________________
૧૮૯
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨/ કૈવલ્યપાદ | સૂત્ર-૨૪-૨૫ કરાયે છતે જે યોગી તે બેના=સત્ત્વ અને પુરુષના, વિશેષને જુવે છે અર્થાત્ ભેદને જુવે છે હું આનાથી અન્ય છું એ સ્વરૂપ વિશેષને જુવે છે. તેની વિજ્ઞાત ચિત્તસ્વરૂપ સત્ત્વની, ચિત્તમાં જે આત્મભાવની ભાવના હતી તે નિવર્તન પામે છે અર્થાત્ “ચિત્તસ્વરૂપ જ હું છું અને બાહા કૃત્યોનો કર્તા, જ્ઞાતા છું અને તેનાથી થતા ફલનો ભોક્તા છું' એ પ્રકારનું અભિમાન તે યોગીના ચિત્તમાં નિવર્તન પામે છે. I૪-૨૪ll.
ભાવાર્થ :
સત્ત્વરૂપ બુદ્ધિના અને પુરુષના ભેદ જોનારને આત્મભાવની ભાવનાની નિવૃત્તિ :
પાતંજલદર્શનકારે અત્યાર સુધી યોગસૂત્રના ચાર પાદોનું વર્ણન કર્યું અને તેના દ્વારા બુદ્ધિરૂપ સત્ત્વ અને પુરુષનો ભેદ સિદ્ધ કર્યો. જે યોગી તેના બળથી બુદ્ધિરૂપી સત્ત્વ અને પુરુષના વિશેષને જુવે છે અર્થાત્ બુદ્ધિરૂપી સત્ત્વ જુદો પદાર્થ છે અને પુરુષ એવો હું જુદો છું માટે પુરુષ એવો હું બુદ્ધિરૂપી સત્ત્વથી જુદો છું એમ જાણે છે. વિજ્ઞાતચિત્તસ્વરૂપવાળા તે યોગીના ચિત્તમાં આત્મભાવની જે ભાવના હતી=આ ચિત્ત જે ભોગાદિ કરે છે તે મારા ભાવો છે એ પ્રકારની જે ભાવના હતી, તે નિવર્તન પામે છે અર્થાત્ તે યોગીના ચિત્તમાં ચિતૂપ પોતાનો આત્મા બાહ્ય કૃત્યો કરે છે એ પ્રકારનું કતૃત્વ અભિમાન, બાહ્ય એવા પદાર્થોને ચિતૂપ મારો આત્મા જાણે છે એ પ્રકારનું જ્ઞાતૃત્વનું અભિમાન અને બાહ્ય વિષયોને ચિતૂપ મારો આત્મા ભોગવે છે એ પ્રકારનું ભોıત્વનું અભિમાન નિવર્તન પામે છે. તેથી એ ફલિત થાય છે કે સત્ત્વ અને પુરુષના વિશેષને જોવાથી તે યોગીના ચિત્તમાં જે બાહ્ય પદાર્થોમાં જે કર્તુત્વાદિની બુદ્ધિ હતી તે સર્વ નિવર્તન પામે છે. I૪-૨૪ અવતરણિકા:
तस्मिन् सति किं भवतीत्याह - અવતરણિકાર્ય :
તે હોતે છતે આત્મભાવની ભાવનાની નિવૃત્તિ હોતે છતે, શું થાય છે ? એને કહે છે – સૂત્ર:
तदा विवेकनिम्नं कैवल्यप्राग्भारं चित्तम् ॥४-२५॥ સૂત્રાર્થ :
ત્યારે જ્યારે વિશેષદર્શીનું ચિત્ત આત્મભાવની ભાવનાની નિવૃત્તિવાળું બને છે ત્યારે, વિવેકનિમ્ન વિવેક તરફ વળેલું, કૈવલ્યના પ્રાભારવાળું કેવલ્યના પ્રારંભવાળું, ચિત્ત છે. Il૪-૨૫ll