________________
૨૨૯
પાતંજલચોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૩૩ સ્વીકારીએ છીએ તેમ કેટલાક માનતા નથી, પરંતુ આત્માનું કર્તુત્વ જ ઇચ્છે છે. કઈ રીતે તેઓ આત્માનું કર્તુત્વ ઇચ્છે છે તે તથાદિથી સ્પષ્ટ કરે છે –
વિષયના સાંનિધ્યથી આત્મામાં જ્ઞાનસ્વરૂપ ક્રિયા ઉત્પન્ન થાય છે=વિષયના બોધને અનુકૂળ વ્યાપારરૂપ ક્રિયા ઉત્પન્ન થાય છે, તેનું ફળ વિષયનો બોધ છે અને વિષયના બોધરૂપ ફળમાં જ્ઞાન પ્રકાશરૂપપણાથી ભાસે છે, વિષય ગ્રાહ્યપણાથી ભાસે છે અને આત્મા ગ્રાહકપણાથી ભાસે છે. આ કથનને દષ્ટાંતથી સ્પષ્ટ કહે છે. ઘટને હું જાણું છું, એ પ્રકારના આકારથી વિષયની સંવિત્તિરૂપ ફળ થાય છે અર્થાત્ “ઘટ હું જાણું છું' એ પ્રકારના બોધમાં ઘટ વિષય ગ્રાહ્યપણાથી ભાસે છે અને તે વિષયને ગ્રહણ કરવા માટે આત્મા જ્ઞાનનો વ્યાપાર કરે છે તેથી જ્ઞાનરૂપ વ્યાપાર પ્રકાશરૂપથી ભાસે છે અને આત્મા તે જ્ઞાનના વ્યાપાર દ્વારા ઘટને જાણે છે, તેથી આત્મા ગ્રાહક તરીકે ભાસે છે. આ રીતે બોધને અનુકૂળ એવી જ્ઞાનની ક્રિયાનું કારણ એવો આત્મા કર્તા જ થાય છે, એથી આત્માનું કતૃત્વ અને ભાતૃત્વસ્વરૂપ છે અર્થાત્ આત્મા જ્ઞાનની ક્રિયા દ્વારા ઘટાદિને જાણે છે ત્યારે તે ક્રિયાનો કર્તા આત્મા છે અને ઘટાદિને જાણ્યા પછી તે ઘટાદિ વિષયોનો સ્વઇચ્છાનુસાર ઉપભોગ કરે છે, તેથી આત્માનું ભોસ્તૃત્વ સ્વરૂપ છે. આ પ્રમાણે આત્માનું કર્તૃત્વ અને ભોસ્તૃત્વસ્વરૂપ જેઓ માને છે તે યુક્તિથી ઘટતું નથી, એ પ્રમાણે સાંખ્યદર્શનકાર કહે છે. કેમ ઘટતું નથી ? તે બતાવે છે – સંવિત્તિઓનું કર્તૃપણું આત્માનું યુગપ સ્વીકારાયે છતે ક્ષણાંતરમાં આત્માનું કર્તુત્વ અસંગત અને સદા એકરૂપ આત્માનું ક્રમથી કતૃત્વ સ્વીકારવામાં આત્માના એકરૂપનું સદા સંનિહિતપણું હોવાથી સર્વફળ એકરૂપ થવાની આપત્તિ :
આત્મા જે કાંઈ સંવિત્તિઓ કરે છે અર્થાત વિષયોનો બોધ કરે છે, તે સર્વ સંવિત્તિઓનું કર્તુત્વ આત્માનું સ્વીકારીએ તો ત્યાં બે વિકલ્પો ઊઠે છે. તે સર્વ સંવિત્તિઓનો આત્મા યુગપ=એકી સાથે, કર્તા છે કે ક્રમથી કર્તા છે ?
તેથી એ પ્રાપ્ત થાય છે કે કર્તા એવા આત્માને જીવન દરમિયાન જે કાંઈ અનેક વિષયોનો બોધ થાય છે તે સર્વ બોધ એક સાથે કરે છે કે ક્રમસર કરે છે ? એમ બે વિકલ્પો થાય છે. જો આત્મા પોતાના જીવનમાં થતાં ઘટાદિ વિષયોનો બોધ એક સાથે કરે છે તેમ સ્વીકારીએ તો જીવનમાં થતાં સર્વ બોધોનો તે કર્તા એક ક્ષણમાં છે તેમ માનવું પડે અને તેમ સ્વીકારીએ તો એક જ ક્ષણમાં આત્માને સર્વ વિષયોનો બોધ થઈ જવાથી બીજી ક્ષણમાં તેનું કર્તૃત્વ થાય નહીં અર્થાત્ બીજી ક્ષણમાં તે બોધનું કર્તૃત્વ આત્માનું થાય નહીં અને જો ક્રમથી કર્તૃત્વ સ્વીકારીએ તો સદા એકરૂપ એવા આત્માનું ક્રમસર કર્તુત્વ ઘટે નહીં અર્થાત્ આત્મા ભિન્ન ભિન્ન ક્ષણમાં ભિન્ન ભિન્ન બોધો કરે છે માટે ભિન્ન ભિન્ન બોધનો કર્તા ક્રમસર છે તેમ માનીએ તો આત્મા સદા એકરૂપ છે તેમ શાસ્ત્રકારો સ્વીકારે છે તેની સંગતિ થાય નહિ અને તેની સંગતિ કરવા માટે પૂર્વપક્ષી કહે કે આત્મા સદા એકરૂપ છે અને તે એકરૂપથી જ તેનું કમસર કત્વ છે માટે સદા એકરૂપ આત્માને સ્વીકારવા છતાં ક્રમસર થતાં બોધની સંગતિ થશે. તેના નિરાકરણ માટે પાતંજલદર્શનકાર કહે છે -