________________
૧૦૬
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કેવલ્યપાદ | સૂત્ર-૨૨ प्रतिलोमपरिणामद्वारेणैवोत्पाद्यस्य मोक्षाख्यस्य कार्यस्येदृश्येव सामग्री प्रमाणेन निश्चिता प्रकारान्तरेणानुपपत्तेः, अतस्तां विना कथं भवितुमर्हति, अतः स्थितमेतत्, सङ्क्रान्तविषयोपरागमभिव्यक्तचिच्छायं बुद्धिसत्त्वं विषयनिश्चयद्वारेण समग्रां लोकयात्रां निर्वाहयतीति, एवंविधमेव चित्तं पश्यन्तो भ्रान्ताः स्वसंवेदनचित्तमात्रं जगदित्येवं ब्रुवाणाः प्रतिबोधिता અવન્તિ N૪-૨રા ટીકાર્ય :
નનું થાત્ નમુથી પૂર્વપક્ષી શંકા કરે છે - જો આવા પ્રકારની શક્તિ અર્થાત્ અનુલોમપરિણામ અને પ્રતિલોમપરિણામરૂપ શક્તિ સહજ સ્વાભાવિક જ, પ્રધાનની છે પ્રકૃતિની છે, તો મોક્ષર્થી જીવો વડે મોક્ષ માટે યત્ન કેમ કરાય છે અર્થાત્ મોક્ષાર્થી જીવોએ મોક્ષ માટે યત્ન કરવો આવશ્યક નથી અને મોક્ષનું અનર્થનીયપણું હોતે છતે મોક્ષ માટે ઇચ્છા કરવા યોગ્ય નહિ હોતે છતે, તેના ઉપદેશક શાસ્ત્રનું મોક્ષના ઉપાયના ઉપદેશક શાસ્ત્રનું, અનર્થપણું થાય-નિપ્રયોજન થાય. 37 - પૂર્વપક્ષીની શંકાનો ઉત્તર આપતાં રાજમાર્તડ ટીકાકાર વડે કહેવાય છે –
યોડ્યું.....પ્રથાની જે આ પ્રકૃતિ અને પુરુષનો અનાદિકાળથી ભોગ્ય-ભોક્નત્વસ્વરૂપ સંબંધ છે, તે સંબંધ હોતે છતે પુરુષના પ્રતિબિંબથી વ્યક્ત થયેલી ચેતનાવાળી પ્રકૃતિને કર્તુત્વનું અભિમાન થવાથી અર્થાત્ આ બાહા પદાર્થો સર્વ હું કરું છું, હું ભોગવું છું એ પ્રકારનું અભિમાન થવાથી, દુ:ખનો અનુભવ હોતે છતે સંસારમાં દુ:ખનો જે અનુભવ થાય છે તે દુ:ખનો અનુભવ હોતે છતે, મને આત્યંતિકા આ દુ:ખની નિવૃત્તિ કેવી રીતે થાય ? એવો અધ્યવસાય થાય છે અર્થાત્ અભિવ્યક્ત ચેતનાવાળી પ્રકૃતિને એવો અધ્યવસાય થાય છે, આથી દુ:ખની નિવૃત્તિના ઉપાયના ઉપદેશક શાસ્ત્રના ઉપદેશની અપેક્ષા પ્રધાનને પ્રકૃતિને, છે જ.
તથા મૂતમેવ ...... થિયિતે, અને તેવા પ્રકારના કર્મને અનુરૂપ બુદ્ધિસત્વ શાસ્ત્રના ઉપદેશનો વિષય અન્ય દર્શનોમાં પણ છે, આવા પ્રકારનો જ અવિદ્યાનો સ્વભાવ અર્થાત્ અવિદ્યા નિવર્તન પામવાના અનુકૂળ સ્વભાવવાળી હોય એવા પ્રકારનો અવિદ્યાનો સ્વભાવ, શાસ્ત્રમાં કહેવાયો છે અર્થાત્ ઉપદેશ દ્વારા નિવર્તન પામે તેવા પ્રકારનો અવિદ્યાનો સ્વભાવ છે એમ શાસ્ત્રમાં કહેવાયું છે.
સત્ર...મતિ, અને તે અધ્યવસાય, મોક્ષ માટે પ્રયત્ન કરતો આવા પ્રકારના જ સહકારી શાસ્ત્રના ઉપદેશની અપેક્ષા કરીને મોક્ષ નામના ફળને પ્રાપ્ત કરે છે. વળી સામગ્રી પ્રાપ્ત થયે છતે સર્વ જ કાર્યો પોતાને પ્રાપ્ત કરે છે અર્થાત્ પોતાનું કાર્યરૂપે પ્રાપ્ત કરે છે અને પ્રતિલોમ પરિણામ દ્વારા જ ઉત્પાદ્ય એવા આ મોક્ષરૂપ કાર્યની આવા પ્રકારની જ સામગ્રી અર્થાત્ પ્રસ્તુત યોગશાસ્ત્રમાં મોક્ષના ઉપાયનું વર્ણન કર્યું એવા પ્રકારની જ સામગ્રી, પ્રમાણ દ્વારા નિશ્ચિત કરાઈ છે; કેમ કે પ્રકારાંતથી અનુપપત્તિ છે અન્ય પ્રકારે મોક્ષરૂપ ફળની અસંગતિ છે, આથી તેના વગર=મોક્ષની સામગ્રી વગર, કેવી રીતે (મોક્ષરૂપ કર્ય) થવા માટે યોગ્ય હોય ? અર્થાત્ કેવી રીતે મોક્ષરૂપ કાર્ય થવા માટે સમર્થ બને.