________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૩૩
૨૦૦ યદ્રિ ......પ્રાતત્વીત્, જો જે પુરુષ વડે જ શાસ્ત્ર ઉપદિષ્ટ કર્મ અનુષ્ઠિત છે, તેનું તે પુરુષનું જ, ભોક્નત્વ થાય તો હિતની પ્રાપ્તિ અને અહિતના પરિવાર માટે સર્વની પ્રવૃત્તિ ઘટે; કેમ કે હાનઉપાદાનસ્વરૂપ સર્વવ્યવહારનું અનુસંધાનથી જે કૃત્ય હું કરું છું એનું ફળ મને મળશે એ પ્રકારના અનુસંધાનથી જ, પ્રાપ્તપણું છે, તેથી જ્ઞાનક્ષણરૂપ આત્મા સ્વીકારી શકાય નહીં, પરંતુ સર્વેક્ષણોમાં અનુગત આત્મા સ્વીકારવો પડે એ પ્રમાણે અધ્યાહાર છે.
વળી જ્ઞાનક્ષણાત્મક આત્મા સ્વીકારીએ તો કોઈ વ્યવહાર સંગત થાય નહીં તેમાં હેતુ કહે છે –
જ્ઞાનક્ષUTનાં ....... વ્યવસ્થાપ્યતે, જ્ઞાનક્ષણોનો પરસ્પર ભેદ હોવાને કારણે અનુસંધાનશૂન્યપણું હોવાથી તેના અનુસંધાનના અભાવમાં=જ કૃત્ય હું કરું એનું ફળ મને મળશે એ પ્રકારના અનુસંધાનના અભાવમાં, કોઈ પણ વ્યવહારની અનુપત્તિ છે-હિતની પ્રાપ્તિ અને અહિતના પરિણારરૂપ કોઈ પણ વ્યવસરની ઉપપત્તિ સંગત થતી નથી માટે જ્ઞાનક્ષણરૂ૫ આત્મા સ્વીકારી શકાય નહીં, પરંતુ અનેક ક્ષણોમાં અનુગત આત્મા સ્વીકારી શકાય અને કર્તા, ભોક્તા અને અનુસંધાતા જે છે તે આત્મા છે એ પ્રકારે વ્યવસ્થાપન કરાય છે.
મોક્ષાથાં ....... માત્મપ્રીત્વમ્ ! વળી મોક્ષદશામાં સક્લ ગ્રાહ્ય-ગ્રાહકસ્વરૂપ વ્યવહારનો અભાવ હોવાથી અર્થાત્ આ ભોગ પદાર્થો મારા માટે ગ્રાહ્યા છે અથવા આ યોગમાર્ગ મારા માટે ગ્રાહ્યા છે અને તેનો હું ગ્રાહક છું એ રૂપ વ્યવહારનો અભાવ હોવાથી, ચૈતન્યમાત્ર જ તેનું આત્માનું, અવશેષ રહે છે. તે ચૈતન્ય મોક્ષમાં રહેલું ચૈતન્ય, ચિતિમાત્રપણાથી ઘટે છે, નહિ કે આત્મસંવેદનથી= આત્મસંવેદનથી ઘટતું નથી, જે કારણથી ચિતિનું વિષયગ્રહણ સમર્થપણું જ સ્વરૂપ છે, આત્મગ્રાહકપણું સ્વરૂપ નથી.
આત્માનું ચૈતન્ય ચિતિમાત્રપણાથી ઉપપન્ન થાય છે, આત્મસંવેદનથી થતું નથી. તે પદાર્થ સ્પષ્ટ કરવા તથઢિથી કહે છે –
તથાદિ - તે આ પ્રમાણે –
૩મર્થfશ્ચત્યા . ૩પપ ચિતિથી ગ્રહણ કરાતો અર્થ ‘આ’ એ પ્રમાણે ગ્રહણ થાય છે, “હું” એ પ્રમાણે ગ્રહણ કરાતું સ્વરૂપ છે-ચિતિથી ગ્રહણ કરાતું સ્વરૂપ છે, વળી એક સાથે પરસ્પર વિરુદ્ધ એવા બહિર્મુખતાસ્વરૂપ અને અંતર્મુખતાસ્વરૂપ વ્યાપાર કરવા માટે શક્ય નથી.
આ રીતે પૂર્વમાં કહ્યું એ રીતે, એક સમયમાં વ્યાપારલયનું અંતર્મુખતા અને બહિર્મુખતારૂપ બે વ્યાપારનું, કરવા માટે અશક્યપણું હોવાથી ચિદ્રુપતા જ અવશેષ રહે છે આત્માની ચિદ્રુપતા જ અવશેષ રહે છે (પરંતુ આત્મસંવેદન થતું નથી.)
આથી=સંસારઅવસ્થામાં આત્માની ચિદ્રુપતા જ રહે છે, આત્મસંવેદન થતું નથી આથી, મોક્ષઅવસ્થામાં નિવૃત્ત અધિકારવાળા ગુણો થયે છતે, ચિન્માત્રરૂપ આત્મા રહે છે. એ પ્રમાણે જ યુક્ત છે.