________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૩૩ मात्मसमवेते सुखे समुत्पन्ने तस्यानुभवितृत्वं न तस्यामेवावस्थायां दुःखानुभवितृत्वम्, अतोऽवस्थानां नानात्वात् तदभिन्नस्यावस्थावतोऽपि नानात्वं, नानात्वेन च परिणामित्वान्नाऽऽत्मत्वम्, नापि नित्यत्वम्, अत एव शान्तब्रह्मवादिभिः साङ्ख्यैरात्मनः सदैव संसारदशायां मोक्षदशायां चैकरूपत्वमङ्गीक्रियते ।
૨૦૬
ટીકાર્ય :
समाप्त . ૩તે, સમાપ્ત કર્યા છે ભોગ અને અપવર્ગસ્વરૂપ પુરુષનાં અર્થ જેને એવા ગુણોનો જે પ્રતિપ્રસવ=પ્રતિલોમપરિણામની સમાપ્તિમાં વિકારનો અનુભવ, કૈવલ્ય છે એમ અન્વય છે અથવા ચિતશક્તિની વૃત્તિના સારુષ્યની નિવૃત્તિ થયે છતે અર્થાત્ ચિતિશક્તિ બુદ્ધિમાં પ્રતિબિંબ થવાના કારણે બુદ્ધિમાં ઉત્પન્ન થતું બુદ્ધિનું સારુપ્ય ચિતિશક્તિમાં છે તે પ્રકારના વ્યવહાર થાય છે તેની નિવૃત્તિ થયે છતે, સ્વરૂપમાત્રમાં અવસ્થાન=આત્માનું પોતાના સ્વરૂપમાત્રમાં અવસ્થાન, તે કેવલપણું કહેવાય છે અર્થાત્ આત્માનું પ્રકૃતિથી મુક્ત એવું કેવલપણું કહેવાય છે.
-----
ન લેવલમ્ .... અતિતે । શરીરરૂપ ક્ષેત્રના સ્વરૂપને જાણનારો એવો સંસારીજીવ કૈવલ્ય અવસ્થામાં આવા પ્રકારના સ્વરૂપવાળો ચિદ્રૂપ=પ્રસ્તુત સૂત્રમાં બતાવ્યો તેવા સ્વરૂપવાળો ચિદ્રૂપ, કેવલ અમારા દર્શનમાં નથી, યાવદ્ દર્શનાંતરમાં પણ વિચારાતો આવા સ્વરૂપવાળો પ્રાપ્ત થાય છે.
અન્ય દર્શનોમાં પણ ક્ષેત્રજ્ઞ આવા સ્વરૂપવાળો પ્રાપ્ત થાય છે તે તથાર્ત્તિથી બતાવે છે
તેમાં પ્રથમ બૌદ્ધદર્શનની માન્યતાને સામે રાખીને ક્ષેત્રજ્ઞ આવા સ્વરૂપવાળો સ્વીકારવો જોઈએ તે બતાવે છે –
તથાહિ – તે આ પ્રમાણે
સંસાર વાયામ્..... અભ્યાનમપ્રસŞA, સંસારદશામાં આત્મા કર્તૃત્વ, ભોક્તૃત્વ, અનુસંધાતૃત્વમય પ્રતીત થાય છે=હું આ કૃત્યો કરું છું, હું આ ભોગો ભોગવું છું, અને કરાયેલા કર્મોનો હું ભોક્તા છું એ પ્રકારે હું અનુસંધાન કરું છું એ સ્વરૂપે આત્મા પ્રતીત થાય છે.
અન્યથા=સંસારદશામાં આત્મા કર્તૃત્વ, ભોક્તૃત્વ, અનુસંધાતૃત્વમય પ્રતીત થાય છે એમ ન સ્વીકારો અને જો આ એક ક્ષેત્રજ્ઞ તેવા પ્રકારનો ન થાય=ર્તૃત્વ, ભોક્તત્વ અને અનુસંધાતૃત્વમય ન થાય તો પૂર્વ-અપર અનુસંધાતૃશૂન્ય એવી જ્ઞાનક્ષણોનો જ આત્મભાવમાં નિયત કર્મના ફળનો સંબંધ થાય નહીં અર્થાત્ પોતે જે નિયત કૃત્ય ક્યું છે તેના ફળનો સંબંધ થાય નહીં, અને કૃતહાન અને અકૃતઅભ્યાગમનો પ્રસંગ છે માટે સંસારદશામાં આત્મા કર્તૃત્વ, ભોક્તત્વ અને અનુસંધાતૃત્વમય છે એમ સ્વીકારવું જોઈએ, એ પ્રમાણે અધ્યાહાર છે.
વળી સંસારદશામાં આત્માને કર્તા, ભોક્તા અને અનુસંધાતા ન સ્વીકારવામાં આવે તો દેખાતા વ્યવહા૨ની સંગતિ થાય નહીં તે બતાવવા અર્થે કહે છે –