________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૩૩
૨૧૯
કર્માત્માનું અવિધાનું અસ્વભાવપણું હોતે છતે નિઃસ્વભાવપણું પ્રાપ્ત થવાને કારણે શાસ્ત્રનો અધિકારી કોણ થાય ?
વળી કર્માત્માનું અવિદ્યાનું અસ્વભાવપણું હોતે છતે નિઃસ્વભાવપણું હોવાથી શાસ્ત્રનો કોણ અધિકારી થાય ? અર્થાત્ કોઈ શાસ્ત્રનો અધિકારી થઈ શકે નહીં. આશય એ છે કે સંસારીજીવો વેદાંતદર્શન અનુસાર કર્માત્મા છે અને તેઓ પરમાત્મા તુલ્ય ચિન્માત્રરૂપ નથી, તેથી તેઓમાં ચિન્માત્રસ્વભાવત્વ નથી અને સંસારઅવસ્થામાં દેખાતાં જીવો અવિદ્યામય છે પરંતુ અવિદ્યાના સ્વભાવવાળા નથી એમ જો વેદાંતી કહે તો સંસારમાં દેખાતા જીવો ચિત્માત્રરૂપ પણ નથી અને અવિદ્યાસ્વભાવવાળા પણ નથી માટે તેઓમાં કોઈ સ્વભાવ નથી, તેમ માનવું પડે અને તેમ સ્વીકારીએ તો શાસ્ત્રનો અધિકારી કોણ થાય ? અર્થાત્ કોઈ જીવ શાસ્ત્રનો અધિકારી થઈ શકે નહીં ? કેમ કોઈ શાસ્ત્રનો અધિકારી થઈ શકે નહીં. તે સ્પષ્ટ કરતાં કહે છે
-
નિત્યનિર્યુક્તપણું હોવાથી પરમાત્મા શાસ્ત્રના અધિકારી નથી અને અવિધાનું અસ્વભાવપણું હોવાથી કર્માત્મા પણ શાસ્ત્રના અધિકારી નહિ હોવાથી સર્વ શાસ્ત્રોને વ્યર્થ સ્વીકારવાનો પ્રસંગ ઃ
પરમાત્મા નિત્યમુક્ત હોવાથી શાસ્ત્રના અધિકારી નથી; કેમ કે શાસ્ત્ર મુક્ત થવાનો જ ઉપદેશ આપે છે અને મુક્તને મુક્ત થવાનો ઉપદેશ આપવો નિરર્થક છે અને કર્માત્મા પણ શાસ્ત્રના અધિકારી થશે નહીં; કેમ કે જો સંસારી જીવોનો અવિદ્યાસ્વભાવ પણ ન હોય અને ચિન્માત્ર સ્વભાવ પણ ન હોય તો સર્વથા સ્વભાવ વગરના જીવોને અવિદ્યાસ્વભાવને દૂર કરીને મુક્ત થવાનો ઉપદેશ આપવો નિરર્થક છે માટે મુક્ત થવાના ઉપદેશને કહેનાર સર્વ શાસ્ત્રોને વ્યર્થ સ્વીકારવાનો પ્રસંગ આવશે.
અહીં વેદાંતીઓ કહે કે સંસારીજીવો અવિદ્યાસ્વભાવવાળા નથી પરંતુ અવિદ્યામય છે અને અવિદ્યાનો નાશ કરવા માટે શાસ્ત્ર ઉપયોગી થશે તેને પાતંજલદર્શનકાર કહે છે -
જગતનું અવિધામયપણું સ્વીકાર કરાયે છતે કોની અવિધા ?
જગતનું અવિદ્યામયપણું સ્વીકાર કરાયે છતે કોની અવિદ્યા ? એ પ્રમાણે વિચારતાં એ જણાય છે કે પરમાત્માની તો અવિદ્યા નથી; કેમ કે પરમાત્માનું તો નિત્યમુક્તપણું છે અને વિદ્યારૂપપણું છે અને કર્માત્માનું પણ પરમાર્થથી નિઃસ્વભાવપણું હોવાથી શશશૃંગતુલ્યપણું છે, તેથી શશશૃંગ જેવા કર્માત્માને અવિદ્યાનો સંબંધ કેવી રીતે થાય ? અર્થાત્ થઈ શકે નહીં.
સાંખ્યદર્શનકારનો આશય એ છે કે સંસારવર્તી જીવો અવિદ્યાના સ્વભાવવાળા દેખાય છે, તે સિવાય તેઓનો મુક્ત આત્મા જેવું ચિન્માત્રસ્વરૂપ દેખાતું નથી. હવે અવિદ્યા પણ તેમનો સ્વભાવ ન હોય તો તે વસ્તુમાં કોઈ સ્વભાવ નથી તેમ માનવું પડે અને તેમ સ્વીકારીએ તો જેમ જગતમાં શશશૃંગ નથી, તેમ કર્માત્મા પણ નથી તેમ માનવું પડે અને જે વસ્તુ જગતમાં હોય જ નહિ, તે વસ્તુને અવિદ્યાનો સંબંધ કઈ રીતે થાય ? અર્થાત્ થઈ શકે નહીં. જેમ ઘટ નામનો પદાર્થ હોય તો તે પદાર્થ અંધકારથી વ્યાપ્ત થાય છે, તેથી અંધકારમય છે તેમ કહી શકાય, પરંતુ કર્માત્મામાં કોઈ