________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૩૩ | ઉપસંહાર
૨૩૫ કાંઈ કરે છે તે સર્વ ભોગો બુદ્ધિમાં અધિષ્ઠાતા એવા આત્માને પ્રાપ્ત થાય છે અને ચેતનાથી અધિષ્ઠિત એવી જે બુદ્ધિ છે તે જ સકલ વ્યાપાર યોગ્ય છે, તેથી સંસારઅવસ્થામાં જે કાંઈ આત્માની પ્રવૃત્તિ દેખાય છે, તે સર્વ બુદ્ધિનો વ્યાપાર છે અને આ પ્રકારે પદાર્થ સિદ્ધ થાય છે તેથી યોગી જયારે સાધના કરીને કેવલપણાને પામે છે ત્યારે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ આદિ તત્ત્વો પ્રતિલોમ પરિણામથી પ્રકૃતિમાં વિલય પામે છે, તેથી પ્રકૃતિરૂપ પ્રધાન કૃતકૃત્ય બને છે અર્થાત્ પ્રકૃતિનું જે કૃત્ય હતું કે પુરુષના ભોગસંપાદન માટે અને અપવર્ગસંપાદન માટે યત્ન કરવો જોઈએ તે કૃત્ય પ્રકૃતિએ કરી લીધું, તેથી પ્રકૃતિરૂપ પ્રધાન કૃતકૃત્ય બને છે અર્થાત્ પ્રકૃતિનું જે પ્રયોજન હતું કે પુરુષના ભોગસંપાદન માટે અને અપવર્ગસંપાદન માટે યત્ન કરવો જોઈએ તે કૃત્ય પ્રકૃતિએ કરી લીધું, તેથી પ્રકૃતિ કૃતકૃત્ય થઈ અને પ્રકૃતિ કૃતકૃત્ય થવાના કારણે પ્રકૃતિનો પુરુષ માટે ભોગસંપાદનનો વ્યાપાર કે અપવર્ગ સંપાદનનો વ્યાપાર નિવૃત્ત થાય છે, જે આત્માનું કૈવલ્યસ્વરૂપ છે તે અમારા વડે પાતંજલદર્શનકાર વડે, કહેવાયું, તેવા કૈવલ્યસ્વરૂપને છોડીને અન્ય દર્શનોમાં પણ અન્ય પ્રકારનું આત્માનું કૈવલ્ય સ્વીકારવું સંગત નથી, તેથી આ જ પાતંજલદર્શનકાર વડે યુક્ત કહેવાયું છે કે સંસારઅવસ્થામાં આત્માનું બુદ્ધિમાં પ્રતિબિંબ પડતું હોવાના કારણ વૃત્તિનું સારુપ્ય હતું અને જ્યારે આત્માનો મોક્ષ થાય છે ત્યારે તે વૃત્તિના સારુણ્યનો પરિહાર થાય છે અને ચિતિશક્તિ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠા પામે છે=રહે છે, તે જ પુરુષનું કૈવલ્ય છે. ll૪-૩૩
કેવલ્યપાદનો ઉપસંહાર કરતાં પ્રથમ સૂત્રથી માંડીને અત્યાર સુધીના કથનનું એકવાક્યતાથી યોજન કરતાં કહે છે – ટીકા :
तदेवं सिद्ध्यन्तरेभ्यो विलक्षणां सर्वसिद्धिमूलभूतां समाधिसिद्धिमभिधाय जात्यन्तरपरिणामलक्षणस्य च सिद्धिविशेषस्य प्रकृत्यापूरणमेव कारणमित्युपपाद्य धर्मादीनां प्रतिबन्धकनिवृत्तिमात्र एव सामर्थ्यमिति प्रदर्श्य निर्माणचित्तानामस्मितामात्रादुद्भव इत्युक्त्वा तेषां च योगिचित्तमेवाधिष्ठापकमिति प्रदर्श्य योगचित्तस्य चित्तान्तरवैलक्षण्यमभिधाय तत्कर्मणामलौकिकत्वं चोपपाद्य विपाकानुगुणानां च वासनानामभिव्यक्तिसामर्थ्य कार्यकारणयोश्चैक्यप्रतिपादनेन व्यवहितानामपि वासनानामानन्तर्यमुपपाद्य[आशिषः नित्यत्वात् तासामनादित्वमुपपाद्य] तासामानन्त्येऽपि हेतुफलादिद्वारेण हानमुपदातीतादिष्वध्वसु धर्माणां सद्भावमुपपाद्य विज्ञानवादं निराकृत्य साकारवादं च प्रतिष्ठाप्य पुरुषस्य ज्ञातृत्वमुक्त्वा चित्तद्वारेण सकलव्यवहारनिष्पत्तिमुपपाद्य पुरुषसत्त्वे प्रमाणमुपदर्श्य कैवल्यनिर्णयाय दशभिः सूत्रैः क्रमेणोपयोगिनोऽर्थानभिधाय शास्त्रान्तरेऽप्येतदेव कैवल्यमित्युपपाद्य कैवल्यस्वरूपं निर्णीतमिति व्याकृतः कैवल्यपादः ॥