________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૨૨ની ઉપા. મ.સા.ની ટિપ્પણી ઇન્દ્રિયની સાથે સંબંધ નહીં હોવા છતાં જ્ઞાનનું આવરણ દૂર થયેલું હોવાથી સર્વ શેય પદાર્થોનો એકકાળમાં પ્રતિભાસ થાય છે.
૧૮૨
આ રીતે પ્રત્યેક પ્રાણીમાં અનુભવાતા ચૈતન્યને સ્વ-પરપ્રકાશક સ્થાપન કર્યા પછી ચૈતન્યનો આશ્રય આત્મા છે, પરંતુ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ એ ચૈતન્યરૂપ નથી તે બતાવવા અર્થે કહે છે
પ્રતિપાણી અનુભવ કરાતું એવું ચૈતન્ય રૂપાદિની જેમ સામાન્યવાળું અસ્પંદાત્મક અનુપાદનકારણપણા વડે ગુણ છે એથી ગુણ ગુણીને આશ્રિત :
પ્રતિપાણીને અનુભવ કરાતું એવું ચૈતન્ય રૂપાદિની જેમ સામાન્યવાળું અસ્પંદાત્મક અનુપાદનકારણપણાવડે ગુણ છે, એથી તે ગુણ ગુણીને આશ્રિત જ રહે છે.
આશય એ છે કે નૈયાયિક દ્રવ્ય, ગુણ અને કર્મમાં સામાન્ય સ્વીકારે છે, તેથી તેના મતે દ્રવ્ય, ગુણ અને કર્મ સામાન્યવાળા છે, જેમ - દ્રવ્યમાં દ્રવ્યત્વ સામાન્ય રહે છે, ગુણમાં ગુણત્વ સામાન્ય રહે છે અને ક્રિયામાં ક્રિયાત્વ સામાન્ય રહે છે. વળી તૈયાયિક મત પ્રમાણે સામાન્યવાળી ક્રિયા સ્પંદાત્મક છે, પરંતુ સામાન્યવાળો ગુણ સ્પંદાત્મક નથી. તેમ જૈન મત પ્રમાણે ચૈતન્ય પણ ચૈતન્યત્વરૂપ સામાન્યધર્મવાળું છે અને ક્રિયાની જેમ સ્પંદાત્મક નથી. વળી જેમ નૈયાયિકના મતે કપાલમાં રહેલ રૂપ ઘટના રૂપ પ્રત્યે અનુપાદાન કારણ છે તેમ જૈન મતે આત્મામાં ચૈતન્યગુણ પ્રકાશનરૂપ કાર્ય પ્રત્યે અનુપાદાન કારણ છે; કેમ કે આત્માને ઘટ-પટાદિનું પ્રકાશન થાય છે તેથી ઘટ-પટાદિના પ્રકાશન પ્રત્યે આત્મા ઉપાદાન કારણ છે અને આત્માનો ચૈતન્યગુણ અનુપાદાન કારણ છે, તેથી રૂપાદિની જેમ ચૈતન્ય ગુણ છે, પરંતુ દ્રવ્ય નથી અને ક્રિયા નથી. અને જે ગુણ હોય તે ગુણીને આશ્રિત જ હોય છે, ચૈતન્યગુણનો આશ્રય આત્મા છે, તેથી પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થયેલી છે એ પ્રમાણે પાતંજલદર્શનકાર કહે છે તે અસંગત છે.
અહીં પ્રશ્ન થાય કે શ્રુતિમાં તો બ્રહ્મને નિર્ગુણ કહેલ છે તેથી ચૈતન્યગુણનો આશ્રય આત્માને સ્વીકારીએ તો બ્રહ્મને નિર્ગુણ કહેનારી શ્રુતિનો વિરોધ થશે. તેના સમાધાન માટે કહે છે આત્માને નિર્ગુણ કહેનારી શ્રુતિ સાંસારિક ગુણાભાવની અપેક્ષાએ છે, અન્યથા આત્માના ગુણોની અપેક્ષાએ સ્વાભાવિક અનંતગુણોનો આધાર આત્મા :
આત્માને નિર્ગુણ કહેનારી શ્રુતિ સાંસારિકગુણાભાવની અપેક્ષાએ જ છે. આશય એ છે કે સાંસારિકજીવોમાં રાગ-દ્વેષ, રિત-અતિ વગેરે ભાવો અને મતિ આદિ જ્ઞાનોના ક્ષયોપશમભાવોરૂપ ગુણો દેખાય છે તે સર્વ ગુણોના અભાવરૂપ આત્મા છે તે બતાવવા માટે શ્રુતિ આત્માને નિર્ગુણ કહે છે; કેમ કે સાંસારિકગુણોના અભાવથી અન્ય પ્રકારના સ્વાભાવિક અનંત ગુણોનો આધાર આત્મા છે, માટે આત્મા પોતાના સ્વાભાવિક અનંત ગુણોવાળો હોવાથી નિર્ગુણ કહી શકાય નહીં. પરંતુ કર્મના સંયોગવાળી અવસ્થામાં જે ગુણો દેખાય છે તેની અપેક્ષાએ શુદ્ધ આત્માને નિર્ગુણ કહી શકાય.