________________
૨૩૩
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૩૩ જલાધારણ કરવાના સ્વરૂપવાળી છે તે વિચાર વિમર્શ કહેવાય છે અને આવો વિમર્શ અસ્મિતા વગર ઉત્થાન પ્રાપ્ત કરતો નથી. કેમ અસ્મિતા વગર આવો વિમર્શ થતો નથી? તે સ્પષ્ટ કરતાં કહે છે –
આત્મામાં થતો વિમર્શ હું આવા પ્રકારનો છું અર્થાત્ વિમર્શ કરનાર હું છું' એ રૂપ અસ્મિતાથી વિમર્શ થાય છે અને આ પ્રકારે વસ્તુનો વિમર્શ કરું છું, તે આકારથી સંવેદન થાય છે, તેથી હું આવા પ્રકારનો વિમર્શ કરું છું એ પ્રકારના ઉલ્લેખમાં અહં શબ્દથી અભિન્ન એવો આત્મારૂપ અર્થ પ્રતીત થાય છે અને તે પ્રતીતિ વિકલ્પરૂપતાને અતિક્રમ કરતી નથી અર્થાત્ હું આવા પ્રકારનો વિમર્શ કરું છું એ પ્રકારના વિકલ્પરૂપ છે અને એ વિકલ્પ એ અધ્યવસાયસ્વરૂપ છે અને અધ્યવસાય એ બુદ્ધિનો ધર્મ છે, ચિતિનો ધર્મ નથી.
કેમ વિકલ્પ બુદ્ધિનો ધર્મ છે ચિતિનો ધર્મ નથી, તેથી કહે છે – આત્માનું ફૂટસ્થનિત્યપણું હોવાથી ચિતિનું સદા એકરૂપપણું હોવાને કારણે અહંકારના અનુપ્રવેશનો અભાવ :
આત્માનું કૂટસ્થનિત્યપણું હોવાના કારણે ચિતિનું સદા એકરૂપપણું છે આત્માના ચૈતન્યધર્મનું સદા એકરૂપપણું છે, તેથી અહંકારનો અનુપ્રવેશ નથી અર્થાત્ હું આનો વિમર્શ કરું છું એ પ્રકારના વિકલ્પરૂપ અહંકારનો અનુપ્રવેશ નથી.
આ પ્રકારે વિમર્શાત્મક આત્માને માનનાર મતનું નિરાકરણ કરીને તેનાથી શું ફલિત થાય છે તે પાતંજલદર્શનકાર બતાવે છે – આત્માને વિમર્શાત્મક સ્વીકારનાર દર્શનકાર વડે ભ્રાંતિથી બુદ્ધિનું આત્મારૂપે પ્રતિપાદન :
આત્માને વિમર્શાત્મક સ્વીકારનાર દર્શનકારે ભ્રાંતિથી બુદ્ધિને આત્મારૂપે પ્રતિપાદિત કરેલ છે, પરંતુ બુદ્ધિથી પર એવો પ્રકાશરૂપ જે પુરુષ છે=આત્મા છે, તે કૂટસ્થ નિત્ય ચિકૂપ છે તેના સ્વરૂપને પૂર્વપક્ષી જાણતો નથી, તેથી બુદ્ધિને જ આત્મા તરીકે કહે છે.
રાજમાર્તડવૃત્તિકારે પ્રસ્તુત સૂત્રની ટીકાના પ્રારંભમાં તથાદિથી પ્રારંભ કરતાં પૂર્વે કહેલું કે ક્ષેત્રજ્ઞા કૈવલ્યઅવસ્થામાં આવા સ્વરૂપવાળો ચિટૂપ જ કેવલ અમારા દર્શનમાં નથી, પરંતુ સર્વદર્શનોમાં પણ વિચારાતો ક્ષેત્રજ્ઞ આવા સ્વરૂપવાળો જ પ્રાપ્ત થાય છે. કેમ સર્વદર્શનોમાં આત્મા આવા સ્વરૂપવાળો પ્રાપ્ત થાય છે તે ક્રમસર તથાદિથી અત્યાર સુધી બતાવ્યું. હવે તે સર્વનો ફલિતાર્થ બતાવતાં કહે છે – ટીકા :
इत्थं सर्वेष्वपि दर्शनेष्वधिष्ठातृत्वं विहाय नान्यदात्मनो रूपमुपपद्यते, अधिष्ठातृत्वं च चिद्रूपत्वम्, तच्च जडाद्वैलक्षण्यमेव, चिद्रूपतया यदधितिष्ठति तदेव भोग्यतां नयति, यच्च चेतनाधिष्ठितं तदेव सकलव्यापारयोग्यं भवति, एवं च सति कृतकृत्यत्वात् प्रधानस्य