________________
૧૦૪
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૨૨ બર્હિમુખપણાથી મહત્ છે આદિમાં અને મહાભૂત છે પર્યતમાં જેને એવો અનુલોમ પરિણામ છે. વળી સ્વકારણમાં અનુપ્રવેશ દ્વારા અસ્મિતારૂપ અંતપરિણામવાળો પ્રતિલોમ પરિણામ છે. આ રીતે પ્રકૃતિમાં અનુલોમ અને પ્રતિલોમ પરિણામ છે એ રીતે, પુરુષના પ્રયોજનની પરિસમાપ્તિ થવાથી સહજશક્તિદ્વયનો સહજ બે શક્તિનો, ક્ષય થવાના કારણે કૃતાર્થ એવી પોતાનું પ્રયોક્ત જેણે પૂર્ણ કર્યું છે એવી, પ્રકૃતિ ફરી પરિણામનો આરંભ કરતી નથી. અને જડ એવી પણ પ્રકૃતિના આવા પ્રકારની પુરુષાર્થની-પુરુષના પ્રયોજનની, કર્તવ્યતામાં કોઈ અનુપપત્તિ-અસંગતિ, નથી. ભાવાર્થ :
નનુથી પૂર્વપક્ષી શંકા કરે છે – સાત્ત્વિક પરિણામરૂપ બુદ્ધિસત્ત્વમાં પુરુષના સંનિધાનને કારણે અભિવ્યંગ્ય ચિશક્તિથી બાહ્યઅકારની સંક્રાંતિ થયે છતે પુરુષને સુખ, દુઃખરૂપ ભોગ છે એ કથન અસંગત છે એ પ્રકારની યુક્તિપૂર્વકની પૂર્વપક્ષીની શંકા
પાતંજલમતાનુસાર સાત્ત્વિકપરિણામરૂપ બુદ્ધિ છે, તે બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબરૂપે સંનિધાન થવાથી ચિત્શક્તિ અભિવ્યંગ્ય થાય છે અને બાહ્ય પદાર્થોનો આકાર ચિત્તમાં સંક્રાંત થાય છે ત્યારે પુરુષના સુખ, દુઃખરૂપ ભોગ થાય છે એમ પૂર્વમાં રાજમાર્તડવૃત્તિકારે કહ્યું તે યુક્ત નથી.
કેમ યુક્ત નથી તેમાં યુક્તિ બતાવે છે –
જો પ્રકૃતિ તે પ્રકારે અપરિણત હોતે છતે=પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થાય તે પ્રકારે અપરિણત પ્રકૃતિ હોતે છત, બુદ્ધિ ચિત્ત પરિણામવાળી કેવી રીતે થઈ શકે ? અર્થાત્ થઈ શકે નહીં અને પ્રકૃતિને તે પ્રકારની પરિણતિવાળી સ્વીકારીએ તો ક્યા પ્રયોજનથી તે પ્રકૃતિનો પરિણામ છે=બુદ્ધિરૂપે પરિણમન પામવાનો પરિણામ છે, એ પ્રશ્ન થાય ?
આ પ્રશ્નના સમાધાનરૂપે કદાચ કોઈ કહે કે પુરુષને બાહ્ય પદાર્થોના ઉપભોગના સંપાદન માટે પ્રકૃતિનો તેવા પ્રકારના પરિણામ છે અર્થાત્ પુરુષના સંનિધાનથી અભિવ્યંગ્ય ચિતશક્તિવાળી બુદ્ધિ થાય તેના માટે પ્રકૃતિનો બુદ્ધિરૂપે પરિણામ છે. તેને શંકાકાર પૂર્વપક્ષી કહે છે – બાહ્ય પદાર્થોના ઉપભોગના સંપાદન માટે પ્રકૃતિના તેવા પ્રકારના પરિણામની અસંગતિ:
પ્રકૃતિનો આવા પ્રકારનો પરિણામ ઘટે નહીં. કેમ ઘટે નહીં ? તેથી કહે છે – પ્રકૃતિમાં પુરુષના પ્રયોજનની કર્તવ્યતાની અનુપપત્તિ=અસંગતિ, છે. પ્રકૃતિમાં પુરુષના પ્રયોજનની કર્તવ્યતાની અનુપપત્તિ=અસંગતિ, કેમ છે? તેમાં યુક્તિ બતાવે
‘પુરુષનું પ્રયોજન મારે કરવું જોઈએ એવા પ્રકારનો અધ્યવસાય પુરુષાર્થકર્તવ્યતા કહેવાય છે અને પુરુષના પ્રતિબિંબ પૂર્વે પ્રકૃતિ જડ છે, તેથી જડ એવી પ્રકૃતિને પ્રથમ જ પુરુષનું પ્રયોજન મારે કરવું જોઈએ એવો અધ્યવસાય કેવી રીતે થઈ શકે ? કે જેથી તે અધ્યવસાયને કારણે પુરુષનું પ્રતિબિંબ