________________
૨૦૩
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૩૨ની ઉપા. મ.સા.ની ટિપ્પણી
વળી પર્યાયની દૃષ્ટિથી સર્વ પદાર્થમાં કમનો અનુભવ છે. જેમ પુદ્ગલદ્રવ્યમાં પ્રતિક્ષણ નવા નવા પર્યાય થતાં પ્રત્યક્ષથી દેખાય છે, આથી જ પિંડઅવસ્થાને પામેલું માટીદ્રવ્ય ક્રમસર સ્થાસ, કોશ આદિ અવસ્થાને પામતું પ્રત્યક્ષથી દેખાય છે.
આપણો પોતાનો આત્મા પણ દ્રવ્યરૂપે અવસ્થિત દેખાય છે, તોપણ બાળ, યુવા વગેરે પર્યાયરૂપે ક્રમસર પરિણમન પામતો દેખાય છે. તેથી એ ફલિત થાય છે કે દેખાતાં સર્વ પદાર્થો ક્રમથી અને અક્રમથી અનુવિદ્ધ એવા ત્રિલક્ષણવાળાં છે માટે પદાર્થનું ક્રમ-અક્રમથી અનુવિદ્ધ àલક્ષણ્યનું સુલક્ષણપણું છે, આ રીતે જયારે પદાર્થનું ત્રિલક્ષણપણું સુલક્ષણ હોય ત્યારે કોઈ પદાર્થને કૂટસ્થ નિત્ય સ્વીકારી શકાય નહીં, માટે પાતંજલદર્શનકાર આત્માને જે ફૂટસ્થ નિત્ય માને છે. તેમાં કોઈ પ્રમાણ નથી.
પર્યાયમાં સ્થિતિનું ચતુર્વિઘપણું હોવાથી વૈચિત્ર્ય :
વળી પર્યાયમાં પણ સ્થિતિના ચાતુર્વિધ્યને કારણે વૈચિત્ર્ય છે, આથી જ આકાશાદિ કેટલાક દ્રવ્યોનો પરિણામ પ્રતિક્ષણ પરિણામાંતર થાય છે તો પણ તે પરિણામાંતર પર્યાય સદા સદશ વર્તે છે, માટે તે પર્યાયની સ્થિતિ અનાદિ અનંત છે. કેટલાક ભાવો અનાદિના છે છતાં સાંત થાય છે. જેમ - આત્માનો સંસારપર્યાય પ્રતિક્ષણ પરાવર્તન થાય છે, તોપણ અનાદિથી તે સંસારપર્યાય સંસારપર્યાયરૂપે રહેલ છે અને જે જીવ મોક્ષ પ્રાપ્ત કરે છે તે જીવનો સંસારપર્યાય અનાદિનો હોવા છતાં સાંત થાય છે માટે તે પર્યાયમાં અનાદિ સાંત સ્થિતિ છે. વળી સંસારી જીવો મુક્ત થાય છે ત્યારે મુક્તપર્યાય તેમાં પ્રગટે છે તે મુક્તપર્યાય પ્રતિક્ષણ સદેશરૂપે પરિણમન પામે છે, પરંતુ ક્યારેય પણ વિદેશ પરિણમન પામતું નથી તેથી તે મુક્ત પર્યાય સાદિ અનંત છે. વળી કેટલાક પર્યાયો પૂર્વમાં હતા નથી અને પાછળથી થાય છે અને તે પર્યાય પણ અમુક કાળ પછી નાશ પામે છે. જેમ – આત્માનો મનુષ્યપર્યાય જન્મ વખતે ઉત્પન્ન થાય છે અને પ્રતિક્ષણ મનુષ્ય, મનુષ્યરૂપે જીવનની સમાપ્તિ સુધી રહે છે, પછી નાશ પામે છે, તેથી મનુષ્યપર્યાય સાદિ સાંત છે, માટે પર્યાયમાં સ્થિતિના ચતુર્વિધપણાથી વિચિત્રપણું છે. આ પ્રકારનું=પદાર્થનું ત્રિલક્ષણપણું છે માટે કૂટસ્થ નિત્યમાં પ્રમાણ નથી અને પર્યાયમાં સ્થિતિનું ચતુર્વિધપણું છે, એ પ્રકારનું પ્રવચનનું રહસ્ય યુક્તિક છે યુક્તિ સંગત છે, એ પ્રમાણે શ્રદ્ધા કરવી જોઈએ. સ્વસમયથી અંકિત પાતંજલયોગસૂત્ર ઉપર વ્યાખ્યારૂપ આ ટિપ્પણ રચવાનું પ્રયોજન :
પાતંજલયોગસૂત્ર ઉપર પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબે જે જે સૂત્રો ઉપર ટિપ્પણરૂપ વ્યાખ્યા કરી છે તે જૈનદર્શનના શાસ્ત્રની મર્યાદાથી અંકિત છે.
અહીં પ્રશ્ન થાય કે અન્યદર્શનના યોગ ગ્રંથ ઉપર જૈનશાસનની મર્યાદાથી ટિપ્પણી લખવાનું પ્રયોજન શું ? તેથી કહે છે –