________________
૨૧૮
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કેવલ્યપાદ | સૂત્ર-૩૩ અવિદ્યાસ્વભાવવાળા છે તેમ માનવું પડે. આ રીતે પરમાત્મારૂપ પરમબ્રહ્મને પરિણામી અને અવિદ્યાસ્વભાવવાળા માનવાની આપત્તિ સાંખ્યદર્શનકારે વેદાંતીઓને આપી ત્યાં વેદાંતીઓ કહે છે – કર્માત્માનું સાક્ષાતભોસ્તૃત્વ નથી પરંતુ ઉદાસીનપણારૂપે અધિષ્ઠાતૃપણું હોવાના કારણે ભોસ્તૃત્વ છે એ પ્રમાણે વેદાંતીઓ કહે તો તેમનો સાંખ્યદર્શનમાં અનુપ્રવેશ:
કર્માત્માનું સાક્ષાત્ ભોત્વ નથી, અર્થાત્ પરમાત્માનું તો સુખભોક્નત્વ નથી પણ કર્માત્માનું પણ સાક્ષાત્ ભાતૃત્વ નથી, પરંતુ કર્માત્મા ભોગો પ્રત્યે ઉદાસીન છે છતાં બુદ્ધિમાં કર્માત્માનુ અધિષ્ઠાનતૃપણું છે તેના કારણે ઉપઢૌકિત એવું ભોસ્તૃત્વ છે અર્થાત્ આત્માનું બુદ્ધિમાં પ્રતિબિંબ પડવાના કારણે બુદ્ધિ જે ભોગાદિ કરે છે, તે આત્મા કરે છે, પરમાર્થથી આત્મા ભોક્તા નથી એમ વેદાંતવાદીઓ સ્વીકારે તો તેમનો સાંખ્યદર્શનમાં અનુપ્રવેશ થાય.
અહીં પ્રશ્ન થાય કે સાંખ્યદર્શનકાર તો આત્માને આનંદમય માનતા નથી, તેથી વેદાંતીઓ આત્માનું સાક્ષાત ભોસ્તૃત્વ ન સ્વીકારે તોપણ આત્માનું આનંદમયપણું સ્વીકારે છે, તેથી સાંખ્યમતમાં પ્રવેશ થઈ શકે નહીં. તેના સમાધાનરૂપે સાંખ્યદર્શનકાર કહે છે કે આત્માની આનંદરૂપતા પૂર્વમાં જ સાંખ્યદર્શનકારે નિરાકરણ કરેલ છે, તેથી જો વેદાંતીઓ આત્માનું સાક્ષાત્ ભાતૃત્વ ન સ્વીકારે તો તેમનો સાંખ્યદર્શનમાં પ્રવેશ થાય.
અહીં વિશેષ એ છે કે વેદાંતીઓ બે પ્રકારના આત્મા સ્વીકારે છે. (૧) કર્માત્મા અને (૨) પરમાત્મા.
સંસારીજીવો કર્માત્મા છે અને મુક્તજીવો પરમાત્મા છે. પરમાર્થથી બ્રહ્મ એક જ છે, તેમાંથી નીકળેલા બ્રહ્મના અંશરૂપ કર્માત્માઓ છે અને કર્માત્માનું સુખ, દુઃખભોજીંપણું છે તેમ વેદાંતીઓ માને છે અને મોક્ષમાં જે બ્રહ્મ છે તે ચિદાનંદમય છે તેમ માને છે, તેથી જો વેદાંતમતાનુસાર કર્માત્મા સાક્ષાત્ સુખ, દુ:ખનો ભોક્તા હોય તો પરમાત્માને પણ કર્માત્માની જેમ જ પરિણામિત્વ અને અવિદ્યાસ્વભાવત્વ પ્રાપ્ત થાય અને વેદાંતીઓ કર્માત્માનું સાક્ષાત્ ભાતૃત્વ ન સ્વીકારે તો એ પ્રાપ્ત થાય કે જેમ સાંખ્યદર્શનકાર સ્વીકારે છે કે બુદ્ધિમાં આત્માનું પ્રતિબિંબ પડે છે અને તેનો અધિષ્ઠાતા આત્મા છે તેથી અધિષ્ઠાતા એવા આત્માનું ઉપચારથી ભોક્નત્વ છે, તેવું ભોસ્તૃત્વ વેદાંતીઓ દ્વારા સ્વીકૃત થાય માટે વેદાંતીઓનો સાંખ્યમતમાં પ્રવેશ થાય એ પ્રકારનો પાતંજલદર્શનકારનો આશય છે.
પૂર્વમાં સાંખ્યદર્શનકારે વેદાંતીઓને કહ્યું કે કર્માત્મામાં સુખનું, દુઃખનું ભોસ્તૃત્વ સ્વીકારવામાં આવે તો કર્માત્મા જે રીતે પરિણામી અને અવિદ્યાસ્વભાવાળો છે તે રીતે પરમાત્માને પણ પરિણામી અને અવિદ્યાસ્વભાવવાળો માનવો પડે તેના સમાધાન માટે વેદાંતી કહે કે કર્માત્માનો અવિદ્યાસ્વભાવ નથી પરંતુ અવિદ્યામય છે, માટે પરમાત્માને અવિદ્યાસ્વભાવવાળો સ્વીકારવાની આપત્તિ નહિ આવે. તેને દોષ આપતાં સાંખ્યદર્શનકાર ગ્નિથી કહે છે –