________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૩૩
૨૨
આત્માને પરિણામી સ્વીકારે છે. વળી જૈનદર્શનકાર આત્માને સર્વવ્યાપક માનતા નથી પરંતુ શરીર પ્રમાણ સ્વીકારે છે. આ પ્રકારની જૈનદર્શનની માન્યાતાનુસાર શરીરપ્રમાણવાળો આત્મા બોધપર્યાયના ભેદથી પરિણામી છે એમ ઇચ્છાય છે. તેને પાતંજલદર્શનકાર કહે છે –
જૈનોનો આ પક્ષ ઉત્થાનથી હણાયેલો જ છે. કેમ ઉત્થાનથી હણાયેલો છે ? તેમાં તેઓ યુક્તિ આપે છે
આત્માને પરિણામી સ્વીકારવામાં આત્માની ચિદ્રુપતાની હાનિ થવાથી આત્માના આત્મત્વનો
અભાવ :
આત્માને પરિણામી સ્વીકારવામાં આવે તો આત્માની ચિદ્રુપતાની હાનિ થાય અને આત્માની ચિત્તૂપતાની હાનિ સ્વીકારીએ તો આત્માનું આત્મત્વ નથી એમ માનવું પડે, તેથી આત્માને પરિણામી સ્વીકારી શકાય નહીં, પરંતુ આત્માના આત્મત્વને ઇચ્છતા જૈનોએ આત્માને ચિદ્રૂપ જ સ્વીકારવો જોઈએ અને ચિદ્રૂપ એવા આત્માનું બુદ્ધિમાં અધિષ્ઠાતૃપણું છે, તેથી જડ એવી બુદ્ધિ પણ ચેતન જેવી ભાસે છે, તેની સંગતિ થાય છે માટે આત્માનું અધિષ્ઠાતૃપણારૂપ ચિત્તૂપ સ્વીકારવાથી સર્વ વ્યવસ્થા સંગત થાય છે. આ પ્રકારનો પાતંજલદર્શનકારનો આશય છે.
નોંધ : આ વિષયમાં વિશેષ ચર્ચા પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબે ૧૧મી પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકામાં કરેલ છે. તેથી તે વાંચીને વિચારકોએ જૈનદર્શનના તાત્પર્યને જાણવા યત્ન કરવો.
ટીકા :
केचित् कर्तृरूपमेवाऽऽत्मानमिच्छन्ति । तथाहि - विषयसान्निध्ये या ज्ञानलक्षणा क्रिया समुत्पन्ना तस्या विषयसंवित्तिः फलं, तस्यां च फलरूपायां संवित्तौ स्वरूपं प्रकाशरूपतया प्रतिभासते, विषयश्च ग्राह्यतया, आत्मा च ग्राहकतया, घटमहं जानामीत्याकारेण तस्याः समुत्पत्तेः क्रियायाश्च कारणं कर्तेव भवतीत्यतः कर्तृत्वं भोक्तृत्वं चाऽऽत्मनो रूपमिति, तदनुपपन्नं, यस्मात् तासां संवित्तीनां स किं कर्तृत्वं युगपत् प्रतिपद्यते क्रमेण वा ? युगपत् कर्तृत्वे क्षणान्तरे तस्य कर्तृत्वं न स्यात् । अथ क्रमेण कर्तृत्वम् ? तदैकरूपस्य न घटते । एकेन रूपेण चेत् तस्य कर्तृत्वं तदैकस्य रूपस्य सदैव संनिहितत्वात् फलमेकरूपं स्यात् । अथ नानारूपतया तस्य कर्तृत्वं तदा परिणामित्वं परिणामित्वाच्च न चिद्रूपत्वम्, अतश्चिद्रूपत्वमेवाऽऽत्मन इच्छद्भिर्न साक्षात् कर्तृत्वमङ्गीकर्तव्यम्, [ किन्तु ] यादृशमस्माभिः कर्तृत्वमात्मनः प्रतिपादितं [ तादृशं कर्तृत्वं स्वीकर्तव्यं ] कूटस्थस्य नित्यस्य चिद्रूपस्य तदेवोपपन्नम् ।
एतेन स्वप्रकाशस्याऽऽत्मनो विषयसंवित्तिद्वारेण ग्राहकत्वमभिव्यजत इति ये वदन्ति तेऽपि अनेनैव निराकृताः ।