________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ / સૂત્ર-૩૩ સ્વભાવ નહીં હોવાથી તે કોઈ વસ્તુરૂપે નથી તો તેને અવિદ્યાનો સંબંધ કઈ રીતે થાય ? કે જેથી આત્માને અવિદ્યામય સ્વીકારી શકાય ? અર્થાત્ કર્માત્માને અવિદ્યામય સ્વીકારી શકાય નહીં.
સાંખ્યદર્શનકારે કહ્યું કે અવિદ્યામય જગત સ્વીકારવામાં આવે તો કોની અવિદ્યા ? એ પ્રકારે વિચારવામાં આવે તો પરમાત્માની અવિદ્યા છે, તેમ સ્વીકારી શકાય નહીં અને કર્માત્માની અવિદ્યા છે તેમ પણ સ્વીકારી શકાય નહીં. ત્યાં ઉત્તર આપતાં વેદાંતીઓ કહે છે
૨૨૦
—
અવિધાનું અવિધાપણું છે તે અવિચારણીયપણું :
અવિદ્યામય જગત છે, એમ અમે સ્વીકારીએ છીએ ત્યાં અવિદ્યાનું આ અવિદ્યાપણું છે જે અવિચારણીયપણું છે. અવિદ્યાનું અવિચારણીયપણું શું છે ? તે સ્પષ્ટ કરે છે – સૂર્યના સ્પર્શથી બરફના કરાની જેમ વિચારથી અવિદ્યા વિલયને પામે છે તેથી જેનું સ્વરૂપ વિચારી શકાય નહીં તેવું છે તે અવિદ્યા છે. આ પ્રકારના વેદાંતીઓના કથનમાં પાતંજલદર્શનકાર કહે છે
અવિધાનું સંસારરૂપ કાર્યકર્તૃત્વ હોત છતે પણ અનિર્વાચ્યપણું કહેવાય તો દરેક વસ્તુને અનિર્વાચ્ય કહેવાની આપત્તિ
જે વસ્તુ કાંઈક કાર્ય કરે છે, તે અવશ્ય કોઈક વસ્તુથી ભિન્ન અથવા અભિન્ન છે, તેમ કહેવું જોઈએ જેમ દંડ ઘટરૂપ કાર્ય કરે છે તે ઘટથી ભિન્ન છે. વળી જ્ઞાનશક્તિ જ્ઞેયનું જ્ઞાન કરે છે તેથી શેયના જ્ઞાનરૂપ કાર્ય કરનાર જ્ઞાનશક્તિ આત્માથી અભિન્ન છે તેમ સંસારરૂપ કાર્ય કરનાર અવિદ્યા પણ પુરુષથી ભિન્ન અથવા અભિન્ન સ્વીકારવી જોઈએ અને અવિદ્યાનું સંસારરૂપ કાર્યનું કર્તૃત્વ અવશ્ય સ્વીકારવું જોઈએ તો જ દેખાતા સંસારની વ્યવસ્થા સંગત થાય. અને જે અવિદ્યા સંસારરૂપ કાર્ય કરતી હોય તે અવિચારણીય છે એમ કહીને તેનું અનિર્વાચ્યપણું સ્થાપન કરવું ઉચિત નથી. આમ છતાં સંસારનું કારણ છે એમ સ્વીકારીને પણ અવિદ્યાનું અવાચ્યપણું સ્થાપન કરવામાં આવે તો કોઈપણ વસ્તુનું વાચ્યપણું થાય નહિ, અને તેમ સ્વીકારીએ તો બ્રહ્મનું પણ અવાચ્યપણું સ્વીકારવાનો પ્રસંગ આવે માટે અવિઘાને અવિચારણીય સ્વીકારી શકાય નહીં.
વળી અવિદ્યા કેવી છે ? તેનો વિચાર કરવામાં આવે તો તે અવિદ્યામય પરમાત્મા કે કર્માત્મા ઘટી શકે તેમ ન હોય તો અવિદ્યામય જગત છે તેમ સ્વીકારી શકાય નહીં.
આ સર્વ કથનથી શું ફલિત થાય છે તે સ્પષ્ટ કરતાં કહે છે
આત્માનું અધિષ્ઠાતા સ્વરૂપ અને આત્માનું અધિષ્ઠાતૃપણું ચિદ્રૂપ :
આત્માનું અધિષ્ઠાતા સ્વરૂપથી અન્ય કોઈ સ્વરૂપ નથી. જેમ સાંખ્યદર્શનકાર બુદ્ધિમાં આત્માનું પ્રતિબિંબ પડતું હોવાના કારણે આત્માને અધિષ્ઠાતા સ્વીકારે છે તેમ સ્વીકારવું જોઈએ, તેથી દષ્ટ સર્વ વ્યવસ્થા સંગત થાય અને આત્માનું અધિષ્ઠાતૃપણું ચિત્તૂપ જ છે; કેમ કે ચિત્તૂપથી વ્યતિરિક્ત કોઈ ધર્મ આત્મામાં સ્વીકારવા માટે પ્રમાણની અનુપપત્તિ=અસંગતિ છે.