________________
૨૨૨
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કેવલ્યપાદ | સૂત્ર-૩૩ ભાવાર્થ :
પાતંજલદર્શનકાર નૈયાયિક જે પ્રકારે દષ્ટવ્યવસ્થાની સંગતિ કરે છે તે સંગત નથી અને પોતે જે પ્રકારે દૃષ્ટવ્યવસ્થાની સંગતિ કરીને આત્માનું સ્વરૂપ સ્થાપન કરે છે એ પ્રકારે આત્માનું સ્વરૂપ માનવું ઉચિત છે તે બતાવવા માટે તૈયાયિકના મતનો ઉપન્યાસ કરે છે. નૈયાયિકાદિ વડે ચેતનાના યોગથી આત્મા ચેતન છે એમ કહેવાય છે તે ચેતનાની મનના સંયોગથી ઉત્પત્તિ :
નિયાયિકો વગેરે ચેતનાના યોગથી આત્મા ચેતન છે, એમ કહે છે, વળી આત્મામાં રહેલી ચેતના મનના સંયોગથી થયેલી છે અને તે આ પ્રમાણે –
વ્યવહાર દશામાં આત્માને મનનો સંયોગ થાય છે ત્યારે આત્મામાં ઇચ્છા, જ્ઞાન, પ્રયત્ન વગેરે ગુણો પ્રગટે છે અને તે ગુણોથી આત્મા જ્ઞાતા બને છે, બાહ્ય પદાર્થોનો કર્તા બને છે અને બાહ્ય પદાર્થોનો ભોક્તા બને છે એ પ્રમાણે વ્યપદેશ કરાય છે. નૈયાયિકના મતે મોક્ષદશામાં મિથ્યાજ્ઞાનની નિવૃત્તિ થવાથી મિથ્યાજ્ઞાનમૂલક દોષોની નિવૃત્તિ થવાના કારણે બુદ્ધિ આદિ વિશેષ ગુણોનો અત્યંત ઉચ્છેદ થવાથી આત્માનું સ્વરૂપમાત્ર પ્રતિષ્ઠાણું:
વળી સાધના કરીને યોગી મોક્ષમાં જાય છે ત્યારે મુક્ત અવસ્થામાં મિથ્યાજ્ઞાનની નિવૃત્તિ થયેલી હોવાથી મિથ્યાજ્ઞાનમૂલક દોષોની નિવૃત્તિ થાય છે અને મિથ્યાજ્ઞાનમૂલક દોષોની નિવૃત્તિ થાય છે ત્યારે તૈયાયિકમતાનુસાર બુદ્ધિઆદિ વિશેષગુણોનો અત્યંત ઉચ્છેદ થાય છે, તેથી બુદ્ધિ આદિ વિશેષગુણો અંતર્ગત ઇચ્છા, જ્ઞાન, પ્રવૃત્તિ આદિ ગુણો મોક્ષમાં નથી માટે મુક્તઅવસ્થામાં આત્માનું
સ્વરૂપમાત્ર પ્રતિષ્ઠાણું તૈયાયિકો દ્વારા સ્વીકારાય છે આ પ્રમાણે તૈયાયિકનો મત છે તે યુક્ત નથી તેમ સાંખ્યદર્શનકાર કહે છે. કેમ યુક્ત નથી ? તેમાં યુક્તિ આપે છે – આત્મામાં નિત્યત્વ, વ્યાપકત્વાદિ ગુણો છે તેમ આકાશાદિમાં પણ નિત્યત્વ, વ્યાપકત્વાદિ ગુણો હોવાથી આકાશાદિથી વિલક્ષણપણારૂપે મુક્તદશામાં આત્માનું ચિતૂપપણું :
જેમ આત્મામાં નિત્યત્વ, વ્યાપકત્વ આદિ ગુણો છે તેમ આકાશાદિમાં પણ નિત્યત્વ, વ્યાપકત્વાદિ ગુણો છે, આથી આકાશાદિથી વિલક્ષણપણારૂપે મુક્તદશામાં આત્માનું ચિતૂપપણું અવશ્ય સ્વીકારવું જોઈએ.
અહીં નૈયાયિકાદિ કહે કે આકાશાદિથી આત્માને વિલક્ષણ સ્વીકારવા માટે આત્મામાં આત્મત્વજાતિનો યોગ છે અને આકાશાદિમાં આત્મત્વજાતિ નથી માટે આત્માને ચિતૂપ સ્વીકારવાની જરૂર નથી, પરંતુ આત્મત્વજાતિથી આત્માની આકાશાદિથી વિલક્ષણપણાની સિદ્ધ થશે. તેને સાંખ્યદર્શનકાર કહે છે –
Kણા :