________________
૧૦૮
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૨૨ સંસારમાં જે દુ:ખનો અનુભવ દેખાય છે, તે દુઃખનો અનુભવ થવાથી કોઈક વિવેકી પુરુષની બુદ્ધિને ‘આ દુ:ખની નિવૃત્તિ અને આત્યંતિકી થાય' એવો અધ્યવસાય થાય છે, અને આ અધ્યવસાયને કારણે દુઃખની અત્યંત નિવૃત્તિના ઉપાયને બતાવનાર એવા ઉપદેશક શાસ્ત્રના ઉપદેશની અપેક્ષા પ્રધાનને છે જ=પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી બુદ્ધિને છે જ, અને જે જીવોને દુઃખની અત્યંત નિવૃત્તિ મને થાવ એવા પ્રકારના કર્મને અનુરૂપ બુદ્ધિસત્ત્વ છે, તે બુદ્ધિસજ્વરૂપ ચિત્ત શાસ્ત્રના ઉપદેશનો વિષય છે.
વળી પોતાની વાતની પુષ્ટિ અર્થે રાજમાર્તડ ટીકાકાર કહે છે કે અન્ય દર્શનવાળા સંસારનું કારણ પ્રકૃતિને બદલે અવિદ્યા સ્વીકારે છે તેઓ પણ માને છે કે કોઈક જીવની અવિદ્યા આવા પ્રકારના સ્વભાવવાળી બને અર્થાત્ ભવપ્રપંચના નિવર્તનના અધ્યવસાયવાળી બને ત્યારે તે જીવને શાસ્ત્રનો ઉપદેશ ઉપયોગી બને છે.
વળી પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલ બુદ્ધિસત્ત્વરૂપ પ્રધાન જયારે મોક્ષ માટે યત્ન કરે છે ત્યારે મોક્ષમાર્ગને બતાવનાર એવો શાસ્ત્રનો ઉપદેશ સહકારી બને છે અને તે શાસ્ત્રના ઉપદેશના સહકારથી બુદ્ધિસત્ત્વરૂપ પ્રધાન મોક્ષમાર્ગમાં યત્ન કરીને મોક્ષ નામના ફળને પામે છે, તે વખતે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલ અનુલોમપરિણામ ક્રમસર પ્રતિલોમપરિણામરૂપે પ્રકૃતિમાં વિલય પામે છે, તેથી પ્રકૃતિને ભવપ્રપંચની પ્રાપ્તિ પૂર્વમાં હતી તેના અભાવરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે.
વળી સંસારમાં જે કોઈ કાર્યો થાય છે તે સ્વસામગ્રી પ્રાપ્ત થાય ત્યારે થાય છે, તેમ પ્રધાનનું મોક્ષરૂપ કાર્ય પણ શાસ્ત્રમાં બતાવેલી સામગ્રીને પ્રાપ્ત કરીને પ્રકૃતિના પ્રતિલોમ પરિણામ દ્વારા મોક્ષને ઉત્પન્ન કરે છે, તેથી મોક્ષરૂપ કાર્યની જે સામગ્રી પ્રસ્તુત યોગશાસ્ત્રમાં બતાવી છે તે જ સામગ્રી મોક્ષરૂપ કાર્ય કરે છે એ પ્રમાણે પ્રમાણથી નિશ્ચિત કરાયેલું થાય છે; કેમ કે અન્ય પ્રકારે મોક્ષરૂપ કાર્ય ક્યારેય થતું નથી, આથી પ્રકૃતિની સહજ પ્રતિલોમ શક્તિ હોવા છતાં તેની સામગ્રીને પામ્યા વગર પ્રકૃતિ પ્રતિલોમ પરિણામ દ્વારા મોક્ષને નિષ્પન્ન કરી શકે નહીં, માટે મોક્ષમાર્ગનો ઉપદેશ કરનારા શાસ્ત્રો વ્યર્થ નથી.
આ સર્વ કથનથી શું ફલિત થાય છે તે બતાવે છે –
સંસારી જીવોનું બુદ્ધિસત્ત્વરૂપ જે ચિત્ત છે તે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલું છે અને સંક્રાંતિવિષયના ઉપરાગવાળું છે અને પુરુષના પ્રતિબિંબને કારણે અભિવ્યક્ત ચિછાયાવાળું છે. આવું ચિત્ત બાહ્ય દેખાતાં ઘટ-પટાદિ પદાર્થોનો નિશ્ચય કરીને ગ્રહણ મોચનરૂપ સમગ્ર લોકયાત્રાનો નિર્વાહ કરે છે. આવા ચિત્તને જોનારા હોવાથી બ્રાંત એવા બૌદ્ધોને ભ્રમ થયો કે ચિત્તને જે સ્વસંવેદન થઈ રહ્યું છે તે સ્વસંવેદન ચિત્તમાત્રરૂપ આ જગત્ છે, બાહ્ય કોઈ ઘટ-પટાદિ પદાર્થો જગતમાં નથી આ પ્રકારનો જ્ઞાનાતવાદીને જે ભ્રમ હતો તેવા ભ્રમવાળા જ્ઞાનાદ્વૈતવાદીઓ પ્રસ્તુત ટીકાકારના કથન દ્વારા પ્રતિબોધિત થાય છે અર્થાત તેઓ પ્રામાણિક રીતે ટીકાકારના વચનોના મર્મને જાણવા યત્ન કરે તો ચિત્તથી અતિરિક્ત બાહ્ય પદાર્થો છે તેવો નિર્ણય તેમને થાય છે. l૪-રચા