________________
૨૦૨ પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૩૨ / સૂત્ર-૩૨ની ઉપા. મ.સા.ની ટિપ્પણી
આનાથી એ ફલિત થાય છે કે ક્ષણોનો ક્રમ તે પરિણામના અપરાંતવાળા પરિણામથી નિર્વાહ્ય છે. જેમ - માટીના પિંડપરિણામના અપરાંતવાળો ઘટ પરિણામ છે, તેનાથી માટીમાં વર્તતા પિંડાદિ પરિણામોના ક્રમનું ગ્રહણ થાય છે.
વળી આ ક્રમ ક્ષણપ્રતિયોગી છે, તેમ કહેવાથી એ પ્રાપ્ત થાય છે કે વીરભગવાનની પ્રતિમાને વીરપ્રતિયોગી પ્રતિમા કહેવાય છે, તેમ પ્રથમ ક્ષણની ઉત્તરમાં જે વિલક્ષણ ક્ષણ થાય છે, તેની સાથે સંબંધવાળી પ્રથમની ક્ષણ છે, તેથી ક્ષણોનો ક્રમ એ ક્ષણપ્રતિયોગી છે, માટે જેમ વી૨પ્રતિયોગી મૂર્તિ એ વીરસંબંધી મૂર્તિ કહેવાય છે, તે રીતે ક્ષણપ્રતિયોગી ક્રમ એટલે ક્ષણસંબંધી ક્રમ એ પ્રમાણે ફલિત થાય છે=કહેવાય છે. II૪-૩૨ા
પાતંજલયોગસૂત્ર ૪-૩૨ ઉપર પૂજ્ય ઉપાધ્યાય યશોવિજય મહારાજ સાહેબની ટિપ્પણરૂપ વ્યાખ્યા [य.] व्याख्या-सर्वत्र द्रव्यतयाऽक्रमस्य पर्यायतया च क्रमस्यानुभवात् क्रमाक्रमानुविद्धत्रैलक्षण्यस्यैव सुलक्षणत्वात् कूटस्थनित्यतायां मानाभावः पर्याये च स्थितिचातुविध्याद्वैचित्र्यमिति प्रवचनरहस्यमेव सयुक्तिकमिति तु श्रद्धेयम् ॥
અર્થ:
"
સર્વત્ર-સર્વ પદાર્થોમાં દ્રવ્યપણાથી અક્રમનો અને પર્યાયપણાથી ક્રમનો અનુભવ હોવાને કારણે ક્રમ, અમથી અનુવિદ્વ ઐલક્ષણ્યનું સુલક્ષણપણું હોવાથી=પર્યાયાર્થિકપણાથી ક્રમ અનુવિદ્ધ અને દ્રવ્યાર્થિકપણાથી અમઅનુવિદ્ધ એવા ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યરૂપ ત્રૈલક્ષણ્યનું સુલક્ષણપણું હોવાથી, કૂટસ્થનિત્યપણામાં=પુરુષને પાતંજલદર્શનકાર કૂટસ્થનિત્ય માને છે તેમાં, માનાભાવ છે=પ્રમાણનો અભાવ છે અર્થાત્ કોઈ પ્રમાણ નથી, અને પર્યાયમાં સ્થિતિના ચાતુર્વિધ્યથી વૈચિત્ર્ય છે એ પ્રમાણે-પદાર્થ ત્રિલક્ષણરૂપ છે કોઈ પદાર્થ કૂટસ્થ નિત્ય નથી અને પર્યાયમાં સ્થિતિના ચતુર્વિધપણાના કારણે વિચિત્રપણું છે એ પ્રમાણે, પ્રવચનનું રહસ્ય જૈન શાસનના તત્ત્વો જ, સયુક્તિક છે=યુક્તિ યુક્ત છે, એ પ્રમાણે વળી શ્રદ્ધા કરવી જોઈએ.
ભાવાર્થ:
સર્વ પદાર્થોના દ્રવ્યપણાથી અક્રમનો અને પર્યાયપણાથી ક્રમનો અનુભવ હોવાને કારણે ક્રમઅક્રમથી અનુવિદ્ધ ઉત્પાદ-વ્યય અને ધૌવ્યરૂપ ત્રૈલક્ષણ્યનું સુલક્ષણપણું હોવાથી પુરુષના ફૂટસ્થનિત્યપણામાં માનાભાવ :
જગતવર્તી સર્વ પદાર્થોને જિનવચનાનુસાર યુક્તિથી અને અનુભવથી જોવામાં આવે તો સર્વ પદાર્થો દ્રવ્યપણારૂપે અવસ્થિત છે, તેથી તેમાં કોઈ ક્રમ નથી, પરંતુ સદા એકસ્વરૂપે દેખાય છે. જેમ - પુદ્ગલદ્રવ્ય તે તે રૂપે પરિણમન પામતું પ્રત્યક્ષથી દેખાય છે, તોપણ તે પુદ્ગલો તે તે પર્યાયથી અન્ય અન્યરૂપે પરિણમન પામતા હોવા છતાં દ્રવ્યરૂપે સદા તે પુદ્ગલરૂપે અવસ્થિત છે, માટે દ્રવ્યને જોનારી દૃષ્ટિથી પદાર્થમાં કોઈ ક્રમ નથી.