________________
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કેવલ્યપાદ | સૂત્ર-૨૯-૩૦
૧૯૫
સૂત્ર :
તત: વન્ત્રશર્મનિવૃત્તિ: ૪-૨૧ સૂત્રાર્થ :
તેનાથી=ધર્મમેઘસમાધિથી, ક્લેશ અને કર્મની નિવૃત્તિ થાય છે. II૪-૨૯ll ટીકા : _ 'तत इति'-क्लेशानामविद्यादीनामभिनिवेशान्तानां कर्मणां च शुक्लादिभेदेन त्रिविधानां ज्ञानोदयात् पूर्वपूर्वकारणनिवृत्त्या निवृत्तिर्भवति ॥४-२९॥ ટીકાર્ય :
વર્તેશના .... મવતિ | જ્ઞાનના ઉદયને કારણે પુરુષ અને પ્રકૃતિનો પારમાર્થિક ભેદ છે એ પ્રકારના નિર્મળ બોધને કારણે, પૂર્વ પૂર્વના કારણની નિવૃત્તિ થવાથી=અવિદ્યાદિ જે ક્લેશો છે તેમાંથી પૂર્વ પૂર્વના ક્લેશોના કારણોની નિવૃત્તિ થવાથી, અવિદ્યા છે આદિમાં જેને અને અભિનિવેશ છે અંતમાં જેને એવા ક્લેશોની અને શુક્લાદિભેદથી ત્રિવિધ કર્મોની નિવૃત્તિ થાય છે. II૪-૨ ભાવાર્થ : ધર્મમેઘસમાધિથી ક્લેશો અને કર્મોની નિવૃત્તિઃ
પાતંજલમતાનુસાર સાધક યોગીને ધર્મમેઘસમાધિ થાય છે ત્યારે પ્રકૃષ્ટ કોટિનું પ્રકૃતિના અને પુરુષના ભેદનું જ્ઞાન વર્તે છે અને પ્રકૃષ્ટ જ્ઞાનના ઉદયને કારણે પ્રથમ અવિદ્યારૂપ ક્લેશના કારણની નિવૃત્તિ થાય છે તેનાથી અવિદ્યારૂપ ક્લેશ નિવર્તન પામે છે. આ રીતે ક્રમસર સર્વ ક્લેશોના કારણોની નિવૃત્તિ થવાથી તેના કાર્યરૂપ ક્લેશ પણ નિવર્તન પામે છે, તેથી બુદ્ધિમાં અવિદ્યા આદિ જે ક્લેશો પૂર્વે થતા હતા અને શુક્લાદિ ત્રણ ભેદથી જે કૃત્યો થતા હતા તે સર્વની નિવૃત્તિ થાય છે. ll૪-૨૯ અવતરણિકા :
तेषु निवृत्तेषु किं भवतीत्यत आह - અવતરણિકાર્ય :
ક્લેશ અને કર્મની નિવૃત્તિ થયે છતે શું થાય છે ? એથી કહે છે – સૂત્ર :
तदा सर्वावरणमलापेतस्य ज्ञानस्यानन्त्याज्ज्ञेयमल्पम् ॥४-३०॥