________________
૧૯૮
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કેવલ્યપાદ | સૂત્ર-૩૦ની ઉપા. મ.સા.ની ટિપ્પણી કેમ અયુક્ત છે તેમાં હેતુ કહે છે – જ્ઞાનના આવરણનું શેય અંશમાં જ આવારકપણું છે, જ્ઞાનના સ્વરૂપના આવરણમાં પુરુષને અચેતન્ય માનવાનો પ્રસંગ :
જ્ઞાનનું જે આવરણ છે તે જ્ઞાનના વિષયભૂત શેયને જાણવા દેતું નથી, તેથી જ્ઞાનનું આવરણ શેય પદાર્થોનું આવારક છે અર્થાત્ શેય પદાર્થોના બોધમાં પ્રતિબંધક છે. જો તેમ ન સ્વીકારવામાં આવે અને પાતંજલદર્શનકાર કહે છે તે પ્રમાણે જ્ઞાનનું આવરણ જ્ઞાનના સ્વરૂપને આવરણ કરનાર છે તેમ માનીએ તો જ્ઞાનનું સ્વરૂપ આવૃત્ત થઈ જાય અને જ્ઞાનના આવરણથી જ્ઞાનનું સ્વરૂપ આવૃત્ત થાય છે તેમ માનીએ તો પુરુષને અચૈતન્ય માનવાનો પ્રસંગ આવે.
વસ્તુતઃ પુરુષમાં રહેવું જ્ઞાન શેયનો બોધ કરે છે, તે બોધ કરવામાં જ્ઞાનનું આવારક કર્મ જ્ઞાનશક્તિને કુંઠિત કરે છે, તેથી પુરુષની વિદ્યમાન જ્ઞાનશક્તિ કેટલાક શેયોનું જ્ઞાન કરી શકતી નથી, તેમ માનવું ઉચિત છે. જ્ઞાનના અનંતપણામાં ડ્રેયના અનંતપણાનું ધ્રુવપણુંઃ
વળી પાતંજલદર્શનકાર સ્વીકારે છે તે પ્રમાણે જ્ઞાનના આવરણરૂપ મલ દૂર થાય તો જ્ઞાન અનંત બને અને તેમ સ્વીકારીએ તો જ્ઞાનના વિષયભૂત જ્ઞયને પણ અનંત માનવું જોઈએ; કેમ કે જ્ઞાનના આવારક કર્મોએ જ્ઞાનશક્તિને અવરુદ્ધ કરેલ, તેથી સર્વજ્ઞયનું જ્ઞાન થતું ન હતું અને આવરણના અપગમથી જ્ઞાન અનંત બને તો તે જ્ઞાનનો વિષય ય પણ અનંત છે તેમ માનવું જોઈએ.
અહીં પ્રશ્ન થાય કે આવરણના અપગમથી જ્ઞાન અનંત થયું તેમ સ્વીકારીએ અને શેય અનંત નથી તેમ સ્વીકારીએ તો શું વાંધો છે ? તેથી કહે છે – જ્ઞાનના આનન્યમાં શેયના આનન્યનું ધ્રુવપણું છે એમ જે કહેવાયું તે સુકત છે તેમાં યુક્તિ:
આત્મરૂપ જ્ઞાન અને પરરૂપ એવું જોય એ બે વચ્ચે કર્ત-કર્મભાવ છે, તેથી કર્મ વગર-જ્ઞાનના વિષયભૂત એવા શેયરૂપ કર્મ વગર, જ્ઞાન છે એમ કહી શકાય નહીં, આ પ્રકારનો કર્તૃ-કર્મભાવ યાવત્ સ્થાનમાં છે, તેથી જ્યાં જ્યાં જ્ઞાન છે, ત્યાં ત્યાં તે જ્ઞાનના વિષયભૂત કર્મ=mયરૂપ કર્મ, અવશ્ય જોઈએ અને તેમ સ્વીકારીએ તો જ્ઞાન અનંત હોય તો તેના વિષયભૂત જોય પણ અનંત હોય અને જો જ્ઞાનના વિષયભૂત શેય પરિમિત હોય તો તે જ્ઞાન પણ પરિમિત બને.
અહીં વિશેષ એ છે કે જેમ બાહ્ય એવા શેય ઘટ-પટાદિરૂપ અનેક છે તેમ પુરુષમાં રહેલું જ્ઞાન અનેક નથી, પરંતુ પુરુષનું સ્વરૂપ હોવાથી તે એક છે, આમ છતાં તે જ્ઞાનના વિષયો અનેક છે, તેથી તે અનેક વિષયવાળું જ્ઞાન હોવાથી જ્ઞાન અનેક કહેવાય છે અને તેમ સ્વીકારીને જ્ઞાનને અનંત સ્વીકારવું હોય તો મને અનંત સ્વીકારવું જોઈએ માટે પાતંજલદર્શનકાર જે કહે છે કે જ્ઞાન અનંત હોવાથી તેના વિષયભૂત શેય અલ્પ છે તે કથન તેઓનું અસંગત છે.