________________
૧૬૯
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૨૨
હવે સાંખ્યદર્શનમાં જે અન્ય શાંતબ્રહ્મવાદી સાંખ્ય છે તેઓ શું કહે છે તે બતાવે છે – શાંતાબ્રહ્મવાદી સાંખ્યદર્શનની માન્યતા :
શાંતબ્રહ્મવાદી સાંખ્ય કહે છે કે પુરુષ પરમાત્માસ્વરૂપ છે અને તે પુરુષના સુખ અને દુઃખના ભોજ઼પણાથી કર્મ અનુરૂપ પોતાના કૃત્યને અનુરૂપ છે અને પુરુષથી અધિષ્ઠય છે તે ચિત્ત કહેવાય છે.
પાતંજલમતાનુસાર ચિત્ત સત્ત્વગુણવાળું છે તો પણ ક્યારેક તે ચિત્ત સત્ત્વગુણને કારણે સુખરૂપ તો ક્યારેક રજોગુણને કારણે દુઃખરૂપ તો ક્યારેક તમોગુણને કારણે મોહરૂપ સંવેદ્ય બને છે.
તે કઈ રીતે બને છે? તે બતાવવા અર્થે કહે છે –
જે વળી બે ગુણોના અનુદ્રિક્તપણાથી=ગૌણપણાથી, એક પણ ગુણ ક્યારેક કોઈકનું અંગી બને છે ત્યારે ત્રણ ગુણવાળું પ્રતિક્ષણ પરિણમન પામતું એવું અનિર્મળ ચિત્ત જે ગુણ ઉદ્ભિક્ત હોય તે ગુણરૂપે પ્રતીત થાય છે તેથી સત્ત્વગુણ ઉદ્ભિક્ત હોય ત્યારે સુખરૂપ દેખાય છે, રજો ગુણ ઉદ્રિત હોય ત્યારે દુઃખરૂપ દેખાય છે અને તમોગુણ ઉદ્રિક્ત હોય ત્યારે મોહરૂપ દેખાય છે અને આવું અનિર્મળ ચિત્ત તેના કૃત્યને અનુરૂપ શુદ્ધસત્ત્વરૂપ બુદ્ધિમાં સ્વ આકારનું સમર્પણ કરે છે, તેથી તે શુદ્ધ સત્ત્વ ક્યારેક સુખરૂપે તો ક્યારેક દુઃખરૂપ તો ક્યારેક મોહરૂપે સંવેદ્યતાને પામે છે.
વળી પાતંજલમતાનુસાર ભોગ શું છે? તે સ્પષ્ટ કરતાં કહે છે – પાતંજલમતાનુસાર ભોગનું સ્વરૂપ :
પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલું આદ્ય એવું શુદ્ધ ચિત્ત સજ્વરૂપ છે, તેમાં એક બાજુથી પુરુષની ચિછાયા પ્રતિસંક્રાંત થાય છે અને બીજી બાજુથી તે ચિત્તસત્ત્વ વિષયોના આકારને ગ્રહણ કરે છે અને તે વિષયના
કારને પામેલું ચિત્ત પુરુષની છાયાના સંક્રાંતિના બળથી વાસ્તવિક રીતે ચૈતન્ય નહિ હોવા છતાં ચૈતન્ય જેવું અનુભવાતું સુખ, દુ:ખસ્વરૂપ ભોગનો અનુભવ કરે છે, તેથી તે ભોગ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલ બુદ્ધિને થાય છે તોપણ બુદ્ધિમાં પુરુષનું અત્યંત સંનિધાન હોવાના કારણે પુરુષ અને બુદ્ધિ વચ્ચેના ભેદના અગ્રહણને કારણે પુરુષ ભોક્તા નહીં હોવા છતાં પણ પુરુષનો ભોગ છે એ પ્રમાણે વ્યપદેશ કરાય છે અને આ રીતે પુરુષનો ઉપચારથી ભોગ છે તે બતાવવા અર્થે વિંધ્યવાસી વડે કહેવાયું છે કે “સત્ત્વનું તપ્યપણું જ પુરુષનું તપ્યત્વ છે.” અર્થાત્ સત્ત્વરૂપ બુદ્ધિનું ભોગોથી જે તપ્યપણું છે તે જ પુરુષનું ભોગોથી તપ્યપણું છે અર્થાત્ ભોગના તાપને અનુભવે છે. પ્રતિબિંબ શબ્દનો અર્થ :
વળી પુરુષથી અને બુદ્ધિથી અન્યત્ર એવા દર્પણ વગેરેમાં પ્રતિબિબળ્યમાન વસ્તુની=પ્રતિબિંબ પડતી એવી વસ્તુની, છાયાસદેશ દર્પણમાં જે છાયાનો ઉદ્ભવ છે તે પ્રતિબિંબ શબ્દથી કહેવાય છે. એ રીતે સત્ત્વમાં પણ=બુદ્ધિમાં પણ, પુરુષની ચિછાયા સદેશ બુદ્ધિની ચિછાયાન્તરની=અન્ય ચિતૃછાયાની, અભિવ્યક્તિ પ્રતિબિંબ શબ્દનો અર્થ છે.