________________
૧૮૪ પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કેવલ્યપાદ | સૂત્ર-૨૨ની ઉપા. મ.સા.ની ટિપ્પણી | સૂત્ર-૨૩ ઉપચરિત બિંબત્વનું ઉપપાદન કરાચે છતે ઉપચરિત સર્વવિષયવાદિનું ઉપપાદન પણ તુલ્ય છે એથી આત્મા નિર્ગુણ છે એ પ્રકારનો પાતંજલદર્શનકારનો નયાદેશવિશેષનો પક્ષપાત માત્ર :
જો પાતંજલદર્શનકાર આત્મામાં ઉપચરિત બિંબત્વ સ્વીકારે તો બુદ્ધિમાં પ્રતિભાશમાન થતાં ઘટપટાદિ સર્વ પદાર્થોને ઉપચરિત સ્વીકારીને બુદ્ધિથી અતિરિક્ત ઘટાદિ પદાર્થો નથી તેમ કહેનાર જ્ઞાનાતવાદી બૌદ્ધમતના સ્વીકારની આપત્તિ આવે માટે આત્માને નિણ કહેનાર શ્રુતિનું વચન નયાદેશરૂપ છે અર્થાત્ સાંસારિક ગુણના અભાવને કહેનારા નયના આદેશની અપેક્ષાએ છે અને તે નયાદેશવિશેષનો પક્ષપાત માત્ર પાતંજલદર્શનકાર કરે છે અર્થાત્ તે નયાદેશને સર્વથા સ્વીકારીને શુદ્ધ આત્માને સર્વથા નિર્ગુણ સ્વીકારે છે, તે સર્વ પાતંજલદર્શનકારનું વચન ઉચિત નથી, અવતરણિકા :
ननु यद्येवंविधादेव चित्तात् सकलव्यवहारनिष्पत्तिः कथं प्रमाणशून्यो द्रष्टाऽभ्युपगम्यत इत्याशक्य द्रष्टुः प्रमाणमाह - અવતરણિતાર્થ :
નનુથી શંકા કરે છે કે પાતંજલયોગસૂત્ર ૪-૨૨માં સ્થાપન કર્યું એવા પ્રકારના ચિત્તથી સકલ વ્યવહારની નિષ્પત્તિ છે સંસારી જીવોને જે કાંઈ અનુભવો છે તેની સંગતિ થાય છે, એથી પ્રમાણશૂન્ય એવો દેખાપુરુષ, કેમ સ્વીકારાય છે ? એ પ્રકારની આશંકા કરીને દેખાના પ્રમાણને ધે છે – ભાવાર્થ :
પાતંજલદર્શનકાર પ્રકૃતિ અને પુરુષ બે મૂળતત્ત્વો માને છે અને પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને બુદ્ધિમાંથી અહંકારાદિ અન્ય તત્ત્વો ઉત્પન્ન થાય છે તેમ માને છે. વળી સંસારી જીવોને જે પ્રકારના અનુભવો થાય છે તે સર્વની સંગતિ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલ બુદ્ધિરૂપ ચિત્તથી થાય છે, તેથી પ્રકૃતિથી અતિરિક્ત પુરુષ છે, તેમ સ્વીકારવાની આવશ્યકતા રહેતી નથી, તેથી પુરુષને સ્વીકારવા માટે કોઈ પ્રમાણ ન હોય તો પુરુષને સ્વીકારી શકાય નહીં, માટે પુરુષને સ્વીકારવા અર્થે પતંજલિઋષિ પ્રમાણ બતાવે છે – સૂત્રઃ
तदसङ्ख्येयवासनाभिश्चित्रमपि परार्थं संहत्यकारित्वात् ॥४-२३॥
સૂત્રાર્થ :
તે ચિત્ત અસંખ્યવાસનાથી ચિત્ર પણ પરાર્થ છે; કેમ કે સંહત્યકારી છે=એકઠા થઈને અર્થક્રિયાકારિપણું છે. II૪-૨all