્મત્વજાતિનો યોગ કરે છે, તેમ આકાશાદિમાં પણ આત્મત્વજાતિનો યોગ કરાવી શકે છે, આથી આત્મત્વ, ઘટત્વ આદિ સર્વ જાતિઓથી આત્માનું વિલક્ષણપણું નૈયાયિકે સ્વીકારવું જોઈએ, અને આત્માનું તે વિલક્ષણપણું આત્માનું અધિષ્ઠાતૃપણું છે અર્થાત્ જેમ જલમાં ચંદ્રનું પ્રતિબિંબ પડે છે, તેથી જલમાં ચંદ્રનું અધિષ્ઠાન થાય છે, તેમ આત્માનું બુદ્ધિમાં પ્રતિબિંબ પડે છે, તેથી બુદ્ધિમાં આત્માનું અધિષ્ઠાન થાય છે અને તેવું અધિષ્ઠાતૃપણું આત્મામાં છે તેમ માનવું જોઈએ અને તે અધિષ્ઠાતૃપણું આત્મામાં ચિતૂપપણાથી ઘટે છે અન્યથા ઘટતું નથી; કેમ કે પ્રકૃતિ જડ છે અને તેમાંથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ પણ જડ થાય, તેમાં ચૈતન્ય આવે નહીં અને બુદ્ધિમાં ચૈતન્ય દેખાય છે, તેથી માનવું પડે કે બુદ્ધિમાં પ્રતિબિંબરૂપે અધિષ્ઠાતા એવો આત્મા ચિટૂપ છે અને આ ચિતૂપને કારણે જ નિત્યત્વ, વ્યાપકત્વ આદિ ગુણવાળો આત્મા આકાશાદિથી વિલક્ષણ છે તેમ સિદ્ધ થાય છે.
સાંખ્યદર્શનકાર મીમાંસકમતનો પણ વિમર્શ કરીને મીમાંસકોએ પણ આત્માને ચિતૂપ જ સ્વીકારવો જોઈએ તે બતાવવા અર્થે કહે છે – ટીકા :
यैरपि मीमांसकैः कर्मकर्तृरूप आत्माऽङ्गीक्रियते तेषामपि न युक्तः पक्षः । तथाहिअहम्प्रत्ययग्राह्य आत्मेति तेषां प्रतिज्ञा, अहम्प्रत्यये च कर्तृत्वं कर्मत्वं चाऽऽत्मन एव, न