________________
૨૧૦
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૩૩
આનંદ એ સુખરૂપ છે અને સુખનું સંવેદન સદા થાય છે, તેથી સુખ સંવેદ્યમાનરૂપે સદા પ્રતિભાસ થાય છે અને જે સંવેદ્યમાન હોય તે સંવેદન વગર ઘટે નહીં. તેથી એ પ્રાપ્ત થાય છે કે સુખ સંવેદ્યમાન છે અને તેનું સંવેદન બ્રહ્મને છે અને તેમ સ્વીકારીએ તો બ્રહ્માદ્વૈતની હાનિ થાય અને વેદાંતવાદીઓ બ્રહ્માદ્વૈતવાદી છે, તેથી બ્રહ્માતને સ્વીકાર્યા પછી બ્રહ્મને આનંદમય સ્વીકારી શકે નહીં, કેમ કે બ્રહ્મને આનંદમય સ્વીકારીએ તો બ્રહ્માતની હાનિ થાય.
અહીં વેદાંતવાદીઓ કહે કે સંવેદનરૂપ બ્રહ્મનું સુખાત્મકપણું છે માટે સંવેદનરૂપ બ્રહ્મથી અતિરિક્ત સુખ નથી, તેથી સુખાત્મક બ્રહ્મ સ્વીકારવા છતાં બ્રહ્માતની હાનિ થતી નથી. તેને સાંખ્યદર્શનકાર કહે છે – બ્રહ્મમાં અને સુખમાં વિરુદ્ધ ધર્મનો અધ્યાસ હોવાથી બહાને આનંદમય સ્વીકારવામાં બ્રહ્માદ્વૈતની હાનિ :
બ્રહ્મમાં અને સંવેદ્ય એવા સુખમાં વિરુદ્ધધર્મનો અધ્યાસ હોવાથી બ્રહ્મ સુખાત્મક છે, તેમ કહી શકાય નહીં, આશય એ છે કે બ્રહ્મ આનંદનું સંવેદન કરનાર છે, તેથી સંવેદનરૂપ છે અને સુખ સંવેદનથી સંવેદ્ય છે માટે સંવેદ્ય એવા સુખમાં સંવેદ્યત્વધર્મ રહેલો છે અને સંવેદનરૂપ બ્રહ્મમાં સંવેદનત્વધર્મ રહેલો છે, એથી જે બે વસ્તુમાં વિરુદ્ધ ધર્મો રહેલા હોય તે બે વસ્તુને એક કહી શકાય નહીં, એથી આનંદમય બ્રહ્મ સ્વીકારવામાં આવે તો બ્રહ્માતની હાનિ સ્વીકારવી પડે એમ કહીને બ્રહ્મ આનંદમય નથી તેમ સાંખ્યદર્શનકાર સ્થાપન કરે છે.
આ રીતે મોક્ષમાં આત્મા આનંદમય છે, એમ વેદાંતવાદીઓ કહે છે તે યુક્ત નથી, તેમ સ્થાપન કર્યા પછી વેદાંતવાદીઓ બ્રહ્માદ્વૈત સ્વીકાર્યા પછી ઉપાસ્ય એવા બ્રહ્મથી અતિરિક્ત સંસારઅવસ્થાની સંગતિ કરવા જે વ્યવહાર કરવા માટે બે પ્રકારના બ્રહ્મ સ્વીકારે છે તે પણ યુક્ત નથી, પરંતુ પાતંજલદર્શનકાર જે રૂપે સંસારની વ્યવસ્થા સંગત કરે છે તે યુક્ત છે. તે બતાવવા અર્થે પાતંજલદર્શનકાર કહે છે – અદ્વૈતવાદીઓ સંસારના પદાર્થની સંગતિ કરવા માટે કર્માત્મા અને પરમાત્મા એમ બે પ્રકારે બ્રહ્મ સ્વીકારે તો કર્માત્માની જેમ પરમાત્માને પરિણામીપણાની અને અવિધાસ્વભાવપણાની પ્રાપ્તિ
વળી અદ્વૈતવાદીઓ કર્મરૂપ આત્મા અને પરમાત્મા એમ બે ભેદરૂપે આત્માને સ્વીકારે છે અને પરમાત્માને આનંદમય કહે છે. તેથી એ પ્રાપ્ત થાય છે કે સંસારવર્તી જીવો કર્માત્મારૂપે છે અને સુખ, દુ:ખને ભોગવે છે, તે રીતે જો પરમાત્મા પણ સુખ ભોગવે છે, તેમ સ્વીકારવામાં આવે તો સંસારી જીવો ઘડીક સુખરૂપે, ઘડીક દુઃખરૂપે પરિણમન પામતાં દેખાય છે, તેથી પરિણામી છે અને પોતાના પારમાર્થિક સ્વરૂપના અજ્ઞાનવાળા હોવાથી અવિદ્યાસ્વભાવવાળા છે, તે રીતે પરમાત્મા પણ સુખને ભોગવનારા હોવાથી પરિણામી છે તેમ માનવું પડે. વળી, પરમાત્મા પણ સુખને ભોગવનારા હોવાથી પરિણામી છે તેમ સ્વીકારીએ તો પોતાના પારમાર્થિક કૂટસ્થ નિત્યસ્વરૂપને નહીં જાણનારા હોવાથી