________________
૨૨૮
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કેવલ્યપાદ | સૂત્ર-૩૩ ટીકાર્ય :
ચિત્ રૂછત્ત કેટલાક દર્શનકારો કર્તરૂપ જ આત્માને સ્વીકારે છે. તથાદિ - તે આ પ્રમાણે –
વિષયસાન્નિધ્યે .... રૂપતિ, વિષયના સાંનિધ્યમાં જે જ્ઞાનસ્વરૂપ ક્રિયા ઉત્પન્ન થઈ, તેનું ફળ વિષયની સંવિત્તિ છે અને તે ફળરૂપ સંવિત્તિમાં જ્ઞાન પ્રકાશરૂપપણાથી પ્રતિભાસે છે, વિષય ગ્રાહાપણાથી પ્રતિભાસે છે અને આત્મા ગ્રાહકપણાથી પ્રતિભાસે છે; કેમ કે ઘટને હું જાણું છું એ આકારથી તેની સમુત્પત્તિ છે ફળરૂપ સંવિત્તિની ઉત્પત્તિ છે, અને ક્રિયાનું કારણ કર્તા જ થાય, એથી આત્માનું કર્તુત્વ, ભોક્નત્વ રૂપ છે.
રૂતિ શબ્દ કેટલાક દર્શનકારોના કથનની સમાપ્તિ સૂચક છે. તનુપપત્રમ્ - તે અનુપપન્ન છે આત્માનું કર્તૃત્વ, ભોıત્વરૂપ કેટલાક સ્વીકારે છે તે અનુપપન્ન અસંગત છે, એ પ્રમાણે પાતંજલદર્શનકાર કહે છે.
કેમ અનુપપન્ન=અસંગત છે? તે સ્પષ્ટ કરતાં રાજમાર્તડ વૃત્તિકાર કહે છે –
યWાત્ ... ૩૫૫ત્રમ્ જે કારણથી તે સંવિત્તિઓનું તે કર્તુપણું યુગપત્રએકી સાથે સ્વીકારે છે કે ક્રમસર સ્વીકારે છે? આત્માનું યુગપ-એકીસાથે, કર્તૃત્વ સ્વીકારાયે છતે ક્ષણાન્તરમાં તેનું આત્માનું, કર્તુત્વ ન થાય. હવે ક્રમથી કર્તુત્વ છે (એમ કહે) તો એકરૂપ એવા આત્માનું (ક્રમથી કર્તુત્વ) ઘટતું નથી. એકરૂપથી જો તેનું આત્માનું, કર્તુત્વ છે તો એકરૂપનું આત્માના એકરૂપનું, સદા હંમેશા, સંનિહિતપણું હોવાથી સર્વ ફળ એકરૂપ થાય.
હવે નાનારૂપપણાથી જુદા જુદા સ્વરૂપે, તેનું આત્માનું, કર્તુત્વ છે તો પરિણામીપણું થાય અર્થાત્ આત્માનું પરિણામીપણું થાય, અને આત્માનું પરિણામીપણું હોવાથી ચિદ્રુપપણું થાય નહીં આત્માનું ચિકૂપપણું થાય નહીં. આથી આત્માનું ચિહ્નરૂપણું ઇચ્છતા એવા દર્શનકારો વડે (આત્માનું) સાક્ષાત્ કર્તૃત્વ સ્વીકારવું જોઈએ નહીં, પરંતુ જેવા પ્રકારનું આત્માનું કર્તુત્વ અમારા વડે પાતંજલદર્શનકારવડે, પ્રતિપાદન કરાયું તેવું કર્તૃત્વ સ્વીકારવું જોઈએ. ફૂટસ્વ નિત્ય ચિદ્રપ એવા આત્માનું તે જ ઉપપન્ન છેઉપચારથી અમે પાતંજલદર્શનકાર, સ્વીકારે છે તે જ, કર્તુત્વ ઉપપન્ન સંગત છે
તેન... નિરીછૂતા: | આના દ્વારા પૂર્વમાં કહયું કે કૂટસ્થનિત્ય ચિદ્રપ એવા આત્માનું તે જ ઉપપન્ન છે એ કથન દ્વારા, સ્વપ્રકાશરૂપ આત્માનું વિષયસંવિત્તિ દ્વારા ગ્રાહકપણું અભિવ્યક્ત થાય છે તે પ્રમાણે જેઓ કહે છે તેઓ પણ નિરાકૃત થાય છે અર્થાત્ આત્માનું કર્તુત્વને કહેનારા તો નિરાકૃત થાય છે પરંતુ આત્માના ગ્રાહકત્વને કહેનારા પણ નિરાકૃત થાય છે. ભાવાર્થ : આત્માનું કતૃત્વ-ભોસ્તૃત્વસ્વરૂપ કેટલાક સ્વીકારે છે તે અનુપપન્ન :
સાંખ્યદર્શનકાર કહે છે કે અમે પ્રકૃતિને કર્તારૂપે માનીએ છીએ અને ઉપચારથી આત્માને કર્તા