Book Title: Patanjalyog Sutra Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 259
________________ ૨૩૦ પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૩૩ જો આત્માનું એકરૂપથી કર્તૃત્વ સ્વીકારીએ તો આત્માનું એકરૂપ સદા જ આત્મામાં સંનિહિત હોવાના કારણે સર્વફળ એકરૂપ થવું જોઈએ અર્થાત્ આત્માને સદા એકરૂપ સ્વીકારીએ તો સદા એક પ્રકારના જ્ઞાનવાળો છે તેમ માનવું પડે, પરંતુ અન્ય અન્ય પ્રકારના જ્ઞાનવાળો છે તેમ સ્વીકારી શકાય નહીં અર્થાત્ આત્મા ઘટાદિ કોઈ એક પદાર્થના એક પ્રકારના જ્ઞાનને સદા કરતો હોય તો તે બોધની ક્રિયાથી આત્માને સદા ઘટનું જ્ઞાન થવું જોઈએ, પરંતુ એક ક્ષણમાં ઘટનું જ્ઞાન અને અન્ય ક્ષણમાં પટાદિનું જ્ઞાન થાય છે, તેની સંગતિ થાય નહીં માટે આત્માને સદા એકરૂપ સ્વીકારીને ઘટાદિ વિષયના જ્ઞાનની ક્રિયા કરે છે એમ સ્વીકારવું હોય તો સદા ઘટાદિનો બોધ કરે છે તેમ સ્વીકારવું જોઈએ અને તેમ સ્વીકારીએ તો સંસારીજીવોને પ્રતીતિ છે કે અમુક ક્ષણમાં અમુક વસ્તુનું જ્ઞાન થાય છે અને પછીની ક્ષણમાં અન્ય અન્ય પદાર્થનું જ્ઞાન થાય છે તેની સંગતિ થાય નહીં. ભિન્ન ભિન્નપણાથી આત્માનું કતૃત્વ સ્વીકારવામાં આત્માનું પરિણામીપણું થાય અને પરિણામીપણું થવાથી આત્માના ચિટૂમપણાની અસંગતિઃ વળી પૂર્વપક્ષી ભિન્ન ભિન્નરૂપપણાથી આત્માનું કર્તૃત્વ સ્વીકારે તો આત્માને પરિણામી માનવો પડે અર્થાત્ આત્મા ક્યારેક ઘટના જ્ઞાનવાળો છે અને ક્યારેક પટના જ્ઞાનવાળા છે ઇત્યાદિ પ્રાપ્ત થવાથી આત્માને પરિણામી સ્વીકારવો પડે અને પૂર્વપક્ષી આત્માને પરિણામી સ્વીકારે તો આત્માનું ચિતૂપપણું ઘટે નહીં, આથી આત્માના ચિટૂપને ઇચ્છનારા એવા પૂર્વપક્ષીએ આત્માનું સાક્ષાત્ કર્તૃત્વ સ્વીકારવું જોઈએ નહીં પરંતુ જેવું આત્માનું કર્તૃત્વ અમે કહીએ છીએ તેવું સ્વીકારવું જોઈએ અર્થાત્ સાંખ્યદર્શનકાર કહે છે કે આત્મા ચિકૂપ છે અને ચિકૂપ આત્માનું બુદ્ધિમાં પ્રતિબિંબ પડે છે અને બુદ્ધિ કર્તા અને ભોક્તા છે અને બુદ્ધિમાં ચિતૂપ આત્માનું પ્રતિબિંબ પડતું હોવાથી ઉપચારથી આત્મા કર્તા અને ભોક્તા છે, પરમાર્થથી આત્મા કર્તા અને ભોક્તા નથી તેમ પૂર્વપક્ષીએ સ્વીકારવું જોઈએ; કેમ કે તેમ સ્વીકારવામાં આવે તો કૂટસ્થનિત્ય ચિતૂપ આત્મા સંગત થાય માટે કૂટસ્થનિત્ય ચિદ્રુપ આત્મા સ્વીકાર્યા પછી આત્માનું ઔપચારિક કર્તુત્વ જ ઉપપન્ન સંગત, થાય છે. સાક્ષાત્ આત્માનું કતૃત્વ ઉપપન્ન=સંગત, થતું નથી. સાંખ્યદર્શનકારે આત્માનું ઔપચારિક કર્તૃત્વ સ્વીકાર્યું એના દ્વારા અન્યનો મત પણ નિરાકૃત થાય છે તે બતાવે છે – ફૂટસ્થનિત્યચિતૂપ એવો આત્મા સંગત થાય છે એ કથન દ્વારા સ્વપ્રકાશરૂપ આત્માનું વિષયસંવિત્તિ દ્વારા ગ્રાહકપણું અભિવ્યક્ત થાય છે એ અન્યનો મત પણ નિરાકૃતઃ અન્ય કેટલાક આત્માને સ્વપ્રકાશરૂપ માને છે અને સ્વપ્રકાશરૂપ આત્મા બાહ્ય વિષયોનો બોધ કરે છે, તેના દ્વારા તેનું ગ્રાહકપણું અભિવ્યક્ત થાય છે અર્થાત્ આત્માને બાહ્ય વિષયોનું ગ્રાહકપણું અભિવ્યક્ત થાય છે, આ પ્રકારે અન્યદર્શનકારો કહે છે તેનું નિરાકરણ થાય છે, કેમ કે આત્માને પરિણામી સ્વીકારીએ તો કૂટસ્થનિત્ય ચિટૂપ આત્મા સિદ્ધ થાય નહીં અને કૂટનિત્ય ચિતૂપ આત્માને સ્વીકારવાથી તેનું પ્રતિબિંબ બુદ્ધિમાં પડે છે, તેમ સ્વીકારીને દષ્ટ સર્વ વ્યવસ્થા સંગત થાય છે, તેમ

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272