________________
૨૦૦
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૩૧-૩૨
ભાવાર્થ :
ધર્મમેઘસમાધિથી જ્ઞાન અનંત પ્રાપ્ત થયા પછી કૃતાર્થ થયેલા ગુણોના પરિણામક્રમની સમાપ્તિઃ
પાતંજલદર્શનની પ્રક્રિયાનુસાર યોગીને સાધનાની ચમભૂમિકામાં ધર્મને સમાધિ પ્રગટે છે અને તેનાથી સર્વઆવરણરૂપ મલરહિત જ્ઞાન થાય છે, અને તે જ્ઞાન આકાશની જેમ અનંત છે. ધર્મમેઘસમાધિથી આવું જ્ઞાન થયા પછી પ્રકૃતિના જે સત્ત્વ, રજસ્ અને તમન્ ગુણો છે તે પુરુષને આશ્રયીને કૃતાર્થ બને છે; કેમ કે પુરુષ માટે પ્રકૃતિએ ભોગ અને અપવર્ગરૂપ બંને પ્રયોજનો નિષ્પાદન કર્યા છે, તેથી પ્રકૃતિના ગુણોના પરિણામના ક્રમની સમાપ્તિ થાય છે અર્થાત્ અનુલોમપણાથી અને પ્રતિલોમપણાથી અંગાંગિભાવરૂપે રહેવા સ્વરૂપ પ્રકૃતિનો જે પુરુષાર્થની સમાપ્તિ સુધી પરિણામ છે તે પરિણામનો ક્રમ સમાપ્ત થાય છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થયેલી અને તે બુદ્ધિમાં પુરુષનું જે પ્રતિબિંબ પડેલું તે પુરુષને આશ્રયીને તે પ્રકૃતિ અનુલોમપરિણામથી બુદ્ધિ અહંકારાદિ તત્ત્વોને ઉત્પન્ન કરીને પુરુષના ભોગનું સંપાદન કરતી હતી, જયારે યોગી સાધના માટે પ્રવૃત્તિ કરે છે ત્યારે પ્રકૃતિમાંથી અનુલોમના ક્રમથી ઉત્પન્ન થયેલા સર્વ ભાવો ક્રમસર પ્રતિલોમરૂપે પ્રકૃતિમાં વિશ્રાંત થવા માંડે છે. આ રીતે અનુલોમથી અને પ્રતિલોમથી અંગાંગિભાવરૂપે જે પરિણામની સ્થિતિ છે તે સત્ત્વ, રજસ અને તમસૂ ગુણોનો પરિણામ છે અને આ ગુણોનો પરિણામ પૂર્વે ક્રમસર ભોગનિષ્પત્તિ અર્થે થતો હતો, પછી ક્રમસર અપવર્ગ સંપાદન માટે થતો હતો તે ક્રમની પરિસમાપ્તિ થાય છે, કેમ કે હવે પ્રકૃતિ તે પુરુષને આશ્રયીને કૃતાર્થ થયેલી છે, તેથી ફરી તે પુરુષને આશ્રયીને પ્રકૃતિનો કોઈ પ્રકારનો પરિણામ થતો નથી.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે ધર્મમેઘસમાધિથી તે પુરુષને આશ્રયીને કૃતાર્થ થયેલા પ્રકૃતિના ગુણો થવાથી તે પ્રકૃતિના ગુણો ફરી કોઈ કાર્ય કરતાં નથી, તેથી તે પુરુષને પ્રકૃતિકૃત કોઈ ઉપદ્રવની પ્રાપ્તિ થતી નથી, પરંતુ મોક્ષની પ્રાપ્તિ થાય છે. ll૪-૩૧ અવતરણિકા:
क्रमस्योक्तस्य लक्षणमाह - અવતરણિકાર્ય :
કહેવાયેલા ક્રમનું લક્ષણ કહે છે – ભાવાર્થ :
પાતંજલયોગસૂત્ર ૪-૩૧માં કહ્યું કે કૃતાર્થ એવા ગુણોના પરિણામના ક્રમની સમાપ્તિ થાય છે, તેથી જિજ્ઞાસા થાય છે પરિણામનો ક્રમ શું છે? તેથી ક્રમના લક્ષણને કહે છે.