________________
૨૦૮
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૩૩ વળી સંસારદશામાં આવા પ્રકારનું પૂર્વમાં વર્ણન કર્યું એવા પ્રકારનું જ, કર્તૃત્વ, ભોફ્તત્વ અને અનુસંધાતૃત્વ સર્વ ઉપપન્ન થાય છે.
તથાદિ - તે આ પ્રમાણે –
વોડ્યું... વાત્પનાનન્દ:, પ્રકૃતિની સાથે આનો આત્માનો, અવિવેકખ્યાતિમૂળ જે આ અનાદિ નૈસર્ગિક એવો ભોગ્ય-ભોક્નત્વસંબંધ છે, તે હોતે છતે પ્રકૃતિ સાથે પુરુષનો ભોગ્ય-ભોક્નત્વસંબંધ હોતે છતે, પુરુષાર્થ કર્તવ્યતારૂપ શક્તિયનો સદુભાવ હોતે છતે પુરુષના પ્રયોજનની કર્તવ્યતારૂપ અનુલોમ અને પ્રતિલોમ રૂ૫ બે શક્તિનો સદ્ભાવ પ્રકૃતિમાં હોતે છતે, જે મહદ્ આદિ ભાવથી પરિણતિ છે પ્રકૃતિની મહદાદિભાવરૂપે પરિણતિ છે, તેનો સંયોગ હોતે છતે પ્રકૃતિનો મહદાદિભાવરૂપે સંયોગ હોતે છતે, આત્માનું ચિછાયાના સમર્પણના સામર્થ્યરૂપ જે અધિષ્ઠાતૃપણું છે અને બુદ્ધિસત્ત્વનું સંક્રાન્ત ચિછાયાના ગ્રહણનું સામર્થ્ય છે-બુદ્ધિમાં સંક્રાંત થયેલ પુરુષની છાયાના ગ્રહણનું સામર્થ્ય છે, અને ચિથી અવષ્ટબ્ધ એવી બુદ્ધિનો પુરુષની ચિછાયાથી યુક્ત એવી બુદ્ધિનો, જે આ કર્તુત્વભોક્નત્વ અધ્યવસાય છે, તેનાથી આત્માનું ચિછાયાનું સમર્પણ અને બુદ્ધિસત્ત્વનું ચિછાયાનું ગ્રહણ અને ચિત્છાયારૂપ બુદ્ધિના કર્તુત્વ-ભોક્નત્વના અધ્યવસાયથી જ, સર્વ અનુસંધાનપૂર્વક્તા મેં આ કૃત્ય કર્યું છે તેનું ફળ મને મળશે એ પ્રકારના અનુસંધાનપૂર્વના, વ્યવહારની નિષ્પત્તિ હોવાથી અન્ય ફલ્ગ કલ્પનાજ૫ વડે શું ? પાતંજલદર્શનકાર સ્વીકારે છે એ પ્રકારના પદાર્થની વ્યવસ્થાને છોડીને પૂર્વ-અપર અનુસંધાનશૂન્ય જ્ઞાનક્ષણો રૂપ જ આત્મા છે ઇત્યાદિ નિરર્થક કલ્પનાના સમૂહ વડે શું ? એ પ્રમાણે રાજમાર્તડ ટીકાકાર કહે છે –
વળી પાતંજલદર્શનકારે પોતાની પ્રક્રિયાનુસાર કેવો આત્મા સ્વીકારીને સંસારદશામાં અને મુકાદશામાં સર્વ વ્યવહાર સંગત થાય છે તે અત્યાર સુધી બતાવ્યું. તેને બદલે સંસારદશામાં આત્માના પારમાર્થિક કર્તુત્વ-ભોસ્તૃત્વાદિ ભાવો સ્વીકારીએ તો શું દોષ આવે છે તે બતાવતાં કહે છે –
પુિન:... નચત્, જો વળી આવા પ્રકારના માર્ગના વ્યતિરેકથી=પ્રકૃતિના કર્તુત્વ-ભોક્નત્વનો આત્મામાં ઉપચાર કરાય છે એવા પ્રકારના માર્ગના ત્યાગથી, આત્માનું પારમાર્થિક કર્તુત્વાદિ સ્વીકાર કરાય તો આના-આત્માના, પરિણામીપણાનો પ્રસંગ છે અને પરિણામીપણું હોવાથી અનિત્યપણામાંs આત્માના અનિત્યપણામાં, તેનું આત્માનું, આત્મપણું જ ન થાય.
આત્માને પરિણામી સ્વીકારીએ તો આત્માનું આત્મપણું કેમ ન થાય ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – - ર દિ સામવતિ, એક જ સમયમાં એક જ રૂપે પરસ્પર વિરુદ્ધ અવસ્થાનો અનુભવ સંભવતો
નથી,
એક જ સમયમાં એક જ સ્વરૂપે પરસ્પર વિરુદ્ધ અવસ્થાનો અનુભવ કેમ સંભવતો નથી? તે તથાદિથી સ્પષ્ટ કરે છે –