________________
૧૮૧
પાતંજલયોગસૂત્ર ભાગ-૨/ કૈવલ્યપાદ | સૂત્ર-૨૨ની ઉપા. મ.સા.ની ટિપ્પણી છે અર્થાત્ તે તે બુદ્ધિને પ્રકાશન કરવા માટે અન્ય અન્ય બુદ્ધિની આવશ્યકતા છે એ રીતે અનવસ્થાનો પ્રસંગ છે; કેમ કે ચૈતન્યરૂપ બુદ્ધિ આત્માનો ધર્મ છે, અને તે સ્વતઃ પ્રકાશક ન હોય તો તે બુદ્ધિ જે ઘટનું પ્રકાશન કરે છે તે ઘટના પ્રકાશનવાળી બુદ્ધિનું પ્રકાશન કરવા માટે અન્ય બુદ્ધિની આવશ્યકતા ઊભી થાય અને તે રીતે અનવસ્થા દોષની પ્રાપ્તિ થાય.
વળી પાતંજલમતાનુસાર પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી બુદ્ધિમાં ઘટાદિ વિષયોનું પ્રતિબિંબ પડે છે તેથી તે ઘટાદિ વિષયોને બુદ્ધિ પ્રકાશિત કરે છે અને તેમ સ્વીકારીને બુદ્ધિ સ્વપ્રકાશક નથી તેમ માનીએ તો જયારે ઇન્દ્રિયસન્મુખ ઘટાદિ વિષયો વિદ્યમાન હોય ત્યારે ઇન્દ્રિય દ્વારા ઘટાદિ વિષયોનું પ્રતિબિંબ બુદ્ધિમાં પડે છે અને કોઈ પુરુષ વ્યાસંગદશામાં હોય અર્થાતુ અન્યમનસ્કદશામાં હોય ત્યારે તેને ઘટાદિ અર્થનો બોધ થતો નથી, તે પાતંજલમતાનુસાર સંગત થાય નહીં, કેમ કે બુદ્ધિમાં ઘટનું પ્રતિબિંબ પડતું હોવાથી અન્યમનસ્કદશાના કાળમાં પણ ઘટનો બોધ થવો જોઈએ જેનમતાનુસાર ચૈતન્યને સ્વ-પરપ્રકાશક માનવામાં અનવસ્થાદોષ અને વ્યાસંગની અનુપપત્તિ દોષની અપ્રાપ્તિઃ
વળી ચૈતન્યને જૈનદર્શનાનુસાર સ્વ-પરપ્રકાશક સ્વીકારીએ તો અનુવાદોષ અને વ્યાસંગની અનુપપત્તિરૂપ દોષ પ્રાપ્ત થતાં નથી તે આ રીતે –
આત્માનું ચૈતન્ય જેમ ઘટને જાણે છે તેમ ઘટવિષયક જ્ઞાનનું પણ વેદન કરે છે, તેથી ઘટના જ્ઞાન માટે અન્ય બુદ્ધિની કલ્પના કરવાની રહેતી નથી, પરંતુ વિદ્યમાન જ્ઞાનના ઉપયોગથી જ પર એવા ઘટનું જ્ઞાન થાય છે અને ઘટનું જ્ઞાન પુરુષને સ્વસંવેદિત થાય છે માટે અનવસ્થા દોષ નથી.
વળી ચૈતન્યને સ્વ-પરપ્રકાશક સ્વીકારવાથી વ્યાસંગની અનુપત્તિ દોષ પણ નથી; કેમ કે જ્યારે પુરુષ અન્યમનસ્ક છે ત્યારે સન્મુખ ઘટ વિદ્યમાન હોવા છતાં પુરુષના જ્ઞાનનો ઉપયોગ પર એવા પટાદિને જાણે છે અને પટાદિના જ્ઞાનનું વેદન કરે છે તે વખતે સન્મુખ રહેલા ઘટ સાથે પુરુષના ચિત્તનું યોજન નથી, તેથી સન્મુખ રહેલો ઘટ પુરુષને જણાતો નથી અને ઘટનું જ્ઞાન પણ વેદન થતું નથી અને જે અન્ય પટાદિ વસ્તુનું વદન થાય છે તે પટાદિ જ્ઞાનનું પણ વેદના થાય છે, તેથી ચૈતન્યને સ્વ-પરપ્રકાશક સ્વીકારવાથી વ્યાસંગદશાની સંગતિ થાય છે.
આ રીતે આત્માના પરિણામરૂપ ચૈતન્યને સ્વીકારીને તેને સ્વ-પરપ્રકાશક સ્થાપન કર્યું. હવે ચૈતન્યનું જૈનદર્શનકાર પરપ્રકાશકપણું સ્વીકારે છે તે કઈ અપેક્ષાએ છે તે બતાવે છે – ચેતન્યનું જૈનદર્શનાનુસાર પરપ્રકાશકપણું :
આત્માના ચૈતન્યરૂપ બુદ્ધિનું ક્ષયોપશમદશામાં પ્રતિનિયત વિષયના સંબંધને આધીન પરપ્રકાશકપણું છે, આથી જ છબસ્થઅવસ્થામાં મતિજ્ઞાનમાં ઘટાદિ વિષયોનો ઇન્દ્રિય સાથે સંબંધ થાય છે ત્યારે તે ઘટાદિ પદાર્થનું પ્રકાશન થાય છે અને ક્ષાયિકદશામાં અર્થાત જ્ઞાનાવરણીયાદિની ક્ષયવાળી કેવલજ્ઞાનદશામાં પરપ્રકાશકપણું નિરાવરણ સ્વભાવને આધીન છે, આથી જ કેવલીને વિષયોનો