________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ / સૂત્ર-૩૩
કેમ સંવેદનનુ સુખાત્મકપણું અનુપપન્ન છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે અદ્ભૂતિ, સંવેદન અને સંવેદ્ય એક થવા માટે યોગ્ય નથી જ.
7fe.....
વળી વેદાંતીઓ મોક્ષમાં ચિદાનંદમય આત્માને માને છે તે યુક્ત નથી, તે સ્પષ્ટ કરવા માટે ગ્રિંથી અન્ય દોષ આપે છે .
૨૧૫
किञ्च સ્વાત્, વળી અદ્વૈતવાદી એવા વેદાંતીઓ વડે કર્માત્માના અને પરમાત્માના ભેદથી બે પ્રકારનો આત્મા સ્વીકાર કરાયો છે, અને એ રીતે-બ્રહ્માદ્વૈતવાદી વેદાંતીઓ અદ્વૈતને સ્વીકાર્યા પછી સંસારમાં દેખાતા પદાર્થની સંગતિ અર્થે વ્યવહારિક ર્માત્મારૂપ અને મુક્તની સંગતિ અર્થે પરમાત્મારૂપ બ્રહ્મ સ્વીકારે છે એ રીતે, ત્યાં=બે પ્રકારના બ્રહ્મમાં, જે સ્વરૂપે પરિણામિત્વ અને અવિદ્યાસ્વભાવત્વ સ્વરૂપે જ, સુખ-દુ:ખ ભોક્તપણું ર્માત્માનું છે, તે જ સ્વરૂપે=પરિણામિત્વ અને અવિદ્યાસ્વભાવત્વ સ્વરૂપે જ, જો પરમાત્માનું થાય અર્થાત્ પરમાત્માનું સુખ-દુ:ખ ભોક્તપણું થાય તો કર્માત્માની જેમ પરમાત્માનું પરિણામિત્વ અને અવિદ્યાસ્વભાવત્વ થાય.
અર્થે .....
અનુપ્રવેશ:, અથથી રાજ્માર્તંડકાર હે કે તેનું=કર્માત્માનું, સાક્ષાત્ ભોક્તત્વ નથી, પરંતુ ઉદાસીનપણારૂપે બુદ્ધિમાં અધિષ્ઠાતૃપણું હોવાના કારણે-શુદ્ધ બ્રહ્મનું ઉદાસીનપણારૂપે બુદ્ધિમાં અધિષ્ઠાતૃપણું હોવાના કારણે, તેનાથી ઉપઢૌક્તિ એવું ભોક્તત્વ-અવિદ્યાથી સહિત એવું ભોક્તત્વ કર્મરૂપ આત્મા વેદાંતવાદી સ્વીકારે છે તો અમારા દર્શનમાં અનુપ્રવેશ છે=વેદાંતવાદીઓનો સાંખ્યદર્શનમાં અનુપ્રવેશ છે.
અહીં પ્રશ્ન થાય કે વેદાંતવાદીઓ તો બ્રહ્મને સુખરૂપ માને છે ચિન્માત્રરૂપ માનતા નથી, તેથી વેદાંતદર્શનની કઈ માન્યતા સાંખ્યમતાનુસાર થાય ? તેથી કહે છે -
आनन्दरूपता .નિરાતા, અને આનંદરૂપતા=મોક્ષમાં આત્માનું આનંદરૂપપણું, પૂર્વમાં નિરાકૃત કરાયું છે, અર્થાત્ પૂર્વમાં જ હેવાયું છે કે બ્રહ્મને આનંદરૂપ સ્વીકારવામાં આવે તો સંવેદ્ય અને સંવેદનનો સ્વીકાર હોવાથી અદ્વૈતની હાનિ છે, તે કથન દ્વારા બ્રહ્મનું આનંદરૂપપણું નિરાકૃત કરાયું છે.
વળી વેદાંતવાદી કર્માત્મા અને પરમાત્મા એમ બે ભેદ સ્વીકારીને અવિદ્યાને કારણે શુદ્ધ બ્રહ્મની કર્માત્મારૂપે પ્રાપ્તિ છે, તેમ સ્વીકારે છે તેને દોષ આપતાં સાંખ્યદર્શનકાર ગ્નિથી કહે છે -
=
જ્જિ. . શાસ્ત્રાધિારી ? વળી કર્માત્માનું અવિદ્યા અસ્વભાવપણું હોતે છતે નિ:સ્વભાવપણું પ્રાપ્ત થવાને કારણે=ર્માત્માનો ચિન્માત્રરૂપસ્વભાવ કે અવિદ્યારૂપસ્વભાવ બંનેનો અભાવ પ્રાપ્ત થવાને કારણે, કોણ શાસ્ત્રનો અધિકારી થાય ? અર્થાત્ કોઈ થઈ શકે નહીં.
કેમ શાસ્ત્રનો અધિકારી કોઈ થઈ શકે નહીં ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે
-
न तावत् . ... વૈયર્થ્યપ્રમ:, નિત્યનિર્યુક્તપણું હોવાથી પરમાત્મા શાસ્ત્રના અધિકારી નથી, વળી અવિદ્યાનું અસ્વભાવપણું હોવાથી કર્માત્મા શાસ્ત્રના અધિકારી નથી, અને તેથી સક્લશાસ્ત્રના વ્યર્થપણાનો પ્રસંગ આવે.