Book Title: Patanjalyog Sutra Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 266
________________ ૨૩૦ પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | ઉપસંહાર ભાવાર્થ : ચતુર્થ કેવલ્યપાદનો ઉપસંહાર : * તૃતીય વિભૂતિપાદમાં બતાવાયેલી સિદ્ધિઓથી વિલક્ષણ સર્વસિદ્ધિઓના મૂળભૂત એવી સમાધિસિદ્ધિઓનું વર્ણન. ન જાયંતર પરિણામસ્વરૂપ સિદ્ધિવિશેષનું કારણ પ્રકૃતિનું પૂરણ . * ધર્માદિનું પ્રતિબંધકનિવૃત્તિમાત્રમાં સામર્થ્ય. - નિર્માણચિત્તોનો અસ્મિતામાત્રથી ઉદ્ભવ. - નિર્માણચિત્તોનું યોગિચિત્ત જ અધિષ્ઠાપક. - યોગીઓના ચિત્તનું અન્ય ચિત્તોથી વિલક્ષણપણું અને તેઓના કર્મોનું અલૌકિકપણું. - વિપાકને અનુગુણ વાસનાઓની અભિવ્યક્તિના સામર્થ્યનું અને કાર્ય-કારણના ઐક્યપ્રતિપાદનથી વ્યવહિત એવી પણ વાસનાઓમાં આનંતર્યનું ઉપપાદન. * મહામોહરૂપી આશાનું નિત્યપણું હોવાને કારણે વાસનાઓમાં અનાદિપણાનું ઉપપાદન. * વાસનાઓના અનંતપણામાં પણ હેતુ અને ફલાદિ દ્વારા હાનનું કથન. અતીત અધ્વાદિમાં ધર્મોના સભાવનું ઉપપાદન. - વિજ્ઞાનવાદનું નિરાકરણ અને સાકારવાદનું પ્રતિષ્ઠાપન. - પુરુષના જ્ઞાતૃપણાનું કથન. * ચિત્ત દ્વારા સકલ વ્યવહારની નિષ્પત્તિનું ઉપપાદન. * પ્રકૃતિથી અતિરિક્ત પુરુષના સત્ત્વમાં પ્રમાણમાં ઉપદર્શન. - કેવલ્યના નિર્ણય માટે ક્રમસર ઉપયોગી અર્થનું અભિધાન. ને શાસ્ત્રાંતોમાં પણ પાતંજલદર્શનકારે કહેલ કૈવલ્યના સ્વરૂપનો નિર્ણય. આ રીતે ચોથા કૈવલ્યપાદમાં આવતા પદાર્થોનો સંક્ષિપ્તમાં ઉપસંહાર બતાવ્યો. इति श्रीधारेश्वरभोजदेवविरचितायां राजमार्तण्डाभिधायां पातञ्जलयोगसूत्रवृत्तो कैवल्यपादश्चतुर्थः ॥

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272