________________
૧૦૯
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૨૨ની ઉપા. મ.સા.ની ટિપ્પણી પાતંજલયોગસૂત્ર ૪-૨૨ ઉપર પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબની ટિપ્પણરૂપ વ્યાખ્યા :
[] પ્રd – અર્થ :
પ્રકૃત છે હવે પ્રકૃત સૂત્ર ૪-૨૨ (વ્યાખ્યા કહે) છે –
[य.] व्याख्या-वयं तु ब्रूमः-अग्निरूपात्मके प्रकाशे संयोगं विनाऽपि यथा स्वत:प्रकाशकत्वं तथा चैतन्येऽपि प्रतिप्राणि परानपेक्षतयानुभूयमाने, अन्यथाऽनवस्थाव्यासङ्गानुपपत्त्यादिदोषप्रसङ्गात्, क्षायिक्यां च दशायां सदा तन्निरावरणस्वभावाधीनम्, तच्चैतन्यं रूपादिवत्सामान्यवदस्पन्दात्मकानुपादानकारणत्वेन गुण इति गुण्याश्रित एव स्यात्, यश्च तस्य गुणी स एवात्मा, निर्गुणत्वं च तस्य सांसारिकगुणाभावपेक्षयैव अन्यथा, (तस्य) स्वाभावाविकानन्तगुणाधारत्वाद्, बिम्बभूतचितो निर्लेपत्वाभ्युपगमे च तत्प्रतिबिम्बग्राहकत्वेन बुद्धौ प्रकाशस्याप्यनुपपत्तिः, बिम्बप्रतिबिम्बभावसम्बन्धस्य द्विष्ठत्वे द्वयोरपि लेपकत्वतौल्यात्, उपचरितबिम्बत्वोपपादने चोपचरितसर्वविषयत्वाद्युपपादनमपि तुल्यमिति नयादेशविशेषपक्षपातमात्रमेतत् ॥ અર્થ : વયં તુ વૂમ: – વળી અમે (પૂજ્ય ઉપાધ્યાય મહારાજ સાહેબ) કહે છે –
નિરૂપાત્મ ... પ્રસાત્, અગ્નિરૂપાત્મક પ્રકાશમાં સંયોગ વગર પણ અન્ય પ્રકાશક્તા સંયોગ વગર પણ, જે પ્રમાણે સ્વત: પ્રકાશકપણું છે તે પ્રમાણે દરેક પ્રાણીને પરઅનપેક્ષપણાથી અનુભૂયમાન એવા ચૈતન્યમાં પણ સ્વત: પ્રકાશકપણું છે. અન્યથા=પ્રતિપ્રાણીને દરેક પ્રાણીને, અનુભવાતા ચૈતન્યને સ્વત: પ્રકાશક ન માનો અને દરેક પ્રાણીને અનુભવાતા ચૈતન્યને બુદ્ધિરૂપ સ્વીકારીને પરપ્રકાશક માનો તો, અનવસ્થા અને વ્યાસંગની અનુપપત્તિ-અસંગતિ, આદિ દોષનો પ્રસંગ છે.
ક્ષાવિજ્યાં ... પક્ષપતિમત્રતત્ છે અને ક્ષાયિકદશામાં ક્ષાયિક એવી કેવલજ્ઞાન અવસ્થામાં, સદા તે પરપ્રકાશકપણું, નિરાવરણસ્વભાવને આધીન છે અર્થાત્ પ્રતિનિયત વિષયના સંબંધને આધીન નથી, પરંતુ આત્માના નિરાવરણસ્વભાવને આધીન છે અને તે ચૈતન્ય સ્વપરપ્રકાશક એવું ચૈતન્ય, રૂપાદિની જેમ સામાન્યવાળું અસ્પંદનાત્મક અનુપાદનકારણપણું હોવાથી=પરના પ્રકાશનનું અનુપાદન કારણપણું હોવાથી, ગુણ છે જેથી કરીને ગુણીને આશ્રિત જ થાય, અને જે તેનો ગુણી છે તે જ આત્મા છે, અને તેનું નિર્ગુણપણે આત્માનું નિર્ગુણપણું, સાંસારિક ગુણના અભાવની અપેક્ષાએ જ છે; કેમ કે અન્યથા સાંસારિક ગુણના અભાવની અપેક્ષાથી અન્ય એવા, આત્માના ગુણની