________________
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કેવલ્યપાદ | સૂત્ર-૩૨
૨૦૧
સૂત્ર :
क्षणप्रतियोगी परिणामापरान्तनिर्ग्राह्यः क्रमः ॥४-३२॥ સૂત્રાર્થ :
પરિણામના અપરાંતથી નિર્વાહ્ય ક્ષણપ્રતિયોગી ક્રમ છે. ll૪-1શા ટીકા :
'क्षणेति'-क्षणोऽल्पीयान्कालस्तस्य योऽसौ प्रतियोगी क्षणविलक्षणः परिणामापरान्तनिर्ग्राह्योऽनुभूतेषु क्षणेषु पश्चात् सङ्कलनबुद्ध्यैव यो गृह्यते स क्षणानां क्रम उच्यते, न
ह्यननुभूतेषु क्षणेषु क्रमः परिज्ञातुं शक्यः ॥४-३२॥ ટીકાર્ય :
ક્ષ: .... નિ., અલ્પીયકાળ ક્ષણ છે, તેનો જે આ પ્રતિયોગી ક્રમ છે તે ક્ષણવિલક્ષણ પરિણામ છે પૂર્વેક્ષણ કરતાં ઉત્તરની ક્ષણરૂપ વિલક્ષણ પરિણામ છે. તે વિલક્ષણ પરિણામરૂપ ક્રમ, પરિણામના અપરાંતથી નિર્વાહા છે અર્થાત્ પૂર્વના પરિણામ પછી જે અંતિમ પરિણામ થાય છે, તેનાથી ગ્રહણ થઈ શકે તેવો છે.
ક્ષણનો પ્રતિયોગી એવો ક્રમ પરિણામના અપરાંતથી નિર્વાહ્ય કેમ છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
મનુભૂપુ.... શક્ય: II અનુભૂત થયેલી ક્ષણમાં કોઈ પુરુષે માટીમાંથી ઘડો થતાં જોયેલો હોય અને તે પુરુષે માટીની પિંડઅવસ્થા, સ્વાસઅવસ્થા, કોશઅવસ્થા વગેરે અનુભૂત ક્ષણો છે તેમાં પાછળથી સંક્લન બુદ્ધિ વડે તે સર્વ અનુભવો પછી આ માટીની પિંડ આદિ અનેક ક્ષણો છે એ પ્રકારની સંક્લન બુદ્ધિ વડે જ, જે ગ્રહણ થાય છે તે ક્ષણોનો ક્રમ કહેવાય છે, જે કારણથી અનુભૂત ક્ષણોમાં કોઈ પદાર્થની અનેક ક્ષણોનો કોઈ પુરુષ અનુભવ કર્યો ન હોય તેવી ક્ષણોમાં, ક્રમનું પરિજ્ઞાન કરવા માટે શક્ય નથી, માટે પરિણામના અપરાંતથી નિર્વાહ્ય ક્રમ છે. ll૪-૩૨ી. ભાવાર્થ :
પાતંજલયોગસૂત્ર ૪-૩૧માં કહ્યું કે કૃતાર્થ એવા ગુણોના પરિણામના ક્રમની સમાપ્તિ થાય છે. ત્યાં ક્રમ શબ્દથી વાચ્ય ક્રમસર થતાં ક્ષણોના પરિણામોનું ગ્રહણ છે. જેમ - માટીમાંથી ઘડો થાય છે ત્યારે માટીની પ્રથમ પિંડઅવસ્થા હોય છે, પછી સ્થાસ, કોશ, કુસુલ આદિના ક્રમથી અંતિમ ઘટઅવસ્થા પ્રાપ્ત થાય છે. જે પુરુષે માટીની આ સર્વ અવસ્થા પ્રત્યક્ષ જોઈને અનુભવ કરેલી હોય તે અનુભૂત ક્ષણોમાં પાછળથી સંકલન બુદ્ધિ દ્વારા અર્થાત્ આ પ્રથમ અવસ્થા છે, આ બીજી અવસ્થા છે, ઇત્યાદિ સંકલન બુદ્ધિ દ્વારા જે ગ્રહણ થાય છે, તે ક્ષણોનો ક્રમ કહેવાય છે અને કોઈ પદાર્થમાં ક્રમસર અનેક ભાવો થયેલાં હોય છતાં તેની પ્રતિક્ષણની અવસ્થા જે પુરુષને જ્ઞાત ન હોય તેવી ક્ષણોમાં ક્રમને તે પુરુષ જાણી શકતો નથી.