________________
૧૯૧
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૨૬-૨૦ ટીકા :
'तदिति'-तस्मिन् समाधौ स्थितस्य छिद्रेषु अन्तरालेषु यानि प्रत्ययान्तराणि-व्युत्थानरूपाणि ज्ञानानि, तानि प्राग्भूतेभ्यो व्युत्थानानुभवजेभ्यः संस्कारेभ्योऽहं ममेत्येवंरूपाणि क्षीयमाणेभ्योऽपि प्रभवन्ति, अन्तःकरणोच्छित्तिद्वारेण तेषां हानं कर्तव्यमित्युक्तं भवति I૪-૨દ્દા ટીકાર્ય :
તસ્મિન્ .... પ્રમવનિ, તે સમાધિમાં રહેલા એવા યોગીના જે પ્રત્યયાંતરો=વ્યુત્થાનરૂપ જે જ્ઞાનો પૂર્વમાં થયેલા વ્યુત્થાનના અનુભવોથી થયેલા સંસ્કારોથી મર્દ અને મમ હું અને મારું, એ પ્રકારના સ્વરૂપવાળા તે જ્ઞાનો, ક્ષીયમાણથી પણ યોગસાધનાથી મંદ શક્તિવાળા થયેલાં સંસ્કારોથી પણ, છિદ્રોમાં અંતરાલોમાં, પ્રભવ પામે છે.
આ સૂત્રથી શું ફલિત થાય છે તે બતાવે છે –
સન્ત:જર .... મવતિ | અંતકરણની ઉચ્છિતિ દ્વારા તે સંસ્કારોથી ઉલ્લસિત થતાં વ્યુત્થાનરૂપ પરિણામ સ્વરૂપ અંત:કરણના ઉચ્છેદ દ્વારા, તેઓનું દાન કરવું જોઈએ તે સંસ્કારોનો નાશ કરવો જોઈએ, એ પ્રમાણે કહેવાયેલું થાય છે. ll૪-૨૬II ભાવાર્થ : તે સમાધિમાં રહેલા યોગીના અંતરાલોમાં સંસ્કારથી વ્યુત્થાનરૂપ જ્ઞાનોની પ્રાપ્તિઃ
પાતંજલયોગસૂત્ર ૪-૨૪માં કહ્યું એ પ્રમાણે જે યોગી બુદ્ધિ અને પુરુષને ભિન્નરૂપે જોનારા છે, તેથી બુદ્ધિના કૃત્યોમાં આત્મભાવની ભાવનાની નિવૃત્તિ થયેલી છે તેવા યોગીઓનું ચિત્ત પાતંજલયોગસૂત્ર ૪-૨૫માં કહ્યું તે પ્રમાણે વિવેકથી નમ્ર અને કૈવલ્યના પ્રારંભસ્વરૂપ હોય છે, આમ છતાં તે યોગીના આત્મામાં પૂર્વની જે વ્યુત્થાનદશાના અનુભવના સંસ્કારો પડેલા છે તે સંસ્કારોને કારણે વિવેકવાળા યોગીના ચિત્તમાં પણ અહંકાર મમકારરૂપ વ્યુત્થાનના સંસ્કારો વચ્ચે-વચ્ચમાં પ્રાદુર્ભાવ થાય છે, તેથી તે યોગીની સાધના મુક્તઅવસ્થાને અભિમુખ સતત થઈ શકતી નથી, તેવા યોગીએ અંતઃકરણમાં પડેલા સંસ્કારોના ઉચ્છેદ દ્વારા વ્યુત્થાનદશારૂપ જ્ઞાનનો નાશ કરવો જોઈએ કે જેથી મોક્ષની પ્રાપ્તિને અનુકૂળ દઢ વ્યાપાર યોગી કરી શકે. I૪-૨વા અવતરણિકા:
हानोपायश्च पूर्वमेवोक्त इत्याह - અવતરણિકાર્ય :
અને હાનનો ઉ
જ ફ્લેવાયો છે એને કહે છે –