________________
૧૯૪
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૨૮-૨૯ સંસ્કરોનો અનુદય થયે છત, સર્વ પ્રકારની વિવેકખ્યાતિ થવાના કારણે પરિશેષથી ધર્મમેઘસમાધિ થાય છે.
ધર્મમેઘસમાધિની વ્યુત્પત્તિ સ્પષ્ટ કરે છે –
પ્રકૃDF મતિ પ્રકૃષ્ટ અશુક્લ-અકૃષ્ણ પરમપુરુષાર્થસાધક ધર્મ, તેને સિંચન કરે છે તે ધર્મમેઘ છે. આના દ્વારા પ્રસ્તુત સૂત્રના કથન દ્વારા, પ્રકૃષ્ટ ધર્મનું ધર્મમેઘ સમાધિકાલીન પ્રકૃષ્ટ ધર્મનું જ, જ્ઞાનનું હેતુપણું છે મોક્ષ પ્રાપ્તિના પ્રબળ કારણ એવા ૨૫ તત્ત્વોનો બોધ સ્વરૂપજ્ઞાનનું હેતુંપણું છે, એ પ્રમાણે ઉપપાદિત થાય છે. ll૪-૨૮ ભાવાર્થ : ફળની અલિપ્સાવાળા યોગીને સર્વથા વિવેકખ્યાતિથી ધર્મમેઘસમાધિની પ્રાતિ :
જે યોગીઓ વ્યુત્થાનના સંસ્કારના નાશ માટે સમ્યગ યત્ન કરે છે, તેના બળથી સમાધિની વચમાં વ્યુત્થાનના સંસ્કારોનો અનુદય થાય છે, તેના ફળરૂપે તે યોગીઓને સમાધિના પ્રકર્ષની પ્રાપ્તિ થાય છે, તે સમાધિનો પ્રકર્ષ તે યોગીને કઈ રીતે થાય છે ? તે બતાવવા અર્થે કહે છે –
પાતંજલમતાનુસાર પુરુષ અને પ્રકૃતિરૂપ બે તત્ત્વો છે, પ્રકૃતિમાંથી બુદ્ધિ આદિ તત્ત્વો જે ક્રમથી વ્યવસ્થિત છે તે સર્વ તત્ત્વોના પાતંજલદર્શનની પ્રક્રિયા અનુસાર પરસ્પર વિલક્ષણ સ્વરૂપને જાણીને તેનું વિભાવન કરવામાં આવે તે પ્રસંખ્યાન કહેવાય છે અર્થાત્ પ્રકૃષ્ટ માર્ગાનુસારી બુદ્ધિ કહેવાય છે અને તેવી બુદ્ધિનો ઉદય થયે છતે પણ જે યોગી ફળની લિપ્સા વગરના છે, તેમની ચિત્તભૂમિમાં વ્યુત્થાનના કોઈ સંસ્કારોનો ઉદય થતો નથી, તેથી સમાધિમાં સુદઢ યત્ન કરીને અનવરત વિવેકખ્યાતિમાં વર્તે છે, જ્યારે તે યોગીને સર્વ પ્રકારની વિવેકખ્યાતિ પ્રાદુર્ભાવ થાય છે ત્યારે તેના પ્રકર્ષરૂપ પરિશેષથી ધર્મમેઘસમાધિ થાય છે, તે ધર્મમેઘસમાધિ પ્રકૃષ્ટ એવા અશુક્લ-અકૃષ્ણરૂપ અને પરમપુરુષાર્થ એવા મોક્ષના સાધક ધર્મને આત્મામાં સિંચન કરે છે, તે ધર્મમઘસમાધિ છે અને તેવી સમાધિને તે યોગી પ્રાપ્ત કરે છે.
આ કથનથી શું ફલિત થાય છે, તે સ્પષ્ટ કરતાં કહે છે –
પાતંજલદર્શનની પ્રક્રિયા અનુસાર પચ્ચીશ તત્ત્વના જ્ઞાનથી પુરુષની મુક્તિ થાય છે અને તે જ્ઞાનનો હેતુ પ્રકૃષ્ટ ધર્મ છે અને આ પ્રકૃષ્ટ ધર્મ ધર્મમેઘસમાધિથી પ્રગટે છે માટે પચ્ચીશ તત્ત્વના પારમાર્થિક જ્ઞાનના અર્થીએ ધર્મમેઘસમાધિના ઉપાયભૂત વિવેકખ્યાતિ આદિમાં યત્ન કરવો જોઈએ. II૪-૨૮ અવતરણિકા:
तस्माद्धर्ममेघात् किं भवतीत्याह - અવતરણિકાર્ય :
તે ધર્મમેઘસમાધિથી શું થાય છે ? એને કહે છે –