________________
૧૦૧
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કેવલ્યપાદ | સૂત્ર-૨૨
મૈત્ય સમ્પષ્યને, નિર્મળપણાથી અપકૃષ્ટ એવા જલાદિમાં સૂર્ય વગેરે પ્રતિસંક્રાંત દેખાય છે.
વધુમ્ - જે વળી કહેવાયું છે પૂર્વપક્ષી વડે કહેવાયું છે –
૩નવચ્છિન્ની ... મધુમ્, અનવચ્છિન્નની પ્રતિસંક્રાંતિ નથી=વ્યાપની પ્રતિસંક્રાંતિ નથી, તે પણ અયુક્ત છે.
વ્યાપ...પ્રતિવિધ્વની કેમ કે વ્યાપક એવા પણ આકાશની દર્પણ વગેરેમાં પ્રતિસંક્રાંતિ દેખાય છે. આ પ્રમાણે હોતે છતે પ્રતિબિંબ દર્શનની=બુદ્ધિમાં પુરુષના પ્રતિબિંબ કહેનારા દર્શનની, કોઈ અનુપપત્તિઅસંગતિ, નથી. ભાવાર્થ :
પૂર્વમાં રાજમાર્તડવૃત્તિકારે દર્પણના દૃષ્ટાંતથી પ્રતિબિંબ શું છે ? તે બતાવીને બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે તેમ સ્થાપન કર્યું. ત્યાં નથી કોઈ શંકા કરતાં કહે છે – નિયતપરિમાણવાળી નિર્મળ વસ્તુનું નિર્મળ એવા દર્પણમાં પ્રતિબિંબ પડે છે એ પ્રમાણે પુરષથી અનિર્મળ એવી બુદ્ધિમાં અત્યંત નિર્મળ વ્યાપક એવા પુરુષનું પ્રતિબિંબ કેવી રીતે પડે? આ પ્રમાણે પૂર્વપક્ષીની શંકાનો રાજમાર્તડવૃત્તિકાર વડે ઉત્તર : - નિર્મળ એવા દર્પણ વગેરેમાં નિયતપરિમાણવાળી નિર્મળ વસ્તુનું પ્રતિબિંબ પડે છે. જેમ નિર્મળ દર્પણમાં સ્વચ્છ મુખનું પ્રતિબિંબ પડે છે.
આમ કહીને શંકાકારને એ કહેવું છે કે જેમ દર્પણ નિર્મળ ન હોય તો મુખનું પ્રતિબિંબ પડી શકે નહીં અને દર્પણ નિર્મળ હોય આમ છતાં મુખ જો મષિ વગેરેથી મલિત હોય તો મુખનું દર્પણમાં પ્રતિબિંબ પડી શકે નહીં, પરંતુ તે મુખ ઉપર લાગેલા પદાર્થનું પ્રતિબિંબ પડી શકે.
વળી નિર્મળ દર્પણમાં નિયતપરિમાણવાળી વસ્તુનું પ્રતિબિંબ પડી શકે, પરંતુ અનિયતપરિમાણવાળા આખા નગરનું કે કોઈ અન્ય વસ્તુનું દર્પણમાં પ્રતિબિંબ પડી શકે નહીં, તેથી જેમ દર્પણમાં નિયતપરિમાણવાળી વસ્તુનું પ્રતિબિંબ પડે છે, તે દૃષ્ટાંત અનુસાર આત્માનું બુદ્ધિમાં પ્રતિબિંબ પડી શકે નહીં; કેમ કે આત્મા અત્યંત નિર્મળ છે, તેની અપેક્ષાએ બુદ્ધિ અનિર્મળ છે, તેથી અનિર્મળ એવી બુદ્ધિમાં અત્યંત નિર્મળ એવા આત્માનું પ્રતિબિંબ પડી શકે નહીં.
વળી પાતંજલમતાનુસાર આત્મા સર્વ વ્યાપક છે અને અપરિણામી છે, તેથી જેમ દર્પણમાં તેની સન્મુખ નિયતપરિમાણવાળી વસ્તુનું પ્રતિબિંબ પડી શકે છે, પરંતુ ઘણા મોટા પ્રમાણવાળા નગર વગેરેનું પ્રતિબિંબ પડી શકતું નથી તેમ વ્યાપક એવો આત્મા બુદ્ધિમાં કઈ રીતે પ્રતિબિંબ પામી શકે ? અર્થાત્ પામી શકે નહીં આ પ્રકારની કોઈક પૂર્વપક્ષીની શંકાનો ઉત્તર આપતાં રાજમાર્તડ ટીકાકાર કહે છે –