________________
૧૮૦
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૨૨ની ઉપા. મ.સા.ની ટિપ્પણી અપેક્ષાએ, તેનું આત્માનું, સ્વાભાવિક અનંતગુણનું આધારપણું છે, અને બિંબભૂત ચિત્ન-બુદ્ધિમાં પ્રતિબિંબિત થનારા એવા બિંબભૂત ચૈતન્યનું, નિર્લેપપણું સ્વીકાર કરાયે છતે બુદ્ધિમાં તપ્રતિબિંબિતના ગ્રાહકપણારૂપે પ્રકાશની પણ અનુ૫પત્તિ છે; કેમ કે બિબ-પ્રતિબિંબભાવરૂપ સંબંધનું દ્વિષ્ઠાણું હોવાના કારણે બંનેના પણ લેપકપણાનું તુલ્યપણું છે. અને ઉપચરિતબિંધત્વનું ઉ૫પાદન કરાયે છતે આત્મા બુદ્ધિમાં પ્રતિબિંબિત થતો નથી પરંતુ આત્મામાં ઉપચરિત બિંબત છે, એ પ્રકારે ઉપપાદન કરાયે છતે ઉપચરિત સર્વ વિષયત્વ આદિનું ઉપપાદન પણ તુલ્ય છે અર્થાત્ બુદ્ધિમાં પ્રતિભાસમાન થતા સર્વ વિષયો ઉપચરિત છે વાસ્તવિક નથી તે પ્રકારનું જ્ઞાનાદ્વૈતવાદી બૌદ્ધને સંમત એવા કથનનું ઉપપાદન પણ તુલ્ય છે, એથી આ આત્માનિર્ગુણ છે એ, નયાદેશના વિશેષનો પક્ષપાત માત્ર છે સાંસારિક ગુણની અપેક્ષાએ આત્મા નિર્ગુણ છે, એ પ્રકારના નયાદેશના વચનને સર્વથા નિર્ગુણ સ્વીકારવારૂપ પક્ષપાતવચનમાત્ર છે.
ભાવાર્થ :
જેમ અગ્નિ અન્ય પ્રકાશના સંયોગ વગર સ્વતઃ પ્રકાશક છે તેમ આત્મામાં અનુભવાતું ચેતન્ય પરની અપેક્ષા વગર સ્વતઃ પ્રકાશક :
પાતંજલદર્શનકાર પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે તેમ સ્વીકારે છે અને તે બુદ્ધિ પરપ્રકાશક છે તેમ સ્વીકારે છે, તે બુદ્ધિનો પ્રકાશક આત્મા છે તેમ માને છે. તે કથન તેઓનું સંગત નથી તે બતાવવા માટે પૂજય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબ કહે છે –
જેમ અગ્નિનું સ્વરૂપ અન્ય પ્રકાશકના સંયોગ વગર પણ સ્વતઃ પ્રકાશક છે તેમ દરેક આત્મામાં પરની અપેક્ષા વગર અનુભવાતું એવું ચૈતન્ય સ્વતઃ પ્રકાશક છે.
આનાથી એ ફલિત થયું કે આત્મા ચૈતન્યધર્મવાળો છે અને તે ચૈતન્યધર્મ બુદ્ધિ છે, તે બુદ્ધિ પોતે પોતાના સ્વરૂપને સ્વતઃ પ્રકાશે છે. જેમ-અગ્નિ પોતાના સ્વરૂપનો પ્રકાશ કરવા માટે અન્ય પ્રકાશક વસ્તુની અપેક્ષા રાખતો નથી, તેમ આત્માનો જ્ઞાનગુણ પોતાનું પ્રકાશન કરવા માટે અન્યની અપેક્ષા રાખતો નથી, તેથી પાતંજલદર્શનકાર જે કહે છે કે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ પરનું પ્રકાશન કરનાર હોવા છતાં પોતાનું પ્રકાશન કરવા માટે પુરુષની અપેક્ષા રાખે છે તે તેમનું કથન અસંગત છે. ચેતન્ય સ્વપ્રકાશક છે તેમાં યુક્તિ ઃ
કેમ ચૈતન્ય સ્વપ્રકાશક છે તેમાં પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબ યુક્તિ બતાવે છે – પાતંજલદર્શનકારના મતમાં ચેતન્યને સ્વપ્રકાશક માનવામાં ન આવે તો અનવસ્થા અને વ્યાસંગની અનુપપત્તિ દોષની પ્રાપ્તિ ઃ
જો ચૈતન્યને સ્વપ્રકાશક માનવામાં ન આવે તો અનવસ્થા અને વ્યાસંગની અનુપપત્તિનો દોષ